🏋️♀️ સુંદર અને સુડોળ શરીર દરેક મહિલાને પસંદ છે પરંતુ આજના લોકોની દિનચર્યા અને તેની ખાણી- પીણી જ એવી બની ગઈ છે કે સૌ કોઈનું વજન ખૂબ જ ઝડપથી વધતું જાય છે. અતિ મેદસ્વિતાના કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. મહિલાઓમાં તો શરીરના અમુક ભાગ જેવા કે હિપ્સ, જાંઘો અને પગ પર વિશેષ પ્રમાણમાં ચરબી જામે છે અને તેને કારણે તેમનું શરીર ખૂબ જ બેડોળ લાગે છે.
🏋️♀️ આજની મહિલાઓ જીન્સ જેવા આઉટ ફિટ પહેરવાનું પસંદ કરે છે તો આ બેડોળ શરીર તેમાં બાધક બને છે. તે પોતાના બેડોળ બનેલા શરીરને ફરી સુડોળ બનાવવા માટે તમામ પ્રયાસો કરવા માટે તૈયાર હોય છે. તો આવી તમામ લેડી માટે અમે ત્રણ એવી એક્સસાઈઝ લાવ્યા છીએ કે જે તમારા શરીરના આ ત્રણેય ભાગની ચરબીને ઘટાડી તમારા શરીરને એક સુંદર લુક આપશે.
🏋️♀️ શું તમે તમારા શરીરના આ ત્રણેય ભાગની ચરબીને ખૂબ જ ઝડપથી ઘટાડીને ફિગર મેન્ટેન કરવા માંગો છો તો તેના માટે તમારે વિચાર કરવાની જરા પણ જરૂર નથી આજથી જ અમે તમને જણાવીએ તે કસરત કરવા લાગો. અમે તમને જે કસરત જણાવીએ તે જો તમે એકદમ સરળતાથી કરી શકો તો તેને એક સેટની સાથે જ શરૂ કરવી જો તે કરવામાં તમને કોઈ તકલીફ ના લાગે તો તે કસરત તમે બે સેટમાં પણ કરી શકો છો આમ તમારે તેને વધારવી હોય તો તે વધારી શકાય છે.
🏋️♀️ ખુરશી રૂપ : આ આસનને તમે કરો તે દરમ્યાન તમે ખુરશીમાં બેઠા હોય તેવો પોઝ આપવાનો છે માટે તેને ખુરશી રૂપ એવું નામ આપેલું છે. સૌથી પહેલા તમારે એકદમ સ્ટ્રેટ એટલે કે તાડાસનની પોઝીશનમાં આવી જવાનું છે. હવે તમારે તમારા પગને અને હિપ્સના ભાગને એવી રીતે વાળવાના છે કે જેમ તમે ચેર પર બેઠા હોય. આટલું કરીને તમારા બંને હાથને માથા ઉપર એકદમ સિધ્ધા જ કરીલો.
🏋️♀️ બરાબર પોઝીશનમાં આવીને તમારે ઊંડા શ્વાસ લેવાના છે અને છોડવાના છે. જ્યાં સુધી તમે આ પોઝીશનમાં રહી શકો ત્યાં સુધી રહો અને પછી તે છોડો. આમ કરવાથી તમારા સમગ્ર શરીરનો વજન તમારા પગ, હિપ્સ અને જાંઘો પર પડે છે અને તે ભાગની ચરબીને ઘટાડે છે.
🏋️♀️ ડંબલ લેજસ : સૌ પહેલા તો તમારી પીઠને હાથથી સીધી કરીને તે પછી જમણા પગને રિવર્સ લંગસ કરો. તેવી જ રીતે ડાબી બાજુથી પણ કરો. તમારા પગને એક ડીપ લેજસ કરવાની કોશિશ કરો. જો તમારી પાસે ડંબલ ના હોય તો તેના ઓપ્શન રૂપ કોઈ અન્ય ચીજને પણ તમે લઈ શકો છો.
🏋️♀️ સાઈડ લેગ રેજસ : આ કસરત કરવા માટે તમારે નીચે ફર્શ પર કાર્પેટ લગાવીને તેના પર જમણી સાઈડ ફરીને સુવાનું છે. શરીરનું પૂરું વજન તે દરમ્યાન તમારા જમણા હાથ પર જ આવશે. ડાબા હાથને સાઈડ પર રાખો. આ પોજીશન બાદ તમારે ડાબા પગને ધીરે ધીરે ઉપરની તરફ કરવાનો છે પગ જેટલો ઉપર થાય તેટલો કરવો અને થોડો સમય તેમજ રાખીને તે મુજબ બીજી સાઈડ પણ કરો.
🏋️♀️ જમ્પ ક્રંચેસ : આ કસરત માટે તમારે તમારા ઘૂટણને થોડા વાળવા અને બંને હાથને ઉપરની તરફ એકદમ સ્ટ્રેટ કરો. આ પોઝીશન બાદ તમારે ઉપર જમ્પ કરવાનો છે અને તે જેટલા થાય તેટલા કરતાં રહો. આ એક્સસાઈઝમાં શરૂમાં થોડી તકલીફ પડશે પણ પછી તે તમે સરળતાથી કરી શકશો.
🏋️♀️ જમ્પ લેજસ : આ કસરત કરવા માટે તમારે તમારા ડાબા પગની સાથે આગળ તરફ નમો. પીઠને સિધ્ધી રાખીને જમણા ઘૂટણને ડાબી બાજુથી નીચે તરફ રાખો, તમારા જમણા પગની સાથે હવામાં પગને બદલો અને લેજસ પોઝીશનમાં ઊતરો. આ કસરત તમે ધીરે ધીરે વધારી શકો છો. શરૂમાં તમે 10 થી 15 રેપ્સ કરો અને પછી તેને વધારતા જાઓ.
જો ચરબી ઘટાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.