મિત્રો તમે જયારે સવારે જાગો છો ત્યારે સૌપ્રથમ શું કરો છો. સામાન્ય રીતે દરેક લોકો કા તો આળસ ખાશે, કા તો આંખો ચોળે છે, કા તો અડધી આંખ ખોલેલી હોય અને અડધી બંધ હોય, અથવા આજના યુગ પ્રમાણે સૌથી પહેલા હાથમાં મોબાઈલ લઈને વોટ્સપ કે ફેસબુક જોવા લાગે છે. ઘણા લોકો તો ઉઠતાની સાથે પહેલા બધાને good morning નો મેસેજ મોકલી દે છે.
અત્યારના સમયમાં બધાજ સુંદર દેખાવા માંગે છે ખાસ કરીને દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે સૌથી સુંદર, આકર્ષક દેખાઈ. તે માટે દરેક સ્ત્રી મોઘી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે, અથવા મોઘા પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. પણ જો તમે તમારી પથારીમાં જ આવા ખુબ જ સરળ ઉપાયો અજમાવી જોશો તો તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવાની જરૂર નહી રહે.
આ ઉપાય એવો છો કે જેમાં તમારે કોઈ ખર્ચ નથી કરવાનો પણ પોતાના ઘરે જ અને સવારમાં ઉઠતાની સાથે કરવાનો છે. જી હા, કોઈપણ ક્રીમ, કે પેસ્ટ લગાવ્યા વગર જ તમે તમારો ચહેરો આકર્ષક બનાવી શકો છો. ચાલો તો આ સરળ એવા ઉપાય વિશે વિસ્તારથી જાણી લઈએ.
આ સરળ અને સહેલો ઉપાય છે તમારે દરરોજ નિયમિત રીતે પથારીમાં બેઠા બેઠા જ આ કસરત કરવાની છે. કહેવાય છે કે જો તમે પોતાના દૈનિક રૂટીન માં કસરત નો સમાવેશ કરો છો તો તેનાથી તમારા ચહેરા પર ખાસ અસર જોવા મળે છે. તેનાથી તમારું શરીર ફીટ રહે છે. આંખ નીચે જો ડાર્ક સર્કલ થઇ ગયા હોય તો તે કસરતથી દુર થઇ જાય છે. ચહેરા પરની સુંદરતા ખીલી ઉઠશે.
મિત્રો તમારે સવારે ઉઠતાની સાથે કસરત કરવાની છે. જે ખુબ સામાન્ય છે. જેમાં પહેલી કસરત સ્પાઉટ છે. એટલે કે તમારે પોતાના ગાલને અંદરની બાજુ ખેચવાના છે. આમ કસરતમાં તમારે એક સેકંડ ગાલને અંદરની બાજુ જ રાખવાના છે. જયારે આ કસરત તમારે 12 થી 15 વાર કરવાની છે. આમ કરવાથી તમારા ગાલનો ભાગ ઉપસી આવશે. અને ચહેરાનું તેજ વધી જશે, સુંદર બનશે, ગ્લોઇન્ગ બનશે.
હવે પછીની બીજી કસરત છે કે તમારે તમારા હોઠને ધીમે ધીમે અંદરની બાજુ લઇ જવાના છે. અને પછી બહાર લાવવાના છે. પણ હા બંને હોઠ એકસાથે અંદર અને બહાર કરવા. થોડી સેકંડ સુધી આવી જ સ્થિતિ રાખવાની છે. જયારે આ કસરત પણ તમારે 8 થી 10 વખત કરવાની છે. આમ કરવાથી ચહેરામાં દાઢીના ભાગે જે ફેટ હશે તો તે ઓછી થઇ જશે.
જયારે ત્રીજી કસરત છે તમારે આમાં પોતાનું મોઢું થોડું ઉપર લઇ જવું. હવે તમારે પોતાનું મોં એ રીતે હલાવો જે રીતે તમે પાણી પીતા હો તેમ. જયારે આ કસરત તમારે 5 થી ૭ મિનીટ માટે કરવાની છે. આમ કરવાની જો તમારા ગળામાં વધારાની ચરબી હશે તો તે રીમુવ થશે. ચહેરાના મસલ્સ મજબુત બનશે. તેમજ ગાલની વધારાની ચરબી પણ દુર થશે. આમ કરવાની તમારા ચહેરાનો આકાર ભરાવદાર, આકર્ષક, સુંદર અને ચમકદાર બનશે.
પછીની કસરત પણ સવારે ઉઠતાની સાથે કરવાની રહેશે. જ્યારે પણ સવારે પથારીમાં જાગીને બેસો ત્યારે આંખો ખોલવા પહેલા તમારા બંને હાથની હથેળી એક બીજા સાથે ઘસીને ગરમ કરવી થોડી ગરમ થાય પછી તે હથેળી આંખો પર રાખવી અને પછી તે હથેળી આંખો પરથી લઈને ગાલ પર રાખવી અને પછી આંખો ખોલવી. આ કસરત કરવાથી તમને એમ થશે કે શું ફાયદો છે, આ કસરતનો તો સમજી લો કે, આ કસરત કરવાથી આંખોમાં તેજ વધે છે અને આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થવા લાગે છે.
હવે પછીની કસરતમાં તમારે પોતાનો ચહેરો આકર્ષક બનાવવા પથારીમાં બેઠા એક કસરત કરવાની છે. તમારે પોતાના મોંમાં માં હવા ભરવાની છે. અને પછી મોં બંધ કરી દેવાનું છે. જયારે આ સ્થિતિ થોડી સેકંડ માટે રાખવી. પછી મોં ખોલી હવા બહાર કાઢી લેવી. પણ યાદ રાખો કે મોંમાં જેટલી હવા ભરાઈ તેટલી ભરી લેવાની છે. તેનાથી ચહેરા પરનું બ્લડ સર્ક્યુલેશન વધશે. ચહેરો ગ્લોઇન્ગ થવા લાગશે.તેમજ ચહેરાની ચામડી ચમકવા લાગશે. આ પ્રક્રિયા તમારે 12-13 વખત કરવાની છે.
આમ જો તમે પથારીમાં આળસ ખાતા હો તો હવે પછી તે સાઈડ માં મૂકી દો અને ઉઠતાની સાથે આ કસરત જરૂર કરો. તેનાથી તમને થોડા જ સમયમાં સારું પરિણામ જોવા મળશે. આ ઉપાય આયુર્વેદમાં જણાવવામાં આવેલા છે. આટલી કસરત કરવાથી ક્યારે પણ તમને કોઈ નુકસાન નહીં થાય.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.