આદિકાલથી એટલે કે ઋષિ મુનીઓ ના સમયથી આપણે ત્યાં સ્નાનનો ઘણો જ મહિમા છે. અને આપણા હિન્દુ ધર્મમાં તો દિવસની શરૂવાત જ આ સ્નાનથી થતી હોય છે. સ્નાન કરવાથી પવિત્ર થવાય છે. સ્નાન કર્યા વગર અમુક ધાર્મિક કામો પણ કરાતા પણ નથી. અને સ્નાન કર્યા પછી પણ અમુક કામો નથી કરાતા. આજે આપણે આ આર્ટીકલ ના માધ્યમથી સ્નાન બાદ શું ના કરવું જોઈએ અને કોણે ના કરવું જોઈએ તે જોઈશું.
💁ઘણી વખત આપણાથી અજાણતા જ સ્નાન કર્યા બાદ અમુક ના કરવાના કામો થઈ જતાં હોય છે. આ ભૂલો મોટા ભાગે સ્ત્રીઓ વધારે કરતી હોય છે. અને સ્ત્રી છે એ જ ઘરની લક્ષ્મી છે તો ઘરની લક્ષ્મીથી જ જો ભૂલ થાય તો લક્ષ્મી દેવી એ ઘરથી રૂઠે છે અને તે ઘરમાં દરિદ્રતા, અશાંતિ અને દૂ:ખ જ જોવા મળે છે. તો દોસ્તો ચાલો આજે આપણે તે કઈ ભૂલ છે તે જોઈએ અને આપણાથી તે ક્યારેય ના થાય તેની તકેદારી રાખીએ.
- 💁સ્ત્રીઓએ અને પુરૂષોએ સ્નાન કરીને પછી કેવી ભૂલ ના કરવી જોઈએ. (જાણો નીચે)
👉આ નિયમ સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે. કે બાથરૂમમાં સ્નાન પૂર્ણ કરીને ઘણા લોકોને એવી આદત હોય છે કે તે ડોલમાં પાણી એમ જ ભરેલું છોડીને રહેવા દેતા હોય છે. તો આ ખૂબ જ મોટી ભૂલ છે. આમ કરવાથી આયુષ્ય ઘટે છે. અને સાથે ઘણાને એવી પણ ટેવ હોય છે કે તે સ્નાન કરીને ડોલને પોતાના પર ઊંધી કરીને બચેલું પાણી ધોળે છે. તો આ પણ એક ભૂલ છે જે ના થવી જોઈએ. તેનાથી દરિદ્રતા આવવી શરૂ થાય છે.
👉સ્નાન માટે બને તો શાવરથી નહાવું વધારે ઉત્તમ છે. પરંતુ જો તમારી પાસે તે નથી તો તમે ડોલના પાણીથી પણ નાહી શકો છો. પરંતુ તેના માટે તમારે ઉપરની વાતને ફોલો કરવાની રહેશે. આમ કરવાથી તમારા ઘરમાં ધન, ધાન્ય અને સમૃધ્ધિ આવશે.
👉સ્નાન કરીને પછી ઘણા લોકોથી એક બીજી પણ ભૂલ થતી હોય છે. તેઓ નાહીને પછી પોતાના ભીના કપડાને એમને એમ જ બાથરૂમમાં જ છોડી દેતા હોય છે.જો કપડાને તુરંત જ ધોવાના હોય તો બરાબર છે પરંતુ રાતના જો તમે નહાવો છો તો ભીના કપડાને કપડાં ધોવાની જગ્યા પર કે પછી કપડાં ધોવાની ડોલમાં જ મૂકો. આમ થાય તે આપણા માટે સારું નથી તેનાથી દુર્ભાગ્ય આવે છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
👉ઘણા લોકોને સ્નાન કરતી વખતે પગમાં ચપ્પલ પહેરીને નાહવાની આદત હોય છે. આ ટેવ પણ ખૂબ જ ખરાબ છે તેનાથી પણ લક્ષ્મીજી નારાજ થાય છે. અને ઘરમાં ક્યારેય બરકત આવતી નથી. આથી આ આદતને સાવ કાઢી જ નાખો.
👉ઘણી મહિલાઓને સ્નાન કરીને તરત જ સિંદુર લગાવવાની ટેવ હોય છે. પરંતુ આ ટેવ પણ તમારા માટે સારી નથી એવું કહેવાય છે કે સવારે વહેલા જ્યારે સ્નાન કરવામાં આવે ત્યારે પેટ સાવ ખાલી જ હોય છે. અને આ ખાલી પેટે સિંદુર લગાવવાથી એવું કહેવામાં આવે છે કે પતિની ઉંમર ઘટતી જાય છે. આથી ક્યારેય પણ ખાલી પેટે સિંગાર ના કરવો જોઈએ. બને તો કંઈક ખાઈ લેવું જોઈએ. જો એવું શક્ય ના હોય તો માત્ર પાણી પણ પી શકાય છે.
👉નાહ્યા પછી તરત જ અગ્નિ ના જલાવવો જોઈએ. ઘણી સ્ત્રીઓને આ ટેવ હોય છે. તે સ્નાન કરીને તરત જ ગેસ કે ચૂલો કરતી હોય છે. આ સમયે પણ તેનું પેટ ખાલી જ હોય છે. તો અગ્નિને જલાવતા પહેલા કોઈ સૂકો મેવો કે અન્ય કોઈ ચીજ ખાવી કે પીવી જોઈએ. હજુ ગામડાઓમાં આ રસમ લોકો અનુસરે છે પરંતુ શહેરી લેવલે તે સાવ ભુસાઈ ગયું છે.
👉સ્ત્રીઓ પોતાના વાળમાં ભીનો ટુવાલ બાંધીને અને પુરુષો ભીનો ટુવાલ પહેરીને પૂજા કરે છે. આ ખૂબ જ ભૂલ ભરેલું કામ છે. તે ક્યારેય ના કરવું જોઈએ. ભગવાનની પૂજા તો એકદમ સજી-ધજીને કરવી જોઈએ. એમ કરવાથી ભગવાન તમારા પર જલ્દીથી પ્રસન્ન થાય છે.
👉દોસ્તો આ તમામ વાતો હતી જે આપણાથી ભૂલથી ઘણી વાર થતી હોય છે. અને તેનાથી માતા લક્ષ્મીજી આપણાથી નારાજ રહે છે. અને તેના પરિણામ રૂપ આપણી પ્રગતિ રૂંધાય છે, સ્વાસ્થય પર અસર પડે છે. માટે આવી ભૂલોથી બચો. અને ઈશ્વરની કૃપા મેળવો.
જો સ્નાન કર્યા પછી ધ્યાનમાં રાખવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.