સ્ત્રીનો પહેલો મિત્ર તેનો પતિ હોય છે. તેના સુખ દુખ દરેક વસ્તુમાં તેની સાથે ઉભો રહે છે. આ વાત સામાન્ય છે. પરંતુ દરેક મહિલા તેના પતિમાં કંઈક અલગ જોવાનો પ્રયત્ન કરતી હોય છે. અને જો તે વસ્તુ એનામાં હોય તો પત્ની તરીકે તેને વધારે પસંદ આવતું હોય છે.
દરેક પતિ પત્નીને ખુશ રાખવાનો છે, પણ તે સિવાય પણ કેટલીક એવી બાબત હોય છે. જે પત્નીને તેના તરફ વધારે આકર્ષિત કરતી હોય છે. જેનાથી તેમનો સંબંધ વધારે મજબૂત બને છે. અને આ વાત માત્ર પતિને જ નહીં પ્રેમીને પણ લાગુ પડે છે. તો ચાલો જોઈએ એવી કઈ બાબતો હોય છે. જેના કારણે પત્ની કે પ્રેમીકા તેમના જ પુરુષ પ્રત્યે વધારે આકર્ષાય છે.
અન્ય સ્ત્રી સાથે- ઘણા પુરુષોનો સ્ત્રી સાથે વાત કરતા હોય છે. અને સ્વભાવિક છે કે સમાજમાં રહેતા હોવાથી સ્ત્રી સાથે વાતચીત કરવી પડે, સ્ત્રીને પણ કોઈ વાત હોય તો બીજા પુરુષ સાથે વાત કરવી પડતી હોય છે. પરંતુ જ્યારે તેનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે વાત કરે ત્યારે તેની આંખમાં જોયા વગર તેના શરીર પર નજર ફેરવતો હોય તો તે પત્નીને ગમતું હોતું નથી. એ ઉપરાંત કોઈ પુરુષ આત્મવિશ્વાસ રાખી સાહજિક રીતે આંખોમાં આંખ મિલાવી વાત કરે તો તે પુરુષ પ્રત્યે સ્ત્રી વધારે આકર્ષાય છે. પરંતુ ક્યારેય અન્ય સ્ત્રી સાથે વાત કરે ત્યારે શરીર પર નજર ફેરવે તો તે પુરુષ વિશ્વાસને લાગક ન ગણવો જોઇએ.
સ્ત્રીને એક વસ્તુ વધુ પસંદ- કોઈપણ મહિલા હોય તેને હાઈટ, બોડી વાળો પુરુષ વધારે ગમતો હોય છે. અને તેમાં પણ ખાસ કરીને તે શારીરિક ફિટ હોય તો સોને પે સુહાગા જેવી વાત છે. કોઈપણ સ્ત્રીને માંદલો કે શારીરિક રીતે ફિટ ન હોય તેવો પુરુષ ગમતો હોતો નથી. કેટલાક પુરુષો એવા હોય છે જે શરીરને પસ્તીની જેમ રાખતા હોય છે. કંઈ વધારે ધ્યાન આપતા હોતા નથી. તેવા પુરુષ જોવાનું પણ ગમતું હોતું નથી.
આ વાતનું ખાસ ધ્યાન રાખે- પુરુષનું વર્તન કોઈપણ સ્ત્રી માટે ખૂબ જ મહત્વનું હોય છે. તે કોઈપણ જગ્યાએ કેવા પ્રકારનો વ્યવહાર કરે છે. તેની નોંધ દરેક સ્ત્રી લેતી હોય છે. તેના માતા-પિતા, ભાઈ-બહેન, ફ્રેન્ડ સર્કલમાં કેવું વર્તન રાખે છે. તેનું ખાસ ધ્યાન રાખે છે. જો તે બધા સાથે પ્રેમથી વર્તે તો તેના પ્રત્યે સમ્માનની ભાવના જન્મે છે. તે સ્ત્રીને વધારે ગમે છે. જો કોઈ પરિવારની સાથે સરખી વાતચીત કે પ્રેમથી નથી વર્તન કરતો તેને સ્ત્રી ઇગ્નોર કરતી હોય છે.
જીવનમાં આ રીતે રહે- પહેલો મિત્ર તે પુરુષ. માટે જો કોઈ સ્ત્રીને પુરુષ કોઈપણ વાત હોય દરેક પડાવમાં તેનો સાથ-સહકાર આપે તો બંને વચ્ચે પ્રેમ વધે છે. ગમે તેવી પરિસ્થિતિમાં તેનો વિશ્વાસ અતૂટ રાખે અને તેની સાથે ઉભો રહે તેવો પતિ કે પ્રેમી દરેક સ્ત્રી અને પ્રેમિકાને ગમતો હોય છે. બંને આખી જિંદગી સારા મિત્ર તરીકે પસાર કરે તો વધારે પસંદ આવતું હોય છે.
છેલ્લી અને મહત્વની વાત- પુરુષમાં જો સમજદારી, મેચ્યોરિટી ન હોય તો સ્ત્રીને ગમતું હોતું નથી. કોઈપણ પુરુષ હોય તેની ઉંમર પ્રમાણે મેચ્યોરિટી ન હોય તો કોઈપણ સ્ત્રીને ગમતું હોતું નથી. તે સિવાય કેટલાક પુરુષો ઇમોશનલ હોય છે. તો તેવા પુરુષ સમાજમાં સ્ત્રીને ગમતા હોતા નથી.
તે સિવાય સ્ત્રીનું સમ્માન કરવું એજ સૌથી મોટી સંપત્તિ છે. તમારા ઘરની અને દરેક સ્ત્રીને તે જ વધારે પસંદ હોય છે. જે રીતે કોઈપણ સ્ત્રી હોય તેના પરિવારને સંભાળતી હોય છે. તે કોઈ પણ પુરુષ હોય તેની તુલનામાં આવી શકતો નથી. એટલે હંમેશાં સ્ત્રીને માન-સમ્માન આપવું જોઈએ.
જો છોકરીઓ છોકરો પસંદ કરતી વખતે તેનામાં શું જુએ છે તે વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.