💰 મિત્રો, તમે સૌ કોઈ તમારા પર્સનું ખૂબ ધ્યાન રાખતા હશો અને તમારી કીમતી અથવા જરૂરી વસ્તુ તમે તેમાં સાચવીને રાખતા હશો.તેમાં મહિલા હોય કે પુરુષ બંને પોતાના પર્સમાં અલગ-અલગ કામની વસ્તુઓ રાખતા હોય છે.ઘણા લોકો પોતાની શ્રદ્ધાથી ભગવાનના ફોટા પણ રાખતા હોય છે.
💰 ઘણા લોકોને જરૂર કરતાં વધુ વસ્તુ પર્સમાં રાખવાની ટેવ હોય છે જેના લીધે પૈસા કાઢતી વખતે તેને મુશ્કેલી થાય છે અને અમુક વાર તો તેની સાથે-સાથે બીજા પૈસા નીચે પડી જાય તે લોકોને ખબર પણ ન હોય.ઉપરાંત આપણું વાસ્તુશાસ્ત્ર પણ કહે છે કે,અમુક વસ્તુ પર્સમાં રાખવાથી તમારા પર્સમાં ધન રહેતું નથી. બધુ ખર્ચ થઈ જાય છે તેથી આર્ટીકલમાં દર્શાવેલ માહિતીને અપનાવશો તો તમારું પર્સ અથવા વોલેટ હંમેશા પૈસાથી ભરાયેલું રહશે.
👉 1 :- ઘણા લોકોને પોતાના પર્સમાં તેમના વડીલો અથવા પોતાના ગમતા વ્યક્તિનો ફોટો રાખતા હોય છે.પરંતુ વાસ્તુશાસ્ત્ર એવું જણાવે છે કે,પર્સમાં કોઈનો ફોટો રાખવો ખરાબ વાત નથી પરંતુ કોઈ મૃત વ્યક્તિનો ફોટો રાખવાથી ધનનું નુકશાન થઈ શકે છે. તેથી મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ.
👉 2 :- વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે,કોઈના ઉધાર પૈસા અથવા વ્યાજના પૈસા વોલેટ અથવા પર્સમાં ન રાખવા જોઈએ કારણ કે, તેનાથી ધનનું નુકશાન થઈ શકે છે તેથી તેને પર્સની બહાર રાખવા જોઈએ. ઉપરાંત અમુક લોકો ઘણીવાર ફાટેલું વોલેટ રાખતા હોય છે અને જલ્દીથી તેને ચેન્જ ન કરતાં હોય તો એવું ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી ધન સબંધિત નુકશાન થઈ શકે છે અને વૉલેટમાં ફાટેલી નોટ ન રાખવી જોઈએ.
👉 3 :- વાસ્તુશાસ્ત્ર તો એવું કહે છે કે, વૉલેટ અથવા પર્સમાં પૈસા સિવાય બીજી વસ્તુ ન હોવી જોઈએ કારણ કે, બીજી વસ્તુ વૉલેટમાં રાખવી તે અશુભ ગણાય છે. ઉપરાંત અમુક લોકોને પર્સમાં ચાવી રાખવાની આદત હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર પર્સમાં ધાતુની વસ્તુ રાખવાની સખત મનાઈ કરે છે કારણ કે, તેનાથી ધનનું નુકશાન થઈ શકે છે.
👉 4 :– અમુક લોકો ખરીદી કરતાં સમયે તેનું બિલ વૉલેટમાં રાખતા હોય છે અથવા લાઇટ બિલ, ગેસ બિલ અને ડોક્યુમેન્ટ્સ વૉલેટમાં રાખવાથી આર્થિક નુકશાન થઈ શકે છે.વાસ્તુશાસ્ત્ર પણ એવું જણાવે છે કે, પર્સમાં બિન જરૂરી કાગળ રાખવાથી નેગેટિવિટી વધે છે અને ધનનું નુકશાન થાય છે.
👉 5 :- ઘણા લોકો પર્સમાં પૈસા તો રાખતા હોય છે. પરંતુ તેઓ નોટને 4-5 ઘડી વાળીને મૂકતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર આ ટેવને ખરાબ ગણે છે. તેનાથી આર્થિક નુકશાન થઈ શકે છે અને તમારા વૉલેટમાં પૈસા રહેતા નથી બધા ખર્ચ થઈ જાય છે.
👛 વૉલેટ અથવા પર્સમાં રાખવી જોઈએ આ વસ્તુ :-
🪙 બધાના ઘરમાં ચાંદી અથવા સોનાનો સિક્કો જરૂર હશે. આ સિક્કાને જો તમે તમારા પર્સમાં અથવા વૉલેટમાં રાખો તો ધન પ્રાપ્તિ થાય છે. આ સિક્કો પર્સમાં રાખતા પહેલા મંદીરમાં લક્ષ્મી માતાના ચરણોમાં રાખવો ત્યાર બાદ જ તમારે પર્સમાં મૂકવો તેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે.
👛 વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારી અમુક ઈચ્છાઓ પૂરી ન થતી હોય તો એક લાલ કાગળમાં તમારી ઈચ્છા લખી તેને રેશમી દોરીથી બાંધીને તમારા પર્સ અથવા વૉલેટમાં રાખવાથી ઈચ્છા પૂરી થાય છે અને ધન લાભ પણ થાય છે.
💰 જો વૉલેટમાં ચોખાના દાણા રાખવામાં આવે તો પર્સમાં વધુ સમય સુધી પૈસા ટકી રહે છે અને તમે બચત પણ કરી શકો છો.ઉપરાંત પર્સમાં માતા લક્ષ્મીજીનો નાનો ફોટો રાખવામાં આવે તો પણ ધન લાભ થાય છે અને ક્યારેય આર્થિક ખપત સર્જાતી નથી.
જો આ ઘરેલુ નુસખા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.