🍆ભારતમાં પ્રાચીનકાળથી રિંગણનું ઉત્પાદન થાય છે. અને તેનો ઉપયોગ પણ થાય જ છે. રિંગણને શિયાળુ પાકના રાજા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને મોટા રિંગણ જોઈએ કે આપણને રિંગણનો ઓળો યાદ આવી જતો હોય છે. રિંગણ પણ અલગ-અલગ પ્રકારના બજારમાં મળતાં હોય છે.
🍆લીલા અને લાલ અને એકદમ કાળા કલરના લાંબા રિંગણ, જાડા ભટ્ટા રિંગણ એમ વગેરે પ્રકાર હોય છે. રિંગણ આપણા શરીરને અનેક રીતે ગુણકારી છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, બીજા ઘણા ક્ષાર વત્તા-ઓછા પ્રમાણમાં હોય છે. તે સિવાય વિટામિન-એ, બી, સી પણ હોય છે. પરંતુ કેટલીક બીમારી માટે રિંગણનું સેવન હાનિકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કેવા લોકોએ રિંગણનું સેવન ન કરવું જોઈએ.
🍆એલર્જી થતી હોય- અમુક લોકોને કોઈપણ પ્રકારની એલર્જી વારંવાર થતી હોય છે. તેમણે રિંગણનું સેવન જરાપણ ન કરવું જોઈએ. કેમ કે રિંગણ તમારી એલર્જીને લગતી જે તકલીફ છે, તેમાં વધારો કરશે. માટે શરીરમાં કોઇપણ પ્રકારની એલર્જી હોય તો રિંગણ ભૂલથી પણ ન ખાવા જોઈએ.
🍆ડિપ્રેશનની દવા- અત્યારના સમયમાં અમુક લોકો ડિપ્રેશનની દવા લેતાં હોય છે, તો તેમણે રિંગણ ન ખાવા જોઈએ. કેમ કે ડિપ્રેશનની દવાની જે શરીરમાં અસર થતી હોય તે ઓછી કરે છે.
🍆લોહીની કમી- જે લોકોને એનિમિયા એટલે કે જેને શરીરમાં લોહી ઓછું હોય તેમણે રિંગણ ન ખાવા જોઈએ. ડૉક્ટરોના કહ્યા પ્રમાણે રિંગણ ખાવાથી લોહી બનવામાં સમસ્યા ઉભી થાય છે.
🍆આંખોમાં બળતરા- આંખોને લગતી જે કોઈ સમસ્યા હોય તો રિંગણ ખાવાના બંધ કરી દેવા જોઈએ. કેમ કે તેનાથી આંખની તકલીફમાં વધારો થાય છે.
🍆પથરીની તકલીફ- આજકાલ મોટાભાગના લોકો પથરીની સમસ્યાથી પીડાય છે. તેમણે ક્યારેય પણ રિંગણનું સેવન ન કરવું જોઈએ. કેમ કે તેમાં ઓક્સ્લેટ હોય છે. જે કિડનીને હાનિ પહોંચાડે છે.
🍆મસાની તકલીફ- જે લોકોને ફિશર, મસા, ભગંદર હોય તેમણે રિંગણનું સેવન ન કરવું જોઈએ. કેમ કે તેના સેવનથી સમસ્યા ઓછી થવાને બદલે વધે છે. એટલે બિલકુલ સેવન ન કરવું.
🍆ગર્ભાવસ્થા દરમિયાન– ગર્ભાવસ્થા દરમિયાન જો રિંગણનું સેવન કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે. કેમ કે રિંગણમાં ફાઈટોહોર્મોન હોય છે જે માસિકની સ્ટમ્યુલેશનને વધારે છે. માટે ગર્ભાવસ્થા વખતે રિંગણનું સેવન કરવામાં આવે તો માસિકને ઉત્તેજિત કરવાનું કામ કરે છે.
🍆રિંગણના વધારે સેવનથી ઘણી વખત ગેસ અને એસિડિટીની તકલીફ થવા લાગે છે. એટલું જ નહીં તેની તાસીર ગરમ હોવાથી ગર્ભપાત થવાનો પણ ભય રહેતો હોય છે. કેટલાક તજજ્ઞો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન જો રિંગણનું સેવન કરવામાં આવે તો પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ પણ વધે છે.
જો આ રીંગણાં ખાવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.