મધમાખી એક એવું જીવ છે કે, જે મનુષ્ય માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. અને એવું પણ કહેવાય છે કે, જો મધમાખી દુનિયામાંથી લુપ્ત થઈ જાય તો મનુષ્ય જાતિનું પણ અસ્તિત્વ ના રહે કેમ કે, દરેક વનસ્પતિમાં ફૂલમાંથી ફળને બનવા માટે મધમાખીનો અહેમ ભાગ હોય છે.
મધમાખીની રાણી અંદાજિત 5 વર્ષ સુધી જીવે છે, પણ વર્કર્સ માખીઓ 2-5 અઠવાડિયા (ઉનાળામાં) અને અંદાજિત 20 અઠવાડિયા (શિયાળામાં) જીવે છે. રાણી માખીનું કામ જનરલી બીજી માખીઓને જન્મ આપવાનું હોયછે અને વર્કર્સ માખીઓનું કામ મધ ભેગું કરવાનું હોય છે. પણ જ્યારે તમે મધપૂડાને છંછેડો ત્યારે મધમાખી તમારા પર હુમલો કરતી હોય છે અને તે પોતાનો જેરી ડંખ માણસને મારી દેતી હોય છે.
મધમાખી જ્યારે માણસને ડંખ મારે ત્યારે તે ડંખ માર્યા બાદ મધમાખી મરી જતી હોય છે. આ વાત તમે અવારનવાર સાંભળી હશે. પણ શું તમને ખબર છે કે, માણસને ડંખ માર્યા બાદ જ માખી કેમ મરી જાય છે. અને બીજી વાત એમ છે કે, જ્યારે મધમાખી બીજા જીવજંતુને ડંખ મારે ત્યારે તે મરી જતી નથી આવું કેમ?
શું મનુષ્યના શરીરમાં એવું કાઇ તત્વ છે જેના લીધે મધમાખી મૃત્યુ પામે છે. તો આવો જાણીએ તેના વૈજ્ઞાનિક કારણ વિષે જે જાણીને તમને પણ એમ લાગશે કે, કાઈક નવું જાણવા મળ્યું. મધમાખી હકીકતે ડંખ મારવાથી નથી મરતી પણ ડંખ મારતી વખતે થતી પ્રોબ્લેમથી મરે છે, વિસ્તારથી સમજો મધમાખીના આ પ્રોબ્લેમને વિસ્તારથી.
સૌ પ્રથમ જાણો કે, જ્યારે મધમાખી માણસને ડંખ મારે છે ત્યારે, તેના શરીરમાં આવેલી ઝેર ની ગ્રંથિમાંથી તે એપીટોક્સિન નામનું ઝેર માણસના શરીરમાં દાખલ કરે છે. અને મધમાખી આ ડંખ જ્યારે મારે છે ત્યારે તેનો ડંખ માણસના શરીરની ચામડી વધુ જાડી હોવાને કારણે માણસની ચામડીમાં ફસાઈ જાય છે. અને ત્યાર બાદ જ્યારે
મધમાખી ડંખ માર્યા બાદ પોતાની જાતને માણસની ચામડીથી દૂર કરવાની કોશિશ કરે છે. ત્યારે તે મધમાખીનો ડંખ ફસાયેલો હોવાને કારણે તેના શરીરના બોડીપાર્ટ અને મસલ્સ તૂટી જાય છે અને ક્યારેક પાચનના અંગો તૂટી જાય છે અને તેની ઝેર ની ગ્રંથિ માણસની ચામડીમાં જ ફસાયેલી રહી જાય છે અને મધમાખી ઊડી જાય છે. આ ઘટના માઇક્રો સેકન્ડમાં બને છે. એટલે આપણને અને મધમાખીને આ વાતનો ખ્યાલ રહેતો નથી.
મધમાખી આપણને ડંખ મારે ત્યાર બાદ આપણે જોઈએ છીએ કે તેની લાળ તો નથી રહી ગઇને, જો રહી ગઈ હોય તો જલ્દીથી તેને દૂર કરવી પડે છે. આ લાળ એ મધમાખીની ઝેર ની ગ્રંથિ જ હોય છે. જે મધમાખીના શરીરથી અલગ થયા બાદ પણ થોડી વાર સુધી જેર માણસના શરીરમાં દાખલ કરતી રહે છે. એટલે જો તમે મધમાખીનો ડંખ જલ્દીથી કાઢી નાખો તો ઓછો સોજો ચડે છે અથવા રહેવા દો તો વધુ સોજો ચડે છે.
આ બાજુ મધમાખીનું ના અંગો તૂટવાને કારણે તે થોડી વાર બાદ મૃત્યુ પામે છે. પણ પણ પણ.. જો આ જ મધમાખી પોતાનો ડંખ બીજા કોઈ જીવ જંતુને મારે છે ત્યારે તે મૃત્યુ નથી પામતી તેનું કારણ એ છે કે, બીજા જીવજંતુની ચામડી માણસ કરતાં પાતળી હોય છે અને મધમાખી તેને ડંખ માર્યા બાદ પોતાની જાતને ડંખ સહિત દૂર કરી લે છે. એટલે તેનો ડંખ ફસાતો નથી અને તેના અંગો તૂટતાં નથી. એટલા માટે મધમાખી બીજા જીવજંતુને ડંખ મારવાથી નથી મરતી.
આ વાત તમને કેવી લાગી, જો તમને કાઇ નવું જાણવા મળ્યું છે તો પ્લીજ કોમેન્ટ માં આ લેખ વિષે આ વાત વિષે તમારા શબ્દોમાં કાઈક લખો, જેથી અમને પણ આવી નવી નવી વાત આપ સુધી લાવવામાં ઉત્સાહ આવે. અમે આપની કોમેન્ટના જવાબ પણ આપીશું કોઇ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. – આભાર
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.