👉 આજકાલ દરેક યુવતી તેનો ચહેરો સુંદર દેખાય માટે અવનવા ઉપચારો કરતી રહેતી હોય છે. અને હકીકતમાં મોટાભાગના લોકો ચહેરાની સુંદરતાને વધારે મહત્ત્વ આપતા હોય છે. પરંતુ દરેક મહિલા ચહેરાની સુંદરતાની સાથે કોણી, અંડરઆર્મ્સ, પગની ઘૂંટી, ઘૂંટણની કાળજી રાખવાનું ભૂલી જતી હોય છે.
👉 કેટલીક વખત શોર્ટ્સ, સ્લીવલેસ ડ્રેસ, સ્કર્ટ વગેરે જેવા કપડાં પહેરે ત્યારે કોણી, ઘૂંટણ કે અંડરઆર્મ્સમાં રહેલી કાળાશ લોકો સામે આવતી હોય છે. જેના લીધે તે સમયે આપણને શરમનો અનુભવ થતો હોય છે. તો આજે તમને એવા કેટલાક ઉપચારો જણાવીશું જેનાથી તમે હાથની કોણી અને ઘૂંટણની કાળાશને ચમકીલી બનાવી શકશો.
👉 લીંબુ અને બેકિંગ સોડા– લીંબુનો ઉપયોગ સ્કીનને ચમકાવા માટે કરીએ છીએ અને બેકિંગ સોડા કાળી પડી ગયેલી સ્કીનને સફેદ બનાવવા માટે ક્લિન્સિંગનું કામ કરતી હોય છે. તેથી કાપેલા લીંબુ પર એક ચમચી બેકિંગ સોડા નાખવો. ત્યાર બાદ કોણી અને ઘૂંટણ પર 1 મિનિટ સુધી ઘસવું. 15 મિનિટ પછી તેને પાણી વડે સાફ કરી લો. નિયમિત આ પ્રયોગ કરવાથી સ્કીન વાઇટ થવા લાગશે.
👉 એલોવેરા જેલ અને બટાકો- એલોવેરા જેલ સ્કીન માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. માટે કોણી અને ઘૂંટણની કાળાશને દૂર કરવા માટે તમે એલોવેરા જેલ અને બટાકાનું મિશ્રણ કાળી પડી ગયેલી જગ્યા પર લગાવશો તો જરૂર ફાયદો થશે. તેમાં બે ચમચી બટાકાના રસમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરી તેની એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને કોણી અને ઘૂંટણ પર લગાવો. 2 મિનિટ સુધી આ પેસ્ટને એમ જ રહેવા દો. પછી ચોખ્ખા પાણી વડે સાફ કરી દો. નિયમિત આ પ્રયોગ કરવાથી સ્કીન વાઇટ થવા લાગશે.
👉 લેમન અને બટાકા- લીંબુમાં સાઈટ્રિક એસિડનો ગુણ રહેલો હોવાથી તે કાળાશને દૂર કરવાનું કામ સરળતાથી કરી શકે છે. જો તમે કોણી અને ઘૂંટણની કાળાશને દૂર કરવા ઇચ્છતા હોવ તો બટાકાને ક્રશ કરો પછી તેનો થોડો રસ કાઢવો. આ રીતે લીંબુનો પણ એક બાઉલમાં રસ કાઢવો. હવે જે જગ્યા કાળી હોય તેની ઉપર લગાવો. 25 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણી વડે ધોઈ નાખો. રોજ આ પ્રયોગ કરવાથી કાળાશ દૂર થઈ જશે.
👉 બટાકા અને હળદર- આપણે મોટાભાગે હળદરનો ઉપયોગ દાળ-શાકમાં કરતાં હોઇએ છીએ. પરંતુ તે સિવાય સ્કીન માટે હળદર ઘણી ઉપયોગી છે. 2 ચમચી બટાકાનો રસ લો. તેમાં ચપટી હળદર અને થોડો ચણાનો લોટ મિક્સ કરવો. આ પેસ્ટને કાળાશ વાળી જગ્યા પર લગાવો. 15 મિનિટ રહેવા દો અને ચોખ્ખા પાણીથી સાફ કરી લો. તમને જણાવીએ કે હળદરમાં કરક્યુમિન રહેલું હોય છે. જે સ્કીનના મેલેનીનને વધારવાનું કામ કરે છે. જેના ઉપયોગથી તમે હંમેશા ખૂબસૂરત દેખાશો.
👉 એલોવેરા અને દૂધ- દૂધ અને એલોવેરાનું મિશ્રણ પણ કોણી અને ઘૂંટણની કાળાશને દૂર કરવાનું કામ કરે છે. દૂધ અને એલોવેરા જેલને સરખી માત્રામાં લઈ સ્નાન કર્યા પહેલા લગાવો. 15થી 20 મિનિટ લગાવ્યા બાદ પાણી વડે સાફ કરી લો. આ રીતે કરવાથી સ્કીન સોફ્ટ બનશે સાથે કાળાશ પણ દૂર થતી દેખાશે.
👉 બટાકા અને મુલતાની માટી- ચહેરો ચમકાવાની સાથે મુલતાની માટી કોણી અને ઘૂંટણની કાળાશને દૂર કરવાનું કામ કરે છે. 3 ચમચી બટાકાનો રસ, એક ચમચી મુલતાની માટી લઈ મિશ્રણ તૈયાર કરો. આ પેસ્ટને ઘૂંટણ અને કોણી પર લગાવો. બરાબર સૂકાય જાય ત્યાર બાદ પાણી વડે સાફ કરી લો. આ મિશ્રણ તમારી સ્કીનને સુંદર અને સફેદ બનાવશે. આ રીતે ઘરેલુ ઉપચારથી તમે કોણી અને ઘૂંટણને પહેલા જેવા સફેદ બનાવી શકશો.
જો આ કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવાના ઉપાય વિશે માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.