👩ચહેરાને હંમેશાં યુવાન રાખવા માટે તમે ઘણી અલગ-અલગ પદ્ધતિઓ અપનાવતા હશો. બજારમાં ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ થાય છે, જે તમારા ચહેરાને ચમકાવવાનો ખોટો દાવો કરે છે. તેમાં તમારા માત્ર પૈસા બરબાદ થતાં હોય છે. તેમાં કોઈ પ્રકારનો ફાયદો થતો હોતો નથી. આ બધી વસ્તુ કરતાં કુદરતે આપણને બ્યુટી માટેની એટલી સુંદર ભેટો આપેલી છે, જેનો ઘરે સરળતાથી ઉપયોગ કરીને તેના કરતાં પણ વધારે સુંદર બની શકો છો.
👩તમારી ત્વચાને કાયમી યુવાન અને ચમકીલી રાખવા માટેનો કુદરતી ખજાનો છે મુલતાની માટી. મુલતાની માટીનું ફેસ પેક ઘરે બનાવી નિયમિત ફેસ પર લગાવાથી સ્કીન પર નિખાર આવવા લાગશે. એટલું જ નહીં જો તમારા વાળમાં પણ તેનો ઉપયોગ કરશો તો વાળને પણ મુલાયમ બનાવશે. ચાલો જાણીએ તેના ઉપયોગ વિશે.
👩પેસ્ટ બનાવવાની રીત- દરેક સ્કીન પર માટીની પેસ્ટ બનાવવા માટે એક જ રીત હશે. રોજ રાત્રે મુલતાની માટી પાણીમાં પલાળી દેવી. પણ જેટલી માત્રામાં માટી હોય તેટલી જ માત્રામાં પાણી લેવાનું રહેશે. જેથી પેસ્ટ જાડી રહે. બાકી વધારે પાણીથી પેસ્ટ પાતળી થઈ જશે. પેસ્ટ એકદમ સોફ્ટ બને તેનું ખાસ ધ્યાન રાખવું.
👩ડ્રાય સ્કીન માટે- જે લોકોની સ્કીન ડ્રાય હોય તે પણ આ માટીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેને લગાવવાની રીત અલગ હોય છે. બે ચમચી મુલતાની માટી લેવી પછી તેમાં એક ટેબલ સ્પૂન મધ અને એટલા પ્રમાણમાં એલોવેરા જેલ મિક્સ કરો. તેને ફેસ પર લગાવો. 15 મિનિટ સુધી આ મિશ્રણ ફેસ પર લગાવી રાખો, તે સુકાય જાય ત્યાર બાદ સાદા પાણીથી સાફ કરી લો. ત્યાર બાદ ક્રિમ જરૂર લગાવો.
👩સ્કીન પર ગ્લો લાવવા- સ્કીન પર ગ્લો લાવવા માટે 2 ચમચી મુલતાની માટી, તેમાં એક ચમચી દહીં, 1 ચમચી હળદર મિક્સ કરી એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને 20 મિનિટ સુધી ફેસ પર લગાવી રાખો બરાબર સુકાય જાય એટલે નોર્મલ પાણીથી ધોઈ નાખો.
👩ઓઇલી સ્કીન- જેની સ્કીન ઓઇલી હોય તેમને શિયાળા કરતાં ઉનાળામાં વધારે ખીલ ફેસ પર થતાં હોય છે. એટલું જ નહીં દાગ-ધબ્બા પણ થઈ જતાં હોય છે. તેનાથી બચવા માટે મુલતાની માટી બેસ્ટ છે. 2 ચમચી માટીની પેસ્ટ, 1 ચમચી ગુલાબજળ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ફેસ પર લગાવો. 15 મિનિટ લગાવ્યા બાદ સુકાવા દેવી બરાબર સુકાય જાય એટલે સાદા પાણીથી ધોઈ નાખવી. ચહેરો કોરો કરી વોટર બેસ્ડ મોઈશ્ચરાઈઝર લગાવો.
👩વાળને સોફ્ટ બનાવવા- શિયાળામાં દરેકને માથામાં ખોડો થવાની સમસ્યા થતી હોય છે. તો તેના માટે મુલતાની માટી એક સારો ઉપાય છે. રાત્રે માટીને વાસણમાં પલાળી દો. પછી સવારે તેને બરાબર હલાવી વાળમાં નાખો. આ પેસ્ટ વાળના મૂળ સુધી પહોંચે ત્યાં સુધી લગાવવી. 5 મિનિટ સુધી મસાજ કરો. પછી વાળને સાદા પાણીથી ધોઈ નાખો. આ પેસ્ટ લગાવ્યા બાદ તમારા વાળ કોમળ અને ખોડો હશે તેનાથી છુટકારો મળશે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.