મિત્રો તમે ઘણી વખત જોયું કે આપણા ઘરમાં ઘણી વખત દૂધ ઉભરાય જાય છે. ત્યારે પહેલાના વડીલો એમ કહેતા હોય છે કે દૂધ ઉભરાવું એ શુભ નથી. તેઓ ચિંતામાં મુકાઈ જાય છે. પણ તમને ક્યારેય આ વિશે પ્રશ્ન થયો છે કે આમ શા માટે કહેવાય છે? અથવા તો દૂધ ઉભરાવું એ ખરેખર અશુભ છે કે શુભ? તો ચાલો આજે આપણે આ સવાલના જવાબ મેળવી લઈએ.
આપણા ઘરમાં આપણા વડીલો નો સ્વભાવ હોય છે કે ઘરની અંદર અમુક બાબત ન થવી જોઈએ, જેમ કે કાચનું તૂટવું, મીઠું ઢોળાવું, બિલાડીનું રસ્તે આડે આવવું, દૂધ ઉભરાવું, હાથમાંથી વાસણનું પડવું વગેરે. પણ ઘણી વખત દૂધ જયારે ગેસ પર હોય અને અચાનક ઉભરાય જાય છે તો વડીલો એમ કહે છે કે આ શુભ નથી. ચાલો તો આની પાછળનું સાચું કારણ જાણી લઈએ.
આપણું જીવન એ અનેક શુભ, અશુભ સંકેતો થી ભરેલું હોય છે. જો કે આ શુભ અશુભ નું માન્યતા આદિકાળ થી ચાલી આવી રહી છે. આપણી રોજીંદી જીંદગીમાં પણ ઘણી વખત નાની મોટી ઘટના બનતી હોય છે જેના દ્રારા આપણે શુભ અશુભ જેવા સંકેતો જાણીએ છીએ. પણ જો તમે આ ઘટનાઓને શુભ અશુભ માનવાની જગ્યાએ તેને સાચી રીતે સમજવામાં આવે તો તે ભવિષ્યમાં તમારી સફળતા અને નિષ્ફળતાનો સંકેત આપે છે.
આપણાં શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો ગેસ પર રહેલ દૂધ ઉભરાય કે ગેસ પર અથવા તો આજુબાજુ ઢોળાય જાય તો તે શુભ માનવામાં આવે છે. એટલે કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે જો દૂધ કોઈક કારણસર આપણા થી ઢોળાય કે ઉભરાય તેને શુભ માનવું.
હવે આપણે એમ જાણી લઈએ કે જો તમારાથી ક્યારેક દૂધ ઉભરાય જાય તો તમારા ભવિષ્ય માટે કોઈક સારા સમાચાર લઈને આવે છે. તમને કોઈ શુભ સંકેત આપે છે. પણ જો તમારા થી દૂધ બળી જાય તો તે તમારા માટે શુભ નથી. એટલે કે દૂધનું બળવું એ અશુભ સંકેત આપે છે. આમ દૂધ ઉકળીને બહાર આવે તે શુભ અને બળી જાય તે અશુભ.
હવે જાણી કે જો દૂધ ઉભરાય જાય તો તે ક્યાં ક્યાં શુભ સંકેત આપે છે. દૂધનું ઉભરાય જવું એ તમને ઘર સંબંધી કોઈ સારા સમાચાર આપે છે, અથવા તો ધંધા સંબંધી, અથવા તો પૈસાની આવક અંગે શુભ સંકેત આપે છે. જો કે આજના સમયમાં આ બધી વાતોને લોકો અંધવિશ્વાસ કહીને ઉડાડી દેવામાં આવે છે. પણ તમે તેમાં વિશ્વાસ કરતા હો તો તે ખુબ સારું છે.
હવે તમને એમ થાય કે આપનાથી ક્યારેક દૂધ ઢોળાય જાય છે તો તેનું શુભ માનવું કે અશુભ માનવું. તો તમને જણાવી દઈએ કે દૂધનું ઢોળાવું એ અશુભ સંકેત આપે છે. આમ થાય તો તમને વેપાર ધંધામાં ખોટ જાય, ઘરમાં નાના ઝગડા થાય જેવી ઘટનાઓ બનતી હોય છે.
જો કે આજના યુગના લોકો આ બધી વાતો અંધવિશ્વાસ માને છે. પણ એવું નથી આવી ઘટનાઓ બની શકે છે. આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે કોઈને કોઈ બાબત આપણા શારીરિક અને માનસિક બાબતો સાથે જોડાયેલ હોય છે. આ માટે આપણે એક ઉદાહરણ સમજીએ કે આપણે જ્યારે કોઈને બંને હાથ વડે નમસ્તે કહીએ છીએ ત્યારે શું થાય છે ?
કહેવાય છે કે આપણા હાથમાં ઘણા એવા પોઈન્ટ હોય છે જે બંને હાથ ભેગા કરવાથી તે પોઈન્ટ દબાય છે અને તેને કારણે આપણા બ્લડ નું પ્રેશર વધે છે. લોહીને મગજ સુધી પહોચવામાં સહેલાઇ રહે છે. આ સિવાય આમ કરવાથી આપણું મગજ તેજ બને છે. આથી આ પ્રયોગ દરરોજ કરવો અને કોઈ સંબધી મળે તો તેને બંને હાથ વડે નમસ્તે કહેવું.
આમ આપણા શાસ્ત્રોમાં ઘણું એવું કહેવામાં આવ્યું છે જે આપણને આપણા ભવિષ્ય અંગે ઘણું સૂચવી જાય છે. પણ તેના પાછળ રહેલા શુભ સંકેત ને જરૂરથી સમજી લેવું જોઈએ. તો ભવિષ્યમાં બનતી ઘટનાઓને પણ આપણે સમજી શકીએ છીએ. આમ દૂધ ઉભરાવું એ સારો સંકેત આપે છે. આથી આવી નાની નાની બાબતોને નજરઅંદાજ કરવાની જગ્યાએ તેની પાછળ નું કારણ જરૂર જાણી લેવું જોઈએ. જે આપણા માટે ખુબ સારું છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.