💁આજના સમયમાં ખૂબ જ નાની ઉમરમાં પણ લોકોને હાર્ટને સંબંધિત તકલીફ થતી જોવા મળે છે. જો તમારે તમારું હાર્ટ નબળું છે કે મજબૂત તો તેના માટે એક ખૂબ જ આસન રીત છે એ ચેક કરવા માટે તમારે પગથિયાં ચડવાના છે આમ તમે એકદમ સરળતાથી હાર્ટ ચેક કરી શકશો.
💁આ જે પ્રયોગ છે તે સ્પેનના કાર્ડીયોલોજિસ્ટ ડૉ. જિસસ પેટ્રીએ હાર્ટની સ્વસ્થતા જાણવા માટે એકદમ સરળ ઉપાય જણાવ્યો છે. તેઓના મત અનુસાર જે કોઈ વ્યક્તિ 1 મિનિટમાં 15-15 પગથિયાના 4 સેટ એટલે કે કુલ 60 પગથિયાં ચડી શકે એટલે તે વ્યક્તિનું હદય એકદમ બરાબર છે.
💁જો તમારે જીવનભર હેલ્ધી રહેવું છે તો કઈ ઉંમરે કઈ કસરત કરવી :
👦1. 20 વર્ષની ઉંમર સુધી : તમારું હાર્ટ વિશેષ પંપ કરે છે તેના માટે ખૂબ જ ખેલો, રમત રમો, સાયકલિંગ કરો, એરોબિકસ કરો. આવા પ્રકારની એક્સરસાઈઝ હાર્ટને પંપ કરે છે. તેના માટે બાળકોને ક્યારેય ખેલકુંડમાં ના રોકવા જોઈએ. તેઓને ખૂબ રમવા દેવા જોઈએ. તેઓ ભલે પછી સ્કૂલ, ઘર, મેદાન કોઈ પણ જગ્યાએ રમે તેને એ ટાઈમ આપવો જ જોઈએ. તેના હાર્ટને માટે બાળકો એરોબિકસ ની પ્રવૃતિ પણ કરી શકે છે.
👨🦱2. 21 થી 40 વર્ષના લોકોએ આ એક્સરસાઇઝ કરવી : 21ની ઉંમર એટલે કે યુવાનીનો ગાળો. આ ઉંમરમાં શરીર ખૂબ જ લચીલું અને સ્ફૂર્તિલુ હોય છે. તેથી હાર્ટને મજબૂત બનાવવા માટે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરવી. તમારા વજનને વધવા દેશો તો તે તમને તમારી આગળની લાઈફમાં તકલીફ આપશે. આ ઉંમરમાં વેટલીફટિંગ ખૂબ જ સારી કસરત છે. આ તમામથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર બરાબર રહે છે.
👨3. 41 થી 60 વર્ષના લોકોના માટે ખાસ : 40 વર્ષ બાદ સ્ત્રી-પુરુષ બંનેને સ્વાભાવિક રીતે જ શરીર થોડું કમજોર પડવા લાગે છે. હોર્મોન્સમાં ગિરાવટ, માંસપેશીઓની નબળાઈ જેવી ઘણી તકલીફ જોવા મળે છે. બ્લડપ્રેશર તેમજ હાર્ટને લગતી પણ તકલીફો ઊભી થવા લાગે છે. આ તમામથી જો બચવા માંગો છો તો એક ઉપાય છે એકસરસાઇઝ.
👨જો તમારા હાથ, પગમાં દુખાવો થવા લાગે તો તમે સાઈકલિંગ, સ્વિમિંગ જેવી કસરત કરી શકો. 50 ની ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફાર થવા લાગે છે. પાચન શક્તિ પણ નબળી પડવા લાગે છે. આમ કસરત એક બેસ્ટ ઉપાય છે. જેનાથી હેલ્ધી રહી શકાય.
👨🦳4. 60 વર્ષ બાદ શું કરવું જોઈએ : 60 વર્ષ બાદ જો એકદમ સ્વસ્થ રહેવું છે તો ઓછામાં ઓછા 5 દિવસ એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી બને છે. આ ઉંમરમાં મોટા ભાગે લોકો શારીરિક ગતિવિધિ ખૂબ જ ઓછી કરવા લાગે છે અને તેથી જ હાર્ટને લગતી બીમારીઓ મોટા ભાગે લોકોને થાય છે.
👨🦳એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળે છે કે જે લોકો 60 બાદ કસરત યોગની સાથે શારીરિક ગતિવિધિ કરતાં રહે છે. તેમા હાર્ટને લગતી બીમારીમાં 11 % જોખમ ઘટી જાય છે. જે લોકો શારીરિક ગતિવિધિ નથી કરતાં તેઓમાં 27 % જોખમ વધે છે. આ ઉંમરે તણાવ મુક્ત જીવન હોવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે યોગ ખૂબ જ બેસ્ટ ઉપાય છે.
જો આ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.