🥛દોસ્તો, આપણે આપણી પરંપરાને ખૂબ જ સારીરીતે વળગેલા રહીએ છીએ. આપણા સમાજમાં વ્યક્તિ ભણેલો છે તો પણ થોડા ઘણા અંશે તે પોતાની આ રૂઢિગત પરંપરાને તથ્ય ગણીને તેને માને છે. આનું એક કારણ એ છે કે આપણે આપણા વડીલોની પાસેથી હંમેશા સાંભળતા રહીએ છીએ કે આમ નકરવું, તેમ ના થવું જોઈએ. જેમ કે કાચનું ફૂટવું, હાથમાંથી વાસણનું પડવું, દૂધનું ઉભરાવું કે ઢોળાવું, આ બધી જ બાબતો કોઈને કોઈ સંકેત કરતી હોય છે. તો આજના આપણા આ આર્ટિકલમાં આપણે એ જ બાબતો વિશે વિસ્તારથી ચર્ચા કરવાની છે.
દૂધનું ઉભરાવું એ શુભ છે.તો દૂધનું ઢોળાવું એ અશુભ છે એવું આપણે કહીએ છીએ. અને તેની સાથે સારા કે ખરાબ સંકેતોને પણ આપણે જોડીએ છીએ. તો ચાલો જોઈએ હકીકત શું છે.
🥛આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં આદિ – આનાદી કાળથી નાના મોટા કામો કરતાં પહેલા શુકન કે અપશુકન જોવાની એક રીત ચાલી આવે છે. શુકન-અપશુકન જોવા માટે આપણે સાવ સામાન્ય એવા સંકેતો પર વિશ્વાસ રાખીએ છીએ. જેમ કે આપણે કોઈ મહત્વનું કામ કરવા માટે જઈએ છીએ અને રસ્તામાં સૌથી પહેલા જો ગાય કે પાણીનું બેડું મળે તો તેને આપણે શુભ માનીએ છીએ. શુકન ગણીએ છીએ અને પૂરો વિશ્શ્વાસ બેસી જાય છે. કે કામમાં સફળતા જરૂરથી મળશે.
🥛જ્યારે એનાથી વિરુદ્ધ કોઈ સારા કામ માટે બહાર નીકળતી વખતે જો કોઈને છિક આવે તો ઘરના સભ્યો આપણને એમ કહેશે કે થોડીવાર બેસી જાવ છિક આવી છે. એટલે અપશુકન થયા છે. આમ આપણે આવા સંકેતને ખરાબ માણીએ છીએ.
🥛શુભ- અશુભના સંકેતોને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. ગૃહિણી રસોડામાં પોતાનું કામ કરી રહી હોય છે. અને થોડી નજર ચૂકથી દૂધ ઉભરાય જાય છે અને ગેસ પર તે ચોંટે છે. આમતો આ બધી જ સાવ સામાન્ય વાત છે. પરંતુ આ ઘટના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે. શું તમે એ વાત જાણો છો? ચાલો આજે આપણે તેના વિશે વધારે જોઈએ.
🥛દોસ્તો દૂધનું ઉભરાવું એ સારો સંકેત છે. તેને શુકન માનવામાં આવે છે. અને તેનાથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના રહે છે. દૂધનું ઉભરાવું એ શુભ છે પરંતુ જો દૂધ બળે છે તો તે સંકેતને અશુભ માનવામાં આવે છે. આપણે દૂધને ગરમ કરીએ છીએ અને ધ્યાન રાખવા છતાં તે જો ઉભરાય તો ખૂબ જ સારો સંકેત આપે છે. પરંતુ આપણે જાતે જ તેને ઉભરવીએ તો તેમ કોઈ જ સંકેત રહેલો નથી. આમ દૂધનું ઉભરાવું એ સૌથી સારો સંકેત છે.
🥛દૂધનું ઉભરાવું એ એક શુકન માનવામાં આવે છે. જો ઘરમાં દૂધ ઉભરાયું છે તો નોકરી, ધંધા, શિક્ષણ, કુટુંબ વગેરેને લગતા કોઈ સારા સમાચાર મળવાની સંભાવના ધણી વધી જાય છે. પરંતુ આજના આ યુગમાં શિક્ષિત લોકો આ બધી વાતને માત્ર અંધવિશ્વાસ જ મને છે. તેમા કોઈ જ તથ્ય નથી હોતું એવું માને છે. પણ જેઓ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વશ રાખે છે. તેઓને માટે આ વાત ખૂબ જ શુભ છે.
🥛આપણે જોયું કે દૂધનું ઉભરાવું એ સારો સંકેત છે. તેવી જ રીતે જો ઘરમાં દૂધ ઢોળાયુ તો તે અપશુકન મનાય છે. અને કોઈ ને કોઈ ખરાબ સમાચાર મળવાની સંભાવના વધી જાય છે. અને બિઝનેસમા હાનિ, પારિવારિક કજિયા કે બીજા એવા કોઈ માઠા સમાચાર મળવાની સંભાવના બને છે.
🥛દોસ્તો, ઘણા લોકો આ વાતમાં વિશ્વાસ નથી કરતાં તેને અંધ વિશ્વાસ કે મન ઘડન વાત કહે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં આ બધી વાત કોઈને કોઈ શારીરિક કે માનસિક તાગથી જોડાયેલ હોય છે. આપણે આ વાતને એક ઉદાહરણથી સમજીએ દોસ્તો આપણા હિન્દુ ધર્મ અનુસાર આપણે ભગવાનને વંદન કરીએ કે કોઈને સત્કારીએ ત્યારે આપણે બે હાથ જોડીને નમસ્કાર કરતાં હોઈએ છીએ. તમે જાણો છો તેની પાછળનું કારણ શું છે? આમ કરવાથી શું થાય છે? આપણે વેસ્ટન કલ્ચર મુજબ હેન્ડશેક કરતાં નથી. ચાલો આજે આપણે એ વાતને પણ જાણીએ.
🥛આપણા આયર્વેદ શાસ્ત્રો અનુસાર નમસ્કાર કરવાનું ઘણું જ મહત્વ છે. તમને કદાચ ખબર નહીં હોય કે આપણા હાથમાં અંગૂઠા અને આંગળીના ટેરવામાં એવા પોઈન્ટ આવેલા છે. અને તેનાપર પ્રેસર આપવાથી આપણા શરીરની બ્લડ સરક્યુંલેશન સિસ્ટમ સતેજ બને છે આ સિસ્ટમથી આપણા મગજને ખૂબ જ સારા એવા પ્રમાણમાં બ્લડ મળી રહે છે. અને આપણી યાદ શક્તિ પણ વધે છે. ભલે આપણે આજના સમયમાં ઘણા જ સુધારાઓ કર્યા છે પરંતુ પરંપરાઓથી ચાલી આવતી એ રસમને આપણે આજે પણ એટલું જ મહત્વ આપીએ છીએ.
🥛દોસ્તો આપણા શાસ્ત્રોમાં જે પણ કહેવામાં આવ્યું છે. તે કોઈ ને કોઈ રીતે આપણા સ્વાસ્થય અને આપણી વ્યાવહારિકતાની સાથે સીધો જ સંબંધ ધરાવે છે. આદિ કાલથી ચાલી આવતી આ શુકન અપશુકનની વાતોમાં પણ ખરેખર તથ્ય તો છે. સાવ સામાન્ય એવી વાત કે દૂધનું ઉભરાવું તે પણ આપણને એક સારો સંકેત આપે છે.
જો દૂધ ઢોળાવા પાછળના રહસ્ય વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.