આ દૈનિક પ્રવૃત્તિઓને કારણે ઘણી વખત પગમાં પણ દુખાવો થાય છે. કેટલાક સંજોગોમાં, પગની પીડા એટલી વધી જાય છે કે દિવસના બધા કામ અટકી જતા હોય છે. અત્યારના સમયમાં તમે નાના હોય કે મોટાં બધા લોકોને પગનાં પ્રોબ્લેમ હોય છે. તેમાં પણ મોટાં ભાગના લોકોને ગોઠણ અને પગની નીચેનો ભાગ દુખાતો હોય છે. ઘણી વખત તેમાં કળતર પણ થતી હોય છે.
આખા દિવસની દોડધામ કરવા પછી પણ રાત્રે જ્યારે પથારીમાં પડીએ ત્યારે પગની પાની કે પગની પિંડી જકડાઈ જાય છે, અને તેમાં કળતર પણ થવા લાગે છે. આ એક સામાન્ય સમસ્યા છે. તે દુખાવાથી કેવી રીતે દૂર રહી શકાય. તેના માટેના કેટલાક ઘરેલું ઉપચાર જણાવીશું. જે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણા ફાયદાકારક માનવામાં આવે છે.
સિંધવ મીઠું અને ગરમ પાણી- ગરમ પાણીથી કોઈ પણ જગ્યા પર માર વાગ્યો હોય ત્યારે શકે કરતાં હોઈએ છીએ. એવી જ રીતે તમે પગની પિંડીમાં પણ એક ડોલ ગરમ પાણી કરી તેમાં સિંધવ મીઠું નાખો. હવે તે પાણીમાં દુખાવો થતો હોય તે ભાગ ડુબાડી રાખો. તમને રાહત મળશે. આ રીત તમે દિવસમાં બે વાર શકો છો. આ પ્રયોગથી તમારો દુખાવો દૂર થશે સાથે માંસપેશીઓને પણ ઘણી રાહત મળશે.
આ તેલની માલિશ કરો- વારંવાર તમને પિંડીમાં દુખાવો રહેતો હોય અથવા કળતર થતી હોય તો ઘરેલુ ઉપચારથી મટાડવાનો ટ્રાય કરી શકો છો. તમે તલના તેલની માલિશ કરી શકો છો. હવે તમને તેની રીત જણાવીએ. પહેલા તલનું તેલ લો, તેમાં હળદર મિક્સ કરો. બરાબર મિશ્રણ તૈયાર કરીને જે ભાગ પર દુખાવો થતો હોય ત્યાં ધીમે ધીમે હળવા હાથે માલિશ કરો. માલિશ કર્યા પછી તેને 30 મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યાર બાદ ગરમ પાણીથી સાફ કરી નાખો. તેના ઉપચારમાં રોજ હળદરવાળું દૂધ પણ પી શકો.
લીંબુની આ રીતે કરો માલિશ- લીંબુમાં એન્ટીઓક્સિડેન્ટ જેવા તત્વ સારા પ્રમાણમાં રહેલા હોય છે. તે સૌ કોઈ જાણતું હશે. પરંતુ તે પગના દુખાવામાં પણ રાહત કેવી રીતે આપે જે સમજીએ. લીંબુના રસમાં એરંડિયું એટલે કે દિવેલ મિક્સ કરીને પગના તે ભાગ પર લગાવી શકો છો. તે પ્રમાણે માલિશ ન કરવી હોય તો લીંબુના રસમાં મધ મિક્સ કરી તેનું સેવન કરી શકો છો. પગની ગમે તેવી તકલીફ હશે., થોડા જ સમયમાં ગાયબ થઈ જશે.
આદુનો રસ- આદુની ચા શિયાળાની ઠંડીમાં ખાસ કરીને લોકો પીવાની પસંદ કરતા હોય છે. તેનાથી શરદી, ઉધરસ, કફ, પિત્તની જે કોઈ તકલીફ હોય તે મટાડી શકાય છે. આદુના રસમાં ઘણા મધ મિક્સ કરીને શિયાળામાં તેનું સેવન કરતા હોય છે. જે શરીરને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે પગના દુખાવામાં પણ આદુ વાળી ચા પીવાથી આરામ મળે છે. દિવસમાં બે વાર આદુ વાળી ચા બનાવી પીવી જોઈએ. તે ઉપરાંત તમે આદુનો રસ પગની પિંડી પર લગાવી શકો છો. હળવા હાથે થોડી વાર માલિશ કરવી, ત્યાર બાદ ચોખ્ખા પાણીથી સાફ કરી લો. આ રીતે આદુ દુખાવો દૂર કરવામાં ઉપયોગી છે.
સફરજનનો રસ દુખાવો કરશે દૂર- શરીર સ્વસ્થ રાખવા માટે રોજ એક સફરજન ખાવાની ડૉક્ટર સલાહ આપતા હોય છે. અને તે ખરેખર લાભદાયી પણ છે. એવી જ રીતે પગના દુખાવા માટે પણ સફરજન ફાયદાકારક સાબિત થાય છે. સફરજનના સરકાને તમે એક ડોલ ગરમ પાણીમાં મિક્સ કરો, તમને પગનો જે ભાગ દુખાતો હોય તેને થોડી વાર ડુબાડી રાખો. તમને રાહત મળશે.
તે સિવાય પણ સફરજનના સરકાને મધમાં મિક્સ કરીને ખાવાથી પણ દુખાવાની તકલીફ દૂર કરી શકાય છે. આ પ્રયોગ કરવાથી ઘણા અંશે તમને રાહત મળશે. ઉપર જણાવેલ તમામ પ્રકારના ઉપચાર તમે ઘરે કરી શકો છો. પરંતુ જો દુખાવો વધારે રહેતો હોય અથવા અસર ન થતી હોય તો ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઉપર જણાવેલ ટિપ્સ તમને કેવી લાગી અમને કોમેન્ટ કરી ને જણાવો. અને બીજી કિચન વિષે શું માહિતી જોઈએ છે તે પણ કોમેન્ટ કરો. અમે જરૂર તેના પર આર્ટિક્લ આપ સમક્ષ રજૂ કરીશું. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.