👉આજકાલ દરેક સ્ત્રીના શરીર પર મેદસ્વીતા એટલી વધી જાય છે કે અનેક પ્રયત્નો કરવા છતાં શરીર ઓછું થતું નથી. તેમાં પણ ખાસ કરીને પીઠની ચરબી અને ડોકની ચરબી એટલી વધી જાય છે કે શરીર બેડોળ લાગવા લાગે છે. તેનું કારણ છે આપણા બેસવાની રીત ખરાબ હોવી જેના લીધે ગળાનો ભાગ વધી જાય છે.
👉એટલું જ નહીં ઘણી મહિલાઓ જ્યારે બ્રા અથવા બ્લાઉઝ પહેરે ત્યારે નીચે પીઠની ચરબી દેખાવા લાગતી હોય છે. તે ઉપરાંત આપણે જ્યારે પણ સાડી પહેરીએ ત્યારે તેનો આકાર ખરાબ દેખાય છે. તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને એક એવી કસરત વિશે જણાવીશું જેનાથી તમે ઘરમાં રહીને જ ચરબીમાંથી છુટકારો મેળવી શકશો. લટકતી પીઠની ચરબીની સાથે તમે નેક ફેટ પણ ઘટાડી શકશો.
👉કસરત કર્યા પહેલા આ કામ કરવું- દરેક વ્યક્તિ આ કસરત કરે તે પહેલા આ કામ ખાસ કરવું જોઈએ. ઘણા લોકો ખભો વાંકો રાખી ચાલતા હોય છે. નેક હંપ અને બફેલો હંપ આવતો હોય છે, કરોડરજ્જુની શરૂઆતમાં, અમુક ચરબી ગરદનના ભાગમાં ભેગી થવા લાગતી હોય છે. તેથી બને ત્યાં સુધી કોશિશ કરવી જોઈએ કે સીધા ચાલવાનું છે. જેથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. પીઠ અને નેકની ચરબી ઓછી કરવા માટે તમારે એક્સરસાઈઝ તો કરવી જ પડશે સાથે સાથે સીધું ચાલવાનું પણ છે.
👉YWTL કસરત- આ કસરત આલ્ફાબેટ પ્રમાણે કરવાની રહેશે. ખૂબ જ સરળ એક્સરસાઈઝ છે. આ કસરતમાં તમારે YWTL ના આલ્ફાબેટ બનાવવાના છે. જેનાથી નેક અને બેક પર સારી અસર પડતી હોય છે. સીધા ઉભા રહીને તમારે દરેક પોઝિશનને 30 સેકન્ડ હોલ્ડ કરવાની છે. એટલે કે દરેક લેટર પાછળ 30 સેકન્ડ જેટલો સમય આપવાનો છે. તેનાથી તમારા નેક, બેક, હાથ પર પ્રેશર બનવું જોઈએ. જેનાથી ખૂબ ઝડપથી ફાયદો થતો જણાશે.
👉કેવી રીતે કરવી કસરત– સૌથી પહેલા હાથને સ્ટ્રેટ રાખો, થોડા પણ ખભા ઝુકાવશો નહીં. હવે એક પછી એક ઉપર જણાવેલ આલ્ફોબેટ બનાવવાની કોશિશ કરો. જેનાથી પીઠની ચરબી અને ગરદનની ચરબી ઘટવા લાગશે.
👉શોલ્ડર બેન્ડ- વધારે સમય ખભા નમતા રહેવાને કારણે પીઠના ભાગમાં ફેટ જમા થવા લાગે છે. તેને ઓછું કરવા માટે તમારે ખભાની એક્સરસાઈઝ કરવી જરૂરી છે. આ એક્સરસાઈઝ તમારે 2 મિનિટ સુધી કરવાની રહેશે, જેની સીધી અસર ખભાના મસલ્સ પર પડશે. તેનાથી તમારી નેકની ફેટ પણ ઓછી થતી જશે.
👉કેવી રીતે કરશો- બંને હાથ કમર પર રાખવા પછી ખભાને આગળ-પાછળ કરવા. આ એક્સરસાઈઝ કરો ત્યારે ધ્યાન રાખવું કે ખભા તમારા સ્ટ્રેટ હોવા જોઈએ.
👉વોલ પુશ અપ્સ- આ કસરતમાં તમારે વોલ પુશ અપ્સ કરવાના છે. આ ખૂબ જ સહેલી અને વધુ ફાયદાકારક કસરત છે. તેનાથી તમારી પીઠની ચરબી ઝડપથી ઘટવા લાગશે. આ કસરતથી તમારા હાથ પર ક્યારેય પ્રેશર આવશે નહીં.
👉કેવી રીતે કરવી- તમારું બોડી થોડું સ્ટ્રેટ રાખો, દીવાલ પર બંને હથેળીઓ ખભાની લંબાઈ પર મૂકો. આ પોઝિશનમાં ઉભા રહો. પછી દીવાલનો સહારો લઈ પુશ અપ્સ કરવાનું ચાલુ કરો.
👉એક્સ્ટ્રા ટિપ્સ- જો ઉપર જણાવેલ કસરત ન કરવી હોય તો આ એક મુદ્રા કરીને પણ તમે નેક અને બેકની ચરબી ઘટાડી શકો છો. બંને હાથને પાછળ રાખી પાછળની સાઈડ પુલ કરવું, ગળાને પણ પાછળની સાઈડ નમાવવું. જેનાથી નેક સ્ટ્રેચિંગ સારું થશે. આ પોઝિશન તમે 15 સેકન્ડ સુધી કરવાની કોશિશ કરો. થોડા દિવસમાં જરૂર ફાયદો થશે.
જો આ પીઠની ચરબી ઘટાડવાની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.