વધુ પડતી ચરબીનું મુખ્ય કારણ છે વધારે પડતું જંકફૂડ. પીઝા, પાસ્તા, મેગી, મેક્રોની વગેરે મેંદાની વસ્તુઓ ખાઈને બાળકોમાં પણ મોટાની જેમ મેદસ્વિતા જોવા મળે છે. જેના પરિણામે તે બાળક મોટું થાય ત્યારે શરીરમાં ચરબીના થર જામેલા જોવા મળતા હોય છે.
વધેલું વજન ઓછું કરવું એક પડકાર બની જતો હોય છે. ઘણાં તો આયુર્વેદિક રીતે પણ વજન ઉતારવાની કોશિશ કરતા હોય છે. કોઈ વાર ભૂખ્યા બેસી રહેતા હોય છે. માત્ર આખા દિવસમાં એક રોટલી ખાઈને ચલવી લેતા હોય છે. તેવું બધુ કર્યા કરતા ઘરે જ તમને જણાવીએ એ પ્રમાણે આ 3 નથી કોઈ પણ લોટની વાનગી અથવા રોટલી બનાવીને ખાવ વજન પણ ઉતરશે અને હેલ્ધી પણ રહેશો. તો ચાલો જાણીએ…
- જુવાર ખૂબ જ ગુણકારી-
જુવારના રોટલા ક્યારેય ખાધા ન હોય તો શરૂઆતમાં ટેસ્ટ થોડો અલગ લાગે. પણ આપણે ટેસ્ટને બદલે તેના પોષણમૂલ્ય પર ધ્યાન આપીએ તો તેમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ઉપરાંત વિટામીન, પ્રોટીન અને ખનીજતત્વોથી પણ જુવાર સમૃદ્ધ છે. ડાયાબિટીસના દર્દીઓ અમુક અનાજ લઈ શકતા નથી હોતા કારણ કે તેમાં ગ્લુટેનનું પ્રમાણ હોય છે. જ્યારે જુવાર એ દૃષ્ટિએ પણ ઉપયોગી છે કે ડાયાબિટીસના દર્દીઓ પણ છૂટથી આરોગી શકાય છે.
એક કપ જેટલા જુવારના દાણામાં 22ગ્રામ પ્રોટીન હોય છે. વળી જુવારનો ખોરાક આકરો પરીશ્રમ કરનારા લોકો કરતા હોય છે એટલે કે તે એટલું પોષક છે. જુવારના લોટમાંથી રોટલા, રોટલી અને થેપલા બની શકે એમ નથી તેમાંથી તમે અલગ અલગ વાનગી પણ બનાવી શકો છો.
જેમ કે તેના લોટની ભાખરી, પૂરી, મૂઠિયા, વડા વગેરે જેવી વસ્તુ બનાવી શકો છો. તેમને જુવારનો લોટ ભાવતો ન હોય તો તેમાં થોડો ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો. તો બહારના બિનઆરોગ્યપ્રદ જંકફૂડને બદલે આજથી જુવારનો તમારા આહારમાં સમાવેશ કરી જુઓ પછી જુઓ આવનાર સમયમાં તેનું પરીણામ.
જુવારની તાસીર ઠંડી હોય છે. ઠંડી એટલે અતિશય ઠડી હોવાથી તે ઉનાળાની ઋતુમાં પણ તમે આરામી જુવારની વાનગી બનાવીને ખાઈ શકો છો. ગરમીમાં સૌથી પૌષ્ટિક આહાર જુવારને માનવામાં આવે છે. એક વાર તેના લોટની તમે ભાખરી બનાવશો તો ડોમિનોઝના પિઝાને સાઈડમાં મૂકી દેશો. એટલી ટેસ્ટી તેની ભાખરી લાગતી હોય છે.
- રાગી વજન ઘટાડવા માટે સર્વોત્તમ-
વજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ સાંભળ્યું જ હશે. રાગીના લોટના ઘણા ફાયદા છે. તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે આળખવામાં આવે છે. આજકાલ શહેરમાં વધુ લોકપ્રિય બની રહ્યું છે. દૂધ પછી જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધુ કેલ્શિયમ મળતું હોય તો તે છે રાગી. બીજા અનાજની સરખામણીમાં રાગીમાં અનેકગણું કેલ્શિયમ હોય છે. રાગીનો લોટ ખાવાથી હાડકા અને દાંત મજબૂત બને છે. કોઈના જો હાડકા નબળા હોવાથી જે કોઈ રોગ થાય તેમાંથી રાગી છુટકારો આપવાનું કામ કરે છે.
આ અનાજનો દૈનિક આહારમાં સમાવેશ કરવાથી પણ વજન વધારાની સમસ્યાથી બચી શકાય છે. જેમના શરીરમાં લોહતત્વની ઉણપ હોય તેઓ માટે રાગી આયર્નનો એક ઉત્તમ સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં ફાઈબર અને એમિનો એસિડની માત્રા સારા પ્રમાણમાં હોય છે. રાગીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાના કારણે તમારું પેટ ભરેલું રહે છે. જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં અને તમારું વજન કોઈપણ પ્રોબ્લેમસ વગર ઉતરવા લાગશે.
જો તમને એકલો રાગીનો લોટ ન ફાવે તો રોટલી, ભાખરી બનાવતી વખતે ઘઉંના લોટમાં રાગી મિક્સ કરી શકાય છે. શીરાથી માંડીને લાડું. ટેસ્ટી બિસ્કીટ, તળવાની દરેક વસ્તુ બનાવી શકો છો. બાકી રાગીના લોટની રોટલી, વડા, તેના સરસ મજાના પુડલા અને તેના ભૂંગળા, પાપડ, નાચોસ પણ બજારમાં મળે છે. આમ રાગીના લોટની વગેરે વાનગી બનાવી જ શકાય છે.
- ઓટ (જવ) વજન ઉતારવા માટે મદદરૂપ-
ઓટ્સને આખી રાત પલાળીને ખાવાથી ઝડપથી વજન ઓછું થવા લાગે છે. તેને આખી રાત પલાળીને સવારે ખાવાથી વજન ઉતરે છે. તે ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. આખી રાત પલાળેલા હોવાથી તે મુલાયમ થઈ જતા હોય છે અને સરળતી તેનું પાચન પણ થઈ જાય છે. લાંબા સમય સુધી પલાળેલા ઓટ્સમાં દૂધ અને દહીં જેટલું પોષણ મળે છે. તેને દળીને લોટ પણ બનાવી શકાય છે. જેને ઓટનો લોટ (જવનો લોટ) કહેવાય છે.
તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સારું એવું હોય છે. માણસના શરીરમાં જે નેગેટીવ કોલેસ્ટેરોલ હોય છે તેના લેવલને ઘટાડવામાં ઓટ ઉપયોગી છે. પરીણામે હૃદય સ્વસ્થ રહે છે. જો કે માર્કેટમાં રેડીમેડ જે ઓટનો લોટ મળે છે તે ન ખરીદવું કારણ કે તેમાં ભેળસેળની શક્યતા રહેલી છે. વળી તે લાંબો સમય સુધી બગડે નહીં તે માટે તેમાં પ્રીઝરવેટીવ ઉમેરેલા હોય છે, જે શરીર માટે હાનિકારક છે. તમે ઘરે ઓટ્સ નો લોટ દળી શકો છો.
પલાળેલા આખા ઓટ્સ ખાવ તો આંતરડામાં જે ગંદકી હોય તેને સારી રીતે સાફ કરે છે. આવા ઓટ્સ ખાવાથી ચરબી ઓછી ઓગળી જતી હોય છે. કેમ કે તેમાં સ્ટાર્ટનું પ્રમાણ ઓછું હોય છે. જેનાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર બની રહે છે.
પરંતુ જો તમારે જિમમાં ગયા વગર સરળથાથી વજન ઉતારવું હોય તો ઉપર જણાવેલા કોઈ પણ લોટનું સેવન આજથી ચાલુ કરી લો. તેની રોજ અલગ અલગ વાનગી બનાવીને પણ ખાઈ શકો છો. જેથી તમને કંટાળો પણ નહીં આવે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.