જ્યાં પણ મુસાફરી કરવા જઈએ છીએ ત્યારે પાણીની બોટલ સાથે રાખીએ છીએ. મોટાભાગના લોકો વોટરબોટલ અથવા લાંબી મુસાફરી હોય તો પાણીનો જગ 5 અથવા 10 લિટરનો સાથે લઈ જતા હોય છે. જેથી પાણી પીવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે નાના બાળકો સાથે હોય ત્યારે તો વધારે પાણીની જરૂર પડતી હોય છે.
પાણી પૂરું થઈ જતા પાણીની બોટલ ખરીદીને પાણી પીવું પડતું હોય છે. અને તે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પાણી કેટલું સારું હોય છે અથવા કેટલા દિવસ પહેલા ભરેલું હોય છે. તેની જાણ આપણને હોતી નથી. પરંતુ શું તમે જાણો છો કે તે પાણી કેટલા અંશે સારું હોય છે.
પાણીની દરેક બોટલમાં એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે એક્સપાયરી પાણી માટે નહીં તેની બોટલની એક્સપાયરી માટે લખેલી હોય છે. તે બોટલ કેટલો સમય ચાલશે તેની જાણકારી માટે તે ડેટ મારવામાં આવેલી હોય છે. ખાદ્ય વસ્તુ પર જે તે વસ્તુ હોય તેના માટે એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. જ્યારે પાણીની બોટલ પર પાણી કેટલો સમય ચાલશે તેના માટે નહીં તેની બોટલ કેટલો સમય સારી રહે તેના માટે છે.
- એક વાર જ વાપરી શકો પાણીની બોટલ-
બજારમાં મળતી પાણીની બોટલ પાછળ જાણે લોકો ગાંડા થતા હોય છે. કોઈ ફંક્શનમાં અત્યારે નાની પાણીની બોટલ ભરીને આપવામાં આવે છે. તે સીલબંધ હોય છે. હવે તે બોટલ લોકો પાણી પીને પોતાના પર્સમાં મૂકે છે. તેનો બીજી વાર ઉપયોગ આવે પાણી ભરીને બહાર લઈ જવા માટે. નાના મોટા દરેકની આદત થઈ ગઈ છે. તે બોટલો લઈને સંગ્રહ કરવાની પણ આ ટેવ ખોટી છે.
કેમ કે પાણની બોટલ હંમેશાં સીંગલ યુઝ માટે જ હોય છે. પરંતુ આપણે આ બોટલ જો બજારમાંથી પણ ખરીદી હોય તો તેને ફરી પાણી ભરીને વારંવાર વાપરવા લાગીએ છીએ. આવું કરવાથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે પ્લાસ્ટિકની બોટલ વારંવાર વાપરવાથી અથવા તડકામાં રાખવાથી બોટલમાં રસાયણોનો સ્ત્રાવ થવા લાગે છે. ગરમીના કારણે પ્લાસ્ટિકના કેમિકલ બોન્ડ તૂટવા લાગે છે અને તે કેમિકલ પાણીમાં ભળી જાય છે. અને જો આ પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે.
તેના કારણે અસ્થમા, કેન્સરની બીમારી અથવા તો ફેફસા પણ લાંબા ગાળે ખરાબ થઈ શકે છે. આથી પાણી પીવા માટે સ્ટીલની બોટલનો ઉપયોગ કરો બને ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલનો વપરાશ ઓછો કરવો. બની શકે તો ઘરે થી જ પાણી લઈને નીકળવું.
- શું પાણીની એક્સપાયરી ડેટ હોય ખરી?
આપણે જ્યારે પાણીની બોટલ ખરીદીએ છીએ ત્યારે મનમાં શંકા થાય છે કે પાણી બગડતું હશે ખરું! પાણી બગડતું હોતું નથી તે વાત સાચી છે. બોટલનું પાણી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તેની વાત કાયદેસર રીતે કરીએ તો બોટલના પાણી પર શેલ્ફ લાઇફ લખવાની કોઈ આવશ્યતા નથી. જો કે, સાવચેતી તરીકે તેના પર ઉત્પાદનની બે વર્ષ સુધીની ડેટ લખવામાં આવે છે. કેમ કે અમુક સમય બાદ પ્લાસ્ટિક બોટલના પાણીમાં ઓગળવાનું શરૂ કરી દે છે.
કેટલીક કંપની પાણીની બોટલો પર તારીખ મુજબ લોટ કોડ્સ મૂકે છે, જે વહેંચતી વખતે સ્ટોક રોટેશનનું સંચાલન કરવાનું સરળ બનાવે છે. આ કોડનો ઉપયોગ પ્રોડક્ટ રિકોલ, પાણીનું દૂષણ અને બોટલિંગમાં કોઈ ભૂલ થઈ હોય તો તે શોધવા માટે થાય છે.
એટલે બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ એમ જણાવે છે કે જે ડેટ લખવામાં આવી છે તે જૂની છે. માટે સૌથી જૂની બોટલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ જૂની બોટલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડશે. અમુક સમયે જૂની પ્લાસ્ટિકની બોટલોમાંથી ખરાબ સ્મેલ આવવા લાગતી હોય છે અને પાણીનો પણ ટેસ્ટ બદલાયેલો જોવા મળતો હોય છે. જેથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
- રિયુઝેબલ બોટલોનો ઉપયોગ-
બોટલમાં રહેલું બંધ પાણી ઘણી વાર શરીરને નુકશાન પહોંચાડે છે. કેટલીક પાણીની બોટલોમાં હજુ પણ રસાયણિક BPA હો છે, જે ને આપણે બીસ્ફેનોલ- એ કહેવામાં આવે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ડિસ્પોઝેબલ બોટલનો ઉપયોગ ફરીથી કરી શકાય છે. જે આપણને પણ પોસાય અને પર્યાવરણને પણ વધારે નુકસાન થતું હોતું નથી.
- પાણીના પાઉચ છે ખૂબ જ ખતરનાક
થોડા વખત પહેલા પાણીના પાઉચનો વપરાશ વધુ થતો હતો તે કોઈ પણ લારી-ગલ્લાં કે નાની એવી દુકાન હોય ત્યાં પણ મળી રહેતા હોવાથી લોકો તે વધુ ખરીદવાનું પસંદ કરતા હતા. પરંતુ પ્લાસ્ટિકની બોટલ કરતા પણ વધારે ખતરનાક હોય છે. પ્લાસ્ટિકના પાઉચ. પાઉચ તોડવા માટે આપણે મોં વડે કટ કરીએ છીએ. જેના કારણે પ્લાસ્ટિકના નાના કણો મોં દ્વારા શરીરમાં જાય છે. અને આપણું સ્વાસ્થ્ય બગડે છે.
આમ જો તમે પાણીની બોટલ ખરીદતા હોવ તો જરૂર ધ્યાન રાખો અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલનું પાણી પીધા વગર ઘરેથી સ્ટીલની બોટલ સાથે લઈ જઈ પાણી પીવું વધારે સારું છે. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.