💁જાણો આપણે જેને માત્ર અંધવિશ્વાસ જ કહીએ છીએ તેની પાછળ પણ હોય છે વૈજ્ઞાનિક કારણો..
🤷દોસ્તો આપણે જે સંસ્કૃતિમાં ઉછરીને મોટા થયા છીએ ત્યાં એવી ઘણી વાતો આપણે આપણા વડીલ વર્ગની પાસેથી સાંભળી હોય છે કે જે વાતની ઉપર આપણને જલ્દીથી વિશ્વાસ બેસતો નથી. આજે આપણે ભણી-ગણીને એટલા આગળ વધી ગયા છીએ કે આવી વાતો આપણને અંધવિશ્વાસ જ લાગે છે.
🤷આપણા વડીલો આપણને કહે કે આ સમયે આમ ના કરાય, આ સમયે ત્યાં ના જવાય તો આવી બધી વાતો આપણને ફાલતુ જ લાગે છે. અને આપણે એમ પણ કહીએ છીએ કે એવું ના હોય. બધો જ સમય બરાબર જ હોય છે. એ તો અંધવિશ્વાસની વાતો છે. એ સમયે આપણા વડીલો તેનું ઠોસ કારણ જણાવી નોતા શકતા.
🐱દોસ્તો સૌથી પહેલી વાત જોઈએ કે જયારે આપણે રસ્તા પરથી પસાર થતાં હોઈએ ત્યારે જો બિલાડી રસ્તો કાપે તો આપણે થોડી વાર આટકી જવું જોઈએ. નહિતો આપણી સાથે કંઇક અઘટિત બની શકે છે. પરંતુ આના માટે હકીકતે વૈજ્ઞાનિક કારણ શું છે
🐱 પહેલાના સમયમાં લોકો બળદ ગાડા અને ઘોડા ગાડીનો ઉપયોગ કરતાં હતા. અને રાતના સમયે અંધારામાં બિલાડીની આંખો ખૂબ ચમકે છે અને જ્યારે તે આ ગાંડાની સામેથી પસાર થાય તો તેનું બેલેન્સ ખોરવાય છે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે કે જો બિલાડી રસ્તો કાપે તો રોકાઈ જવું. પરંતુ આજના સમયમાં આપણે મોટર બાઇક કે કારનો વપરાશ કરીએ છીએ પરંતુ પેલી માન્યતા અંધવિશ્વાસ બની ગઈ.
🍋આપણા ઘર કે ઓફિસે આપણે લીંબુ અને સાત મરચાંને એક દોરામાં પોરવીને બાંધીએ છીએ. કહીએ છીએ કે ખરાબ નજરથી એ આપણને બચાવે છે. પરંતુ હકીકત એ છે કે આ દોરામાં બાંધેલ લીંબુમા રહેલા એસિડને ઓબસર્બ કરે છે. અને મરચાંની સ્મેલથી પણ આજુ બાજુના વાતાવરણમાં રહેલ સૂક્ષ્મ કિટકો દૂર થાય છે. આથી આપણા ઘર કે ઓફિસના દ્વાર પર તેને લગાવવામાં આવે છે.
🌳દોસ્તો પૃથ્વી પર અનેક વૃક્ષો છે. પરંતુ તેમાંથી આપણે એક પીપળાના વૃક્ષને દેવની જેમ પુજીએ છીએ તો તેનું પણ એક કારણ છે મોટા ભાગે વૃક્ષો દિવસે ઑક્સીજન વાયુ આપે છે અને રાત્રે કાર્બન ડાયોકસાઈડ આપતા હોય છે પરંતુ આ પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે કે જે બન્ને સમયે ઑક્સીજન આપે છે. આ વૃક્ષ પાસેથી આપણને સૌથી વધારે ઑક્સીજન મળે છે. એટલું જ નહીં પરંતુ તેના પાન, અને તેની છાલ એક ઔષધિ છે. તેમાંથી અનેક દવાઓ બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેને ભગવાનની જેમ પૂજે છે.
🥣આપણે કોઈ સારું કાર્ય કરવા માટે જતાં હોઈએ ત્યારે એક શુકનના રૂપમાં સાકર અને દહી ખાઈને જવાની માન્યતા છે. આની પાછળ પણ એક કારણ છે કે જ્યારે આપણે કોઈ મહત્વનું કામ કરવા જઈએ છીએ તો તે દરમ્યાન આપણી તબિયત એકદમ સારી રહે તે માટે દહી એકદમ ઉત્તમ છે તે ખાવાથી પેટમાં કોઈ તકલીફ થતી નથી અને સાથે તે પેટને ઠંડક આપે છે જ્યારે સાકર તમને કેલેરી આપે છે. આજ કારણ છે કે લોકો દહી ને સાકર ખાઈને સારા કામ માટે નીકળે છે.
🥱દોસ્તો આપણે આપણા વડીલો પાસેથી ઘણી વાર એવું સાંભળીએ છીએ કે દક્ષિણ તરફ મસ્તક રાખીને ના સૂવું જોઈએ. તો તેને કારણ છે કે આપણા પૂરા શરીરની આસપાસ એક મેગ્નેટિક ફિલ્ડ બનેલી હોય છે અને આપણી આ પૃથ્વીની આસપાસ પણ એવીજ એક મેગ્નેટિક ફિલ્ડ બનેલી હોય છે. જ્યારે આપણે દક્ષિણ તરફ મસ્તક રાખીયે ત્યારે આ બન્ને મેગ્નેટિક ફિલ્ડ અલાઇન થાય છે જેનાથી આપણને હાર્ટની કે બ્લડપ્રેશર ની તકલીફ થઈ શકે છે.
જો વિશ્વાસ કે અંધવિશ્વાસ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.