👉 દોસ્તો, વસ્તુ કોઈ પણ હોય જો તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો જ તેના ફાયદા આપણને મળે છે. તેને વધારે માત્રામાં લેવાથી શરીરને તેની કિંમત ચૂકવવી પડતી હોય છે.
👉 આ વાત આપણે સૌ જાણીએ જ છીએ કે બીટ શરીરમાં લોહીની ઊણપને દૂર કરે છે. જે લોકોને લોહીના ટકા ઓછા છે તે લોકો આ બીટનો જુદી-જુદી રીતે ઉપયોગ કરતાં હોય છે. જ્યારે આ બીટનું વધારે પડતું સેવન થવા લાગે ત્યારે તે શરીરને હાનિ પહોંચાડે છે.
👉 જે લોકોને કિડનીને લગતી કોઈ સમસ્યા છે તેમને કઈ પ્રકારની તકલીફ થઈ શકે છે ચાલો વિસ્તારથી જોઈએ. બીટમાં વિશેષ પ્રમાણમાં ઓકસાલેટ રહેલું છે જે શરીરને અનેક રીતે નુકશાન પણ પહોંચાડે છે.
👉 બીટના કારણે કિડનીને થતું નુકશાન : કિડની શરીરના મહત્વના અંગોમાંનું એક કહીએ તો તે બિલકુલ ખોટું નથી. કિડની શરીરની સફાઇ કરે છે માટે તેને શરીરનું પ્યૂરીફાયર પણ કહી શકાય. કિડની શરીરમાં જ ઉત્પાદન પામતા એવા નુકશાન કારક એસિડને તે બહાર ફેકે છે અને શરીરમાં પાણી, ખનીજ અને મીઠાની માત્રાનું સંતુલન જાળવી રાખે છે.
👉 બીટમાં ઓકસાલેટનું પ્રમાણ વધારે હોવાના કારણે તે શરીરમાં રહેલા કેલ્શિયમની કંસન્ટ્રેટ થાય છે અને તેના કારણે કિડની પોતાનું કામ સારી રીતે કરી શકતી નથી. કિડની તેને બહાર નથી કરી શકતી અને તે પથ્થર બનવા લાગે છે. જો તમને પથ્થરીની તકલીફ હોય તો તમારે વધારે પડતું બીટનું સેવન ના કરવું જોઈએ. ઓકસાલેટના સિવાય બીટમાં ફૉસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ પણ સારા એવા પ્રમાણમાં હોય છે જેની વધારે પડતી માત્રા તમારા શરીરને માટે નુકશાનકારક છે.
👉 લીવર ડેમેજ થઈ શકે છે : રિસર્ચના અધ્યયન અનુસાર બીટના વધુ પડતાં સેવનના કારણે લિવરની તકલીફ ઊભી થઈ શકે છે. બીટમાં આયર્ન, કોપર, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા છે આ તમામ મિનરલ્સ લિવરમાં જમા થવા લાગે છે અને તેને નુકશાન પહોંચાડે છે. વધારે પડતું બીટનું સેવન કેલ્શ્યમ ઘટાડે છે અને તેને કારણે હાડકાના દુખાવાની તકલીફ વધે છે.
👉 યુરીનનો રંગ બદલાઈ જાય છે : બીટનું વધારે સેવન કરવાના કારણે તેની આડ અસર થાય છે. આ લોકોના યુરીનનો રંગ ગુલાબી કે લાલાશ પડતો થઈ જાય છે. જે લોકોને આયર્નની ઉણપ રહે છે તમને આ પ્રોબ્લેમ વધારે થાય છે. જો કે આ પ્રોબ્લેમ એટલો ગંભીર ના કહી શકાય તે જલ્દીથી બરાબર પણ થઈ શકે છે.
👉 એલર્જી પ્રોબ્લેમ ઊભો થાય છે : બીટના કારણે એનાફિલેક્સિસની સમસ્યાથી શકે છે. આવ બનાવ ખૂબ જ ઓછા બનતા હોય છે. આ પ્રોબ્લેમ એક એલર્જીની જ સમસ્યા છે તેના કારણે સ્કીન પર ફોલ્લી, ખંજવાળ, સોજો અથવા તો અસ્થમાના લક્ષણો જણાવા લાગે છે. આવી સ્થિતિમાં બિટનું સેવન ના કરવું જોઈએ.
👉 બ્લડમાં સુગર લેવલવધી શકે છે : બીટમાં વધારે પ્રમાણમાં ગ્લાસેમીક ઇંડેક્સ વધારે માત્રામાં હોય છે તેના કારણે શરીરમાં સુગરનું પ્રમાણ વધે છે. બને તો ડાયાબિટીસના દર્દીએ બિટનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. જો જરૂર જણાય તો ડોક્ટરની પણ સલાહ લઈ શકાય છે.
👉 ગર્ભાવસ્થામાં મહિલા માટે નુકશાન કરતાં : બીટનું સેવન ગર્ભવતી મહિલા માટે નુકશાનકારક છે કેમ કે બીટમાં મળી રહેતું બીટાઈન બાળકને નુકશાન પહોંચાડી શકે છે. આ સાથે બીટમાં નાઇટ્રેટનું પણ ખૂબ જ ઉચ્ચું પ્રમાણ હોય છે. નાઇટ્રેટ નું ઝેર પણ બાળક માટે નુકશાન કરતાં જ છે. આમ આ બીટ ગર્ભવતી મહિલા માટે સારું નથી.
👉 બીટ કેટલી માત્રામાં ખાય શકાય : બીટનું સેવન ફાયદેમંદ તો છે પરંતુ જો તેની માત્રા યોગ્ય હોય તો. તો સામાન્ય રીતે એક વ્યક્તિ એક દિવસમાં 1 બીટ ખાય શકે છે અને જો તે જ્યુસના રૂપમાં લે છે તો 250 મિલી લઈ શકે છે. જે લોકોનું બ્લડપ્રેશર હાઇ રહે છે તેને માટે આ બીટ ઉત્તમ છે પરંતુ લો બ્લડપ્રેશરમાં બીટ નુકશાન કરતાં છે.
👉 બીટનું સેવન કરવા માટેની રીતો : બીટનું સેવન લોકો ઘણી રીતે કરતાં હોય છે. તો ચાલો જોઈએ બીટને કેવી કેવી રીતે ખાય શકાય.
👉 (1) જ્યુસ : બીટનું તમે ખૂબ જ સ્વાદિષ્ટ એવું જ્યુસ પણ બનાવી શકો છો. આ જ્યૂસમાં તમે આદું, કોથમીર, ગાજર કે લીંબુ જેવી ચીજને ઉમેરી તેમાં મરી મસાલા એડ કરીને એક ખૂબ જ સ્વાદ એવું જ્યુસ બનાવી શકો.
👉 (2) હલવો : બીટનો હલવો પણ બનાવીને તેને ખાય શકાય છે. બીટનો હલવો પણ અન્ય હલવાઓની જેમ જ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે તેની પૌષ્ટિક્તા પણ વધી જાય છે. તો આ રીત પણ ખૂબ જ બેસ્ટ છે.
👉 (3)સલાડ : સલાડના રૂપમાં આ બીટ ખાવાની સૌથી પ્રચલિત રીત છે. તેને તમે કાકડી, ગાજર, કોબી, મરચાં વગેરેની સાથે ખાય શકો છો.
👉 (4) રાયતું : રાયતું બનાવીને પણ તમે બીટનો આનંદ લઈ શકો છો. મોળા દહીંમાં બીટને છીણીને સાથે કોથમીર, દાડમના દાણા અને અન્ય મસાલા ઉમેરી બીટનું સેવન કરી શકો. આ શાહી રીત પણ લોકોને ખૂબ જ પસંદ છે.
👉 બીટનું સેવન ચોક્કસ હેલ્થ માટે ફાયદાકારક છે પરંતુ તમારે ખાસ તે જોવાનું છે કે તેની માત્રા ના વધી જાય. યોગ્ય માત્રામાં બીટ ખાવાથી ક્યારેય કોઈ નુકશાન થતું નથી. તો બીટ ખાઓ અને હેલ્ધી રહો.
જો આ બીટના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.