🍎 કહેવાય છે કે જો કોઇ વ્યક્તિ નિયમિત રીતે એક સફરજનનું સેવન કરે તો તે હંમેશા સ્વસ્થ્ય રહે છે. તે સાથે સાથે તે જાણવું જરુરી છે કે સફરજન ખાધા પછી કે પહેલા કઈ વસ્તુ ન ખાવી જોઇએ જે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. તો આવો જાણીએ તેના વિશે જાણીએ..
🍎 -મૂળોઃ સફરજન ખાધા પછી મૂળાનું સેવન ન કરવું જોઇએ. કેમ કે મૂળાની તાસીર ઠંડી હોય છે. માટે જો સફરજન ખાધા પછી મૂળો ખાશો તો કફ થવાના ચાન્સ વધી જાય છે. પાચનતંત્રની પણ સમસ્યા ઉભી થતી હોય છે.
🍎 એટલું જ નહીં તરત મૂળો ખાવાથી શરીર પર સફેદ દાગ થવાની પણ સમસ્યા થતી હોય છે. ઘણા લોકોને શરીર પર સફેદ દાગ હોય છે જેને આપણે કોઢ કહેતા હોઇએ છીએ. તે સફરજન પછી મૂળાનું સેવન કરવાથી થતાં હોય છે.
🍎 –પાણીઃ આપણે જ્યારે પણ સફરજન ખાઇએ છીએ પછી તરત પાણી પીતા હોઇએ છીએ. આ ભૂલ તમે હું બધા જ કરતાં હોઈએ છીએ. તો આ આદત તમારે બદલી નાખવી જોઇએ. સફરજન ખાધા પછી ક્યારેય તરત પાણી ન પીવું જોઇએ. સફરજનના સેવન પછી તરત પાણી પીવાથી પેટનું PH લેવલ ખરાબ થાય છે, જેનાથી અપચો, ગેસ, એસિડીટી, આંતરડા ફૂલવા વગેરે જેવી તકલીફો થઇ શકે છે.
🍎 એટલું જ નહીં ત્વચાને લગતી સમસ્યા પણ ઘણા લોકોને થતી હોય છે. તે ઉપરાંત પાણી પીવાથી શરીરમાં કફ બનવાનો શરુ થાય છે. માટે સફરજનના સેવન પછી એક કલાક પછી પાણી પીવું જોઇએ.
🍎 – ખાટા ફળો અથવા ખાટી વસ્તુઃ સફરજન ખાધા પછી તરત ખાટી વસ્તુ કે ખાટા ફળો ન ખાવા જોઇએ. તેમાં અથાણું તો ક્યારેય ન ખાવું જોઇએ. કેમ કે સફરજન ખાધા બાદ ખાટી વસ્તુ પેટમાં જવાથી સાઇટ્રિક એસિડનો વધારો થાય છે. જેથી પેટની સમસ્યા થઇ શકે છે. ક્યારેય ગેસ બનવાનો પણ શરુ થઇ જાય છે. જો એક વખત ગેસની સમસ્યા શરુ થઇ સાથે અનેક બીમારીઓને નોતરી શકે છે. માટે ક્યારેય સફરજનના સેવન પછી ખાટી વસ્તુ ન ખાવી જોઇએ.
🍎 –દહીં: આપણને શરદી ખાંસી થઇ હોય ત્યારે ડોક્ટર પણ દહીં છાશ ખાવાની ના પાડતા હોય છે. તેવી જ રીતે જો તમે સફરજન ખાધા પછી દહીંનું સેવન કરવાથી કફ થવાની સંભાવના રહે છે. કારણ કે સફરજન અને દહીં બંનેની તાસિર ઠંડી હોવાથી આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચનતંત્રને લગતી પણ તકલીફ થતી હોય છે.
🍎 સફરજનનું સેવન કરવાનો યોગ્ય સમયઃ
🍎 મોટાભાગે લોકો સફરજન સવારે ખાતા હોય છે. પરંતુ જો કોઇને સવારે સમય ન મળતો હોય તે રાત્રે ખાવાથી પણ ગણ કરશે તેવી ગેરસમજ ધરાવતા હોય છે. પરંતુ રાત્રે સફરજનનું સેવન કરવાથી અસ્થમાની બીમારી થઇ શકે છે. માટે સવારે જ સફરજનનું સેવન કરવું જોઇએ.
🍎 આમ પણ સફરજન કે કોઇપણ ફ્રૂટ ખાવાનો યોગ્ય સમય સવારનો ઉત્તમ ગણાય છે અને તેમાં પણ ખાલી પેટે સફરજનનું સેવન કરશો તો લોહીની સમસ્યા દૂર થશે. તે સિવાય મગજ સારુ બને, દાંતને લગતી પણ તકલીફ હોય તો તે દૂર થતી હોય છે. સફરજનના સેવન પછી આ વસ્તુ ખાવાથી બચવું જોઇએ અને તે સવારના સમયે ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થતા હોય છે.
જો આ સફરજન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.