🚦આજના આપણા આ આર્ટિકલમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટોલટેક્સની. આમ તો ટોલટેક્સ સૌએ ભરવાનો જ હોય છે. પણ અમુક જગ્યાએ અને અમુક સંજોગો માટે તમે ફ્રીમાં ટોલ ટેક્સ ભર્યા વગર નીકળી શકો છો. તો આવો જાણીએ કે કેવી રીતે ટોલ ટેક્સથી બચી શકાય છે.
🚦અહીં આપણે મુખ્ય 2 પરિસ્થિતિની વાત કરીએ તો પહેલી એ છે કે, ઘણી વખત એવું બનતું હોય છે કે, તમારી ગાડી લોકલ ટોલ બુથ ની હોય એટલે કે, તમે લોકલ પબ્લિક હોવાથી તમારે ટેક્સ દેવાનો ના બનતો હોય, પણ ઘણી વાર તમારી ગાડી પર ફાસ્ટ ટેગ લાગેલું તો તેમાંથી પૈસા ઓટોમેટિક કપાઈ જતાં હોય છે. (આનાથી કેમ બચવું તે જાણીશું) અને
🚦ઘણા કેસમાં ઓટોમેટિક લોકલ વ્યક્તિના ફાસ્ટટેગમાં પૈસા કપાતા હોય છે પણ પછી અમુક સમયે ફાસ્ટ ટેગમાં પૈસા પરત આવતા હોય છે, પણ ઘણા કેસમાં પૈસા પરત ફાસ્ટ ટેગમાં નથી આવતા અથવા ઘણા પ્રોબ્લેમ થાય છે. પણ આજે એ રીત જાણીશું કે તમે લોકલ વ્યક્તિ હોવા છતાં તમારા પૈસા કપાશે જ નહીં – તો પૈસા પરત આવ્યા કે નહીં તેની માટેની જંજટ જ ઊભી ના થાય બરોબર.
🚦બીજું એ કે, અમુક લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે છે. જેમકે લોકલ પબ્લિક, પોલીસ, આર્મી, એરફોર્સ, નેવી. જો તમે આમાં છો તો ટોલટેક્સ ભરવાથી બચી શકો છો, પણ તમે બીજા કોઇની ગાડી લઈને જતાં હોય અને તેમ ફાસ્ટ ટેગ હોય તો તમે તમારું ID card દેખાડો એ પહેલા તો પૈસા કપાઈ જતાં હોય છે. (તો આમાંથી કેમ બચવું તે પણ નીચે જાણીશું)
- ઉપર જણાવ્યા મુજબની પરિસ્થતિ હોય ત્યારે ટેક્સ ભર્યા વગર જ ટોલનાકું પસાર કરવાના 2 ઉપાય નીચે મુજબ છે.
🚦પહેલો ઉપાય – જ્યારે તમે ટોલનાકા પર પહોંચો ત્યારે તમારી પાસે જે મોબાઈલ છે તે ભલે ચાલુ ના હોય પરંતુ, તે ચાર્જ કરેલો હોવો જોઈએ. અને ચાલુ મોબાઈલ હોય તો વધુ સારું. તે મોબાઈલ ને હાથમાં લો.
🚦અને ડિસ્પ્લે બાજુની સાઈડ કાર ના જે ભાગ પર ફાસ્ટેગ લગાવેલ છે તેનો પાછળનો ભાગ તમને ગાડીમાંથી દેખાતો હોય તેની બરાબર મોબાઈલ ની ડિસ્પ્લે રાખી દો. આનાથી શું થશે… ફાસ્ટેગ ની જે RFID છે તે કનફયુજ થઈ જશે. અને તમારા ફાસ્ટ ટેગમાંથી પૈસા નહીં કાપી શકે. આમ તમે તમારું આઈ ડી બતાવીને ટોલનાકા ને પાર કરી શકો છો..
🚦આ પાછળનું વિજ્ઞાન એવું છે કે, તમે જ્યારે ફાસ્ટટેગ ની પાછળ મોબાઈલ રાખો છો ત્યારે ફાસ્ટ ટેગમાં રહેલી ચિપ અને મોબાઈલની ચિપ બંને સાથે મળે છે એટલે ફાસ્ટ ટેગનું સ્કેનર કનફયુજ થઈ જાય છે અને તમારું ફાસ્ટ ટેગ સારી રીતે રીડ નથી કરી શકતું, જ્યારે રેડિયો હતા અને તેની બાજુમાં મોબાઈલ લઈ જઈએ તો કેવી રીતે રેડિયો ના અવાજમાં પ્રોબ્લેમ આવતો એવો જ પ્રોબ્લેમ આમાં છે. હવે, જાણીએ બીજો ઉપાય..
🚦બીજો ઉપાય – એક બીજો પણ ઉપાય છે. ફાસ્ટટેગ આપણી પાસે છે પરંતુ તેને આપણે ગાડી ના કાચ પર નથી લગાવવાનું પરંતુ આપણી પાસેજ સાથે રાખવાનુછે. જ્યારે તમે કોઈ ટોલનાકું પસાર કરવાના છો અને જો તમારે ટેક્સ ચૂકવવો પડતો હોય તોજ તમે ફાસ્ટટેગ ને તમારી પાસે રહેલા હાથ રૂમાલ પર મૂકો અને ગાડીના કાચ પાસે લઈ જાઓ. તો ત્યારે જ તમારો ટેક્સ કપાશે.
🚦 ફાસ્ટ ટેગની બીજી કામની માહિતી – જ્યારે કોઈ કારણો સર ટોલ બુથનું સ્કેનર તમારો ફાસ્ટ ટેગ સ્કેન ના કરી શકે અને બુથ વાળો માણસ તમારી પાસે રોકડા પૈસા માંગે તો તમે ઇનકાર કરી શકો છો, નિયમ અનુસાર તેના સ્કેનર માં ભૂલ હોય તો તમને ફ્રી માં જવા દેવ પડે છે. પણ હા, તમારા ફાસ્ટ ટેગમાં બેલેન્સ હોવું જોઈએ. (વળી ધ્યાન રાખજો – તમારા ફાસ્ટ ટેગમાં જ બેલેન્સ ના હોય ત્યારે નિયમો વાળી વાતું ના કરવા લાગતા..😂 )
🚦 (2) જ્યારે 100 મિટર કરતાં વધુ લાંબી લાઇન હોય તો તમે ફ્રીમાં જઇ શકો છો, પણ આ નિયમ હોવા છતાં આનું પાલન બહુ ઓછું થાય છે. કેમ કે, આપણી જનતા ખૂબ સહન શક્તિ વાળી છે. રાહ જોશે પણ ઉફ્ફ પણ નહીં કરે કોઈ..
🚦(3) માનો કે, તમારી ગાડીમાં ફાસ્ટ ટેગ હાજર ના હોય અને રોકડ પૈસા પણ ના હોય તો શું કરશો? તેમ છતાં પણ તમે ત્યાં નંબર આપી ને ફાસ્ટ ટેગમાંથી પૈસા કપાવી શકો છો. તેનાથી પૈસા તમારી ગાડી સાથે જોડાયેલા ફાસ્ટ ટેગના એકઉન્ટમાંથી પૈસા કપાઈ જશે.
🚦(4) ઘણા લોકો એમ કહેશે કે, ગાડી પર ફાસ્ટ ટેગ લગાવવાનો નિયમ છે, તે ફાસ્ટ ટેગ વગર શું કરવું, શું ડબલ ટોલ ટેક્સ દેવો પાસે? તો જવાબ છે ના, જે ગાડી પર ફાસ્ટ ટેગ ના લાગેલું હોય તો તેની માટે એક નોર્મલ લાઇન અલગ હોય છે ત્યાં તમે પૈસા આપીને પણ જઇ શકો છો. જો તમે ફાસ્ટ ટેગ વાળી લાઇનમાં જશો તો જ તમારે ડબલ ટેક્સ દેવો પડે છે લગભગ.
🚦 (5) એક બીજી ખાસ વાત કે, હમણાં એક વિડીયો વાયરલ થયો હતો, કે એક છોકરો તેની હાથમાં રહેલા સ્માર્ટ વોચ જેવા ડિવાઇસ થી ફાસ્ટ ટેગ માંથી પૈસા કાપી લે તો હોય છે, પણ ચિંતા ના કરો આવી રીતે તમારા પૈસા કોઈ ફાસ્ટ ટેગમાંથી કાપી ના શકે, કેમ કે, ફાસ્ટ ટેગ ખૂબ જ સિક્યોર પેમેન્ટ સિસ્ટમથી સજ્જ છે રજીસ્ટર થયેલા ટોલબુથ જ તમારા ફાસ્ટ ટેગમાંથી પૈસા કાપી શકે છે.
🚦 જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.