👩મહાભારતમાં દ્રૌપદી ખૂબ જ મહત્ત્વનું પાત્ર છે. તે માત્ર પાંડવોની પત્ની જ નહીં એક જ્ઞાની સ્ત્રી પણ હતી. તેના પાંચ પતિ હતા તેમ છતાં તે ચારિત્ર્યવાન કહેવાતી હતી. એવી પણ કેટલીક વાતો દ્રૌપદીએ ખાસ કરીને સ્ત્રીઓને કહેલી છે જે તમને આજે જણાવીશું. જેનું દરેક સ્ત્રી તેના જીવનમાં અનુકરણ કરે તો આખું જીવન સુખમય રીતે પસાર કરી શકે છે.
👩1-દ્રૌપદી કહે છે કે કોઈપણ સ્ત્રી હોય તે સારા ચારિત્ર્યવાળી, વિચારો પણ સારા હોય અને વ્યવહાર પણ સારો કરતી હોય તેવી હોવી જોઈએ. તમારી કે બીજા કોઈની આસપાસ ખરાબ પુરુષ કે સ્ત્રી રહેતા હોય તેવા લોકોથી દૂર રહેવું જોઇએ. કેમ કે આ પ્રકારની સ્ત્રીઓ સારા ઘરને બરબાદ કરી નાખતી હોય છે. એટલા માટે બને તો સારા આચરણ વાળી સ્ત્રી ન હોય તેની સાથે મિત્રતા ન રાખવી જોઈએ.
👩2- કોઈ પણ સ્ત્રી હોય તેણે ઘરની વાતો બહાર ન કહેવી જોઈએ. એટલે દ્રૌપદી જણાવે છે કે પતિ-પત્ની વચ્ચેની વાત હોય કે ગમે તે બીજી વાત હોય ઘરના ઉંબરા બહાર ન કાઢવી જોઈએ. કેમ કે તમે જેને પણ કહેશો તે વ્યક્તિ આ વાતનો લાભ ઉઠાવી હેરાનગતિ પહોંચાડી શકે છે. માટે ઘરની વાત ઘરમાં કે બીજા ઘરના સભ્યને પણ ન કહેવી જોઈએ.
👩3- દ્રૌપદી કહે છે કે લગ્ન પછી પતિ જ પરમેશ્વર હોય છે. તેને કોઈપણ પરિસ્થિતિમાં સાથ આપવો જોઈએ. ગમે તે સ્થિતિ હોય તેની સાથે કદમ મિલાવવા જોઈએ. જીવન દરમિયાન ઘણી વખત એવા સંજોગો આવી જતા હોય છે. જેમાં ગભરાયા વગર તેનો સાથ આપવો જોઈએ. મનોબળ મજબૂત બનાવવાનું કામ એક સ્ત્રી સારી રીતે કરી શકે છે.
👩4- છેલ્લી અને મહત્ત્વની વાત દ્રૌપદી કહે છે. દરેક સ્ત્રીએ વિચારો સારા રાખવા જોઈએ. ક્યારેય નિમ્ન એટલે કે નાના વિચારો ન રાખવા જોઈએ. તેનાથી પરિવારમાં તકલીફ આવી શકે છે. તમે જ્યાં પણ જાવ આ વિચારોના કારણે ઘરમાં બરકત આવતી હોતી નથી. જેના લીધે ઝઘડા થતા હોય છે. તે સિવાય ગમે તે હોય પરિવારમાં વ્યવહાર સારો અને મતભેદ વગરનો કરવો જોઈએ.
👩પરિવારમાં દરેકના વ્યવહાર સરખા હોતા નથી. તેથી વ્યક્તિ ગમે તેવો વ્યવહાર કરે તમારે સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ. પરંતુ એક વાત ખરી કે તમારું કોઈ બીજું સ્ત્રીનું સ્વમાન હણાતું હોય ત્યારે ક્યારેય સહન કરવું જોઈએ. તેનો વળતો જવાબ આપવો જોઈએ.
👩અત્યારના સમય પ્રમાણે દ્રૌપદીએ કહેલી આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે સમયની સાથે વિચારોમાં પણ ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. જેથી સુખમય જીવન પસાર થાય અને મુશ્કેલી ન આવે તેના માટે આપણે દ્રૌપદીની વાતનું ધ્યાન રાખી જીવનમાં ઉતારવી જોઈએ.
જો દરેક સ્ત્રીને દ્રૌપદી શું કહે છે વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.