ડાયાબિટીસ તે રોગોમાંથી એક છે, જેના કારણે તે લાંબા સમય પછી જોવા મળે છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે લગભગ 90 ટકા લોકોને ખબર નથી કે તેઓ ક્યારે ડાયાબિટીસથી પીડિત છે. ઉંમરના તબક્કામાં આવીને શરીરમાં આવતા ગંભીર ફેરફારો બતાવે છે કે ડાયાબિટીસ જેવી બીમારીએ આપણને પકડી લીધો છે. તેની પાછળ ખાનપાન, ખરાબ જીવનશૈલી અને આનુવંશિક કારણો હોઈ શકે છે. તે શરીરને બે રીતે અસર કરે છે. કેટલાક બ્લડ શુગર વધુ રહે છે, જ્યારે કેટલાક લોકોમાં ઘટાડો પણ થઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, હાઇ બ્લડ શુગર લેવલ સમસ્યાઓ બનાવે છે.
ડાયાબિટીસને કારણે શરીરમાં ઈન્સ્યુલિનના ઉત્પાદનમાં સમસ્યા થાય છે. ભૂખ ન લાગવી, વધુ પડતી તરસ લાગવી અને વારંવાર પેશાબ કરવો જેવા ફેરફારો તેના લક્ષણો માનવામાં આવે છે. યોગ્ય આહાર અને શ્રેષ્ઠ દિનચર્યા એ ડાયાબિટીસને નિયંત્રિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. આહારનું ધ્યાન રાખવા ઉપરાંત કેટલીક સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવાથી પણ તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સપ્લીમેન્ટ વ્હે પ્રોટીન આ રીતે છે ગુણકારી- રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે જો તમે ભોજન પહેલા થોડું વ્હે પ્રોટીનનું સેવન કરશો તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરશે. તે મસલ્સ સારી રીતે બનાવે છે અને ટાઈપ-2 ડાયાબિટીસ જે દર્દી હોય છે તેને ઘણું લાભદાયી નીવડે છે.
વ્હે પ્રોટીન બે પ્રકારે કાર્ય કરે છે. તેનાથી પાચનતંત્રની જે સિસ્ટમ છે, તેનાથી જલદી નીકળી જાય છે. અને બીજું તે શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધવા દેતું નથી. બ્લડ શુગર અટકાવવાનું કામ કરે છે. આ માહિતી એક યુનિવર્સિટીના ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં ખ્યાલ આવ્યો હતો. રિસર્ચ પણ એવી વ્યક્તિ પર કરવામાં આવ્યું હતું જે નોર્મલ જીવન જીવતા હતા.
આ શાક ખાસ ખાવું જોઈએ- રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે જે કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ હોય એટલે કે ટાઈપ 1 અથવા 2 તેને કંટ્રોલ કરવામાં ડુંગળી ગુણકારી માનવામાં આવે છે. તમે ડુંગળીના સેવનથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. તે ડાયાબિટીસના દર્દીઓ ડાયેટ્રી સપ્લીમેન્ટની જેમ તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ એનો અર્થ એ નથી થતો કે ડુંગળીનું સેવન કરવાનું કહ્યું એટલે તેનું સેવન વધારી દેવાનું. તેને સપ્રમાણમાં જ ખાવી જોઈએ.
વ્હે પ્રોટીન કેવી રીતે લેવું- આ હેલ્થ સપ્લીમેન્ટ છે. તે આખી દુનિયામાં ગમે ત્યાં મળી રહે છે. ડૉક્ટરો પણ આ વ્હે પ્રોટીન પીવાની સલાહ આપે છે. કેમ કે આજકાલ ડાયાબિટીસના દર્દી કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. તેથી જો યોગ્ય પ્રમાણમાં વ્હે પ્રોટીન લેવામાં આવે તો ડાયાબિટીસ સારી રીતે કંટ્રોલ થઈ શકે છે.
તે એક પ્રકારનું પ્રોટીન શેક જ છે. તેને જમ્યાના અડધો એક કલાક પહેલા તમે લઈ શકો છો. વ્હે પ્રોટીનથી એથલિટ્સ મસલ્સ રિકવરીમાં પણ મદદ કરે છે. વ્હે પ્રોટીન ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ અસરકારક મનાય છે. પરંતુ તેનું સેવન કેટલી માત્રામાં કરવું તેના માટે ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. દૂધમાંથી વ્હે પ્રોટીન મળી આવે છે. તે ઝડપથી પચે છે. જે લોકો વધારે પડતી કસરત કરતા હોય તેવા લોકો વ્હે પ્રોટીનનું સેવન વધારે કરે છે.
એ ઉપરાંત જો તમે પલાળેલી બદામ રોજ સવારે નિયમિત ખાશો તો તેનાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકશે. બદામવાળું તમે દૂધ પીશો તો પણ ઘણી બીમારીઓને દૂર રાખી શકશો. કેમ કે તેમાં સોડિયમની માત્રા ઓછી હોવાને કારણે તે ડાયાબિટીસ કંટ્રોલ કરી શકે છે.
આ વે પ્રોટીનનું સેવન કરો તે પહેલા ડૉક્ટરની મદદ અચૂક લેવી, કેમ કે તમારા શરીરની તાસીર માટે શું યોગ્ય છે તે જાણ્યા બાદ જ આ પ્રોટીન લેવાની શરૂઆત કરો. જેનાથી યોગ્ય ફાયદો તમને મળી રહે. અને જો તમારા શરીરને માફક ના આવે તો આ પ્રોટીન લેવાનું મુલતવી રાખો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.