📰 સવારે ઉઠતાની સાથે ઘણા લોકોને બે જ વસ્તુ યાદ આવતી હોય છે. એક ચા અને બીજુ ન્યુઝપેપર. કોઇ પણ પરિસ્થિતિ હોય ન્યૂઝ પેપર ન આવે તો મન આકુળ વ્યાકુળ થઇ જાય છે. હાલના ડિજીટલના યુગમાં પણ કેટલાક માણસો એવા છે કે તેમને સવાર સવારમાં છાપુ હાથમાં લઇ ન વાંચે તો ચેન પડતું હોતુ નથી. પેપર નાખનારા વ્યક્તિની તો જાણે કાગડોળે રાહ જોતા હોય છે.
📰 ન્યૂઝ પેપરમાંથી આપણને ઘણું બધુ જાણવા મળી રહે છે.પરંતુ ધ્યાન ક્યારેય છાપાની નીચેની બાજુ ગયુ છે ? જ્યાં ચાર અલગ-અલગ રંગના ટપકાં આપેલા હોય છે. એ ટપકાં શાના અને શા માટે આપવામાં આવે છે તે ક્યારેય વિચાર કર્યો છે? ચાલો જાણીએ આ ટપકાં પાછળનું સત્ય.
📰 આ કારણથી આપવામાં આવે છે 4 કલરના ટપકાં :-
👉 ન્યૂઝ પેપરમાં આ ટપકા કોઇ ડિઝાઇન માટે નથી આપ્યા હોતા તેનું અલગ જ મહત્વ હોય છે. પેપરની નીચેની બાજુ ચાર કલરના ટપકાં અથવા કોઇ પેપરમાં હાર્ટ શેપ આપવામાં આવતા હોય છે. જે કેટલીક એવી વસ્તુ હોય છે તેનાથી માહિતગાર કરે છે.
👉 આ પ્રાથમિક કલર હોય છે એટલે કે આ કલરનો ઉપયોગ કરીને બીજા અન્ય કલર બનાવવામાં આવતા હોય છે આ કલરને CMYK તરીકે ઓળખવામાં આવે છે. આ CMYK પણ કલરનું શોર્ટ નામ છે. એટલે કે C-cyan (બ્લુ)🔵, Y-Yellow (પીળો)🟡, M-magenta (લાલ)🔴, અને છેલ્લે k-key (બ્લેક)⚫ કલર થાય છે. આ રીતે 4 અલગ-અલગ કલર હોય છે.
👉 પહેલા ન્યુઝ પેપર માત્ર બેલ્ક એન્ડ વાઇટ કલરમાં જ આવતા હતા જે હવે બધા જ કલરમાં એટલે કે કલરફૂલ થઇ ગયા છે. માટે જ્યારે પણ ન્યૂઝ પેપર વાંચતા હોય ત્યારે આ CMYK સિકવન્સમાં કલર હોય તો તમારે સમજી જવાનું કે જેટલા પણ ફોટો પેપરમાં આપેલા છે તે બધા સારા છે. કોઇપણ ફોટો બ્લર કે કપાતો નથી. અથવા પ્રિન્ટ સારી ન હોય તો પણ આ કલરમાં ફેરફાર હોય છે.
👉 ઘણી વખત સિકવન્સ ન જળવાય તો સમજવું કે કોઇ ફોટો સરખો નથી આવ્યો અથવા તેની પ્રિન્ટ સારી નીકળી નથી અથવા બ્લર થઇ ગયો છે. તમે ઘણીવાર ન્યૂઝ પેપરમાં બ્લર ઇમેજ પણ જોઇ હશે. તે બ્લર ઇમેજ 4 માંથી 1 કલર ખૂટી ગયો હોય અથવા ઓછો થઇ ગયો હોય એટલે આવે છે.
👉 આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે રોજના લાખોની સંખ્યામાં ન્યુઝ પેપર છપાતા હોય છે. તો દરેક છાપાના પ્રિન્ટની ક્વોલિટી જાળવી રખાતી નથી. આ ટપકાંના કલરની મદદથી જાણી શકાય છે કે ક્યા પેપરની પ્રિન્ટ સરખી નથી આવી. જો કોઇ છાપાની પ્રિન્ટ સરખી ન આવી હોય તો ટપકાંની મદદથી જાણી તેની પ્રિન્ટ ફરી સરખી કરવામાં આવે છે.
📰તે સિવાય પણ કોઇ વખત એવું પણ બનતું હોય છે કે છાપામાં કોઇ એક કલર કપાતો હોય તો સમજવું કે એ પ્રિન્ટમાં થોડી મિસ્ટેક છે એટલે કે પ્રિન્ટ બ્લર હશે. આ રીતે તમારા ઘરે આવતા પેપરના ટપકાં પરથી જાણી શકશો કે છાપાની પ્રિન્ટ બરાબર છે કે નહીં.
જો આ ન્યુઝ પેપર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.