કપાસી એક એવો રોગ છે જેને સમયસર ઠીક કરવામાં ના આવે તો, તેના મૂળ ઊંડે સુધી નાખી દે છે. કપાસી વધારે પગમાં થવાની સંભાવના રહે છે. કપાસી પગમાં કોઈ ફાસ કે કાંટો વાગવાથી થાય છે તેવું નથી હોતું. કપાસી થવાના ઘણા કારણો હોય છે તમે રોજે જે સામાન્ય વસ્તુ કરો છો તેનાથી પણ કપાસી થઈ શકે છે. તમારી સામાન્ય આદત તમારા પગને નુકસાન કરે છે. ચાલો પહેલા જાણીએ ક્યાં ક્યાં કારણે પગમાં કપાસી વધારે થાય છે.
સૌથી પહેલું કારણ છે કે, કાંટો કે લાકડાની ફાસ વાગે અને વધારે સમય માટે પગમાં રહી જાય તો પગમાં કપાસી થાય છે. બીજું કારણ છે, વધારે સમય ખુલ્લા પગે ચાલવું, વધારે હિલ વાળા ચપ્પલ પહેરવા, ખુબજ ફિટ બુટ પહેરી રાખવા, વધારે ગરમ હોય તેવી જગ્યાએ વારંવાર ચાલવું, ઉમર થતાં પગની ચરબી ઘટે ત્યારે પણ કપાસી થાય છે. પગમાં કોઈ ઘા વાગેલો હોય છે ત્યાં પણ કપાસી થવાની સંભાવના રહે છે.
આ બધા કપાસી થવાના મુખ્ય કારણો છે. કપાસી મટાડવા માટે ઘણા આયુર્વેદિક ઉપાયો તમને જણાવીશું. આપણાં આયુર્વેદમાં પણ કપાસી માટેના ઘણા ઈલાજ કહેવામા આવ્યા છે. આ આર્ટીકલ પૂરો અને ધ્યાનથી વાંચવો જેથી તમને પણ કપાસીની સમસ્યા છે તો તેને આસાનીથી મટાડી શકો છો.
સરસો તેલ- કપાસી વાળા વ્યક્તિને આ ઉપાય કરતાં પહેલા આ ઉપાય સરખો સમજી લેવો. સૌથી પહેલા એક કાપડનો પાટો બનાવી તેની ઉપર પીલુડીના પાન પીસીને રાખો તેની ઉપર થોડું મીઠું નાખો પછી તેને કપાસી પર બાંધી રાખો. થોડા સમયમાં અંદર કપસીમાં રહેલૂ બી નરમ પડી જશે. પછી તે કપાસીને બ્લેડ અથવા સોઈ વડે બહાર કાઢી લેવી. પછી પગમાં પડેલા ખાડાની અંદર સરસોનું તેલ વધારે ગરમ કરી પૂરી દેવું અને તેની ઉપર ટંકણખારનો પાવડર મૂકી અને માથે કપડાનો પાટો બાંધી લેવો. આ કાર્ય કરવાથી ફરીવાર ત્યાં કપાસી નહીં પડે કારણ કે, સરસોનું ગરમ તેલ તેના મૂળને અંદરથી બાળી દેશે.
લસણ- કપાસી મટાડવા માટે આ ઉપાય એકદમ સરળ છે. સૌથી પહેલા કપાસી વાળા પગમાં એક લસણની કાળી ને ફોલિને 10 થી 15 મિનિટ ઘસો પછી બીજી કળીને તે કપાસી પર રાખી અને તેની ઉપર પાટો બાંધી રાખો. સવારે તે પાટો છોડી અને તરત પગ ગરમ પાણી વડે ધોવો થોડા દિવસ આ કાર્ય કરવાથી કપાસી આપમેળે નીકળી જશે.
હળદર- હળદર કપાસી અને ચામડીની બીજી ઘણી સમસ્યા માટે ઉપયોગ થાય છે. કપાસી હોય તેવા વ્યક્તિએ દોઢ ચમચી હળદર લેવી તેની અંદર દોઢ ચમચી જેટલું મધ મિક્સ કરી અને તેનું પેસ્ટ બનાવી લેવું પછી તેને કપાસી વાળા ભાગ પર લગાવો અને તેને ત્યાં રહેવા દો, થોડી વારમાં આ પેસ્ટ સુકાઈ જશે પછી તેને હુફાળું ગરમ પાણી લઈ અને કપડાં વડે સાફ કરી લો. 10 થી 12 દિવસ આ કાર્ય સતત કરવાથી કપાસી નીકળી જશે.
મોરથૂથું- આ પાવડર પણ કપાસી કાઢવામાં ખુબજ મદદરૂપ સાબિત થાય છે. સૌથી પહેલા મોરથૂથું પાવડર બે ગ્રામ જેટલો લેવો પછી બે ગ્રામ ખાવાના સોડા, બે ગ્રામ ગરમ કરેલી ટંકણખાર અને 20 ગ્રામ વેસેલિન. આ બધી વસ્તુ પહેલા એક સાથે મિક્સ કરો એટલે મલમ જેવુ બની જશે પછી તેને કપાસી પર લગાવો અને કપડાનો પાટો બનાવી તેની ઉપર બાંધી દો. બે કલાક પછી પાટો ખોલો એટલે કપાસી ઉપસી જશે. તે ઊપસેલી કપાસિને કાઢી લેવી અને તેની ઉપર ફરી વાર પાટો બાંધી દેવો અને તેનો ઈલાજ થોડા દિવસ કરતાં રહેવું જેથી ફરીવાર કપાસી થશે નહીં.
સોડા- સોડા પણ કપાસી કાઢવામાં મદદ કરે છે. એક નાનું સોડાનું પેકેટ લેવું અને તેની અંદર થોડું પાણી નાખી પેસ્ટ બનાવો પછી તે બનાવેલા પેસ્ટની અંદર અર્ધા લીંબુનો રસ મિક્સ કરો અને બરાબર હલાવી મિક્સ કરો. બનાવેલા પેસ્ટને રાત્રે સૂતા પહેલા કપાસી ઉપર લગાવી અને માથે પાટો બાંધી રાખો. આ સોડાના કારણે કપાસી અંદર રહેલા કીટાણુ મારે છે. આ ઉપાય એક અઠવાડીયા સુધી રોજે કરવો. આ કાર્યથી કપાસી આપમેળે બહાર નીકળી અને રૂજાવા લાગશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.