આપણે આજ સુધી આદુના ફાયદાઓ જ સાંભળ્યા છે ક્યારે પણ તેના નુકસાન વિષે નહીં સાંભળ્યુ. પણ આજે આ આર્ટીકલ આદુથી થતાં નુકસાન વિશે લઈને આવ્યા છીએ. જે વાંચીને તમે પણ આદુનું સેવન વધારે અને વારંવાર કરતાં હશો તો, બંધ કરી દેશો.
આમતો આદું ઔષધિય ગુણો ધરાવે છે પણ તે લિમિટમાં તેનું સેવન કરવામાં આવે તો. વધારે સેવન કરવાથી આદું શરીરમાં વધારે નુકસાન પણ કરી શકે છે. આજે તેના થોડા નુકસાન વિષે જણાવીશું અને કેવી બીમારી વાળા લોકોને બિલકુલ આદુથી દૂર રહેવું જોઈએ તેના વિષે પૂરી માહિતી આપીશું.
- પેટની સમસ્યા-
નિયમિત બનાવવામાં આવેલા ભોજનમાં તમે આદુનું ઉપયોગ કરો છો તો તે નુકસાનકારી સાબિત થઈ શકે છે. નિયમિત આદું ભોજનમાં મિક્સ કરવાથી ગેસની સમસ્યા વધારી શકે છે. સતત આદું વાળી ચા પણ ગેસ અને બળતરનું કારણ બને છે. આદુનું સેવન નિયમિત કરવું નહીં. શરદી ઉધરસ વધારે થાય ત્યારે સેવન કરવામાં આવે તો નુકસાન નહીં કરે પણ નિયમિત સેવન ટાળવું.
- હ્રદયની સમસ્યા
આદુના વધારે સેવન કરવાથી લોહી જરૂરત કરતાં વધારે પાતળું કરે છે. આ પાતળું લોહી હ્રદયની બીમારી વધારી શકે છે. આદુના સેવનથી બ્લડપ્રેશર ઘટે છે અને તેનાથી હ્રદય પર ખરાબ અસર પડે છે. પણ બધા કેસમાં આવું નથી હોતું. અમુક કેસમાં આધું હદય માટે લાભદાઈ પણ નીવડે છે. માટે આપ આપના શરીરની જરૂરત મુજબ તેને લઇ શકો છો. પણ વધુ પડતું સેવન ટાળવું.
- ડાયાબિટીસ વાળા લોકો માટે
ડાયાબિટીસના દર્દીને વધારે માત્રામાં આદુનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આદુના વધારે સેવનથી બ્લડશુગરની માત્રા બિલકુલ ઘટી જાય છે અને હાઇપોગ્લાઇસીમિયાનું કારણ બની શકે છે. બને તો ડાયાબિટીસના દર્દીને ઓછા પ્રમાણમા આદુનું સેવન કરવું. ઓછું સેવન કરવાથી ખતરો ઓછો રહે છે.
- ઝાડા થાય ત્યારે.
આદુના સેવનથી પેટની ઘણી સમસ્યામાં રાહત મળે છે તે અલગ વાત છે. અને આદુનો રસ પાચનક્રિયામાં પણ ફાયદો કરે છે. પણ જો આદું વધારે ખાવામાં કે પીવામાં ઉપયોગ કરવામાં આવેતો, આદુ શરીરને બીમાર કરતાં જરા પણ અટકશે નહીં. વધારે આદુના સેવનથી ડાયેરિયા એટલે કે, ઝાડાની સમસ્યા ઊભી કરે છે અને એસિડિટી પણ થઈ શકે છે.
- બ્લડ પ્રેશરની સમસ્યા (BP)
બ્લડપ્રેશરની સમસ્યા વાળા લોકોને આદુંને બિલકુલ ઓછી માત્રામાં ખાવું જોઈએ. વધારે આદુનું સેવન થવાથી BP ઓછું થાય છે એટલે કે, હ્રદયને કમજોર બનાવે છે અને હ્રદયના ધબકારાની ગતિ પણ ધીમી કરે છે. BPની સમસ્યા વાળા લોકોને વધારે આદુના સેવનથી બચવું જોઈએ. પણ જો તમે નોર્મલ રીતે આદુનું સેવન કરતા હોવ તો કોઈ સમસ્યા નથી.
- ગર્ભવતી મહિલા
ગર્ભવતી મહિલાને ઓછી માંત્રામાં આદું ફાયદાવાળું રહે છે. ઉલ્ટી કે ઘબરાહટ જેવી સમસ્યાને ઓછી કરે છે પણ વધારે માત્રામાં સેવન કરવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન કરે છે અને ગર્ભપાતની સમસ્યા પણ કરી શકે છે. ગર્ભવતી મહિલાને ખાસ આ વાત યાદ રાખવી કે, આદુનું સેવન ઓછા પ્રમાણમા કરવું. આ વાત નો અમલ કરતા પહેલા દોત્રની તપાસ કરવી અને સલાહ લેવી જરૂરી છે.
- સ્કીન માટે
આદુનો રસ ચામડી માટે ઘણો ફાયદા વાળો રહે છે પણ કોઈક લોકોને આદુની એલર્જી પણ થઈ શકે છે. એવા સમયે તે વ્યક્તિને આદુને ચામડી પર લગાડવું નહીં. નહિ તો, ચામડીમાં બળતરા થાય છે અને એલર્જી વધવાથી આંખોને પણ નુકસાન કરી શકે છે. આદુને સ્કીન પર લાગવું નહીં અને સેવન પણ ઓછી માત્રામાં કરવું. પણ જો આપને એલર્જી ના હોય તો તેનું સેવન કરવામાં કે લગાવવામાં વાંધો નહિ.
- એલર્જી માટે
કોઈ કોઈ લોકોને આદુના સેવનથી મોમાં ચાંદા અથવા મોમાં છાલા પડી શકે છે. તેને ઓરલ એલર્જી સિન્ડ્રોમ કહેવાય છે. કોઈ કોઈ વ્યક્તિને આદુના સેવનથી મોઢામાં બળતરા કે છાલા પડી જતાં હોય છે તેને આદુના સેવનથી બચવું જોઈએ.
તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનું ઓપરેશન થવાનું હોય તો, 2 અઠવાડીયા પહેલાથી આદુનું સેવન ટાળવું જોઈએ. આદુના સેવનથી લોહી પાતળું પડે છે અને ઓપરેશનના સમયે તમારા શરીરની અંદરથી લોહી પાતળું હોવાના કારણે વધારે બહાર નીકળે છે જે મુશ્કેલી ઊભી કરી શકે છે. પણ આ બાબતે ડોક્ટરની સલાહ લેવી વધુ જરૂરી છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.