આજ કાલ સ્ત્રીઓમાં વાળ ખરવા એ ખુબ જ સામાન્ય ફરિયાદ બની ગઈ છે. સ્રીઓ વાળ ખરવાથી પરેશાન રહેતી હોય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે તે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને વાળ ખરતા અટકાવવાની કોશિશ કરે છે પણ ક્યારેક આ મોંઘા ઉત્પાદનો પણ કામ આવતા નથી અને સમસ્યા જેમની તેમ જ રહે છે.
ખરતા વાળથી પરેશાન લોકોએ સૌથી પહેલા તેના કારણો જાણી લેવા જોઈએ. એક હદ સુધી વાળ ખરવા સામાન્ય વાત છે કારણ કે તેની જગ્યાએ તરત નવા વાળ આવે છે. ડૉક્ટરોનું માનીએ તો દરરોજ 50 થી 100 વાળ ખરે ત્યાં સુધી તેને સામાન્ય ગણી શકાય પરંતુ તેનાથી વધુ વાળ ખરવા લાગે ત્યારે તે ચિંતાનો વિષય છે. એક હદથી વધુ વાળ ખરવા લાગે ત્યારે તેની જગ્યાએ નવા વાળ આવતા નથી અને તેના કારણે તેની અસર તમારા ચહેરાની સુંદરતા પર પણ પડી શકે છે.
વધુ પડતા ખરતા વાળ ચિંતાનું કારણ બની શકે છે ત્યારે તેને અટકાવવા માટે તેના કારણો જાણવા જરૂરી છે. તમારા વાળ ખરવાનું કારણ પ્રદુષણ, તમારી જીવનશૈલી, વધુ પડતો તનાવ કે તમારો આહાર હોઈ શકે છે. તો જાણી લો તમારા વાળ ખરવાનું કારણ શું હોઈ શકે છે…
- એનિમિયા :
પોતાની વ્યસ્ત જીવનશૈલીને કારણે ખોરાક પર ધ્યાન ન આપી શકવાને કારણે સ્ત્રીઓમાં આયરનની કમી વર્તાઈ શકે છે. આ ઉપરાંત પીરીયડ્સ દરમીયાન વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે પણ આયરનની કમી થઈ શકે છે. શરીરમાં આયરન ઘટવાને કારણે વાળ ખરવાનું શરૂ થઈ શકે છે. માટે સૌથી પહેલા તમારા આહાર પર ધ્યાન આપો અને જો તમે આયરનયુક્ત આહાર ખાવાનો ઓછો કર્યો હોય તો તમારા આહારમાં આયરનયુક્ત ચીજ વસ્તુઓને સામેલ કરો. તેનાથી તમારા વાળ ખરવાનું ઓછુ થઈ જશે અને તુરન્ત નવા વાળ આવવાનું શરૂ થશે.
- ડાયેટીંગ કરવું :
કેટલીક સ્ત્રીઓ પોતાનું વજન ઓછુ કરવા માટે ડાયેટીંગ કરે છે. એટલે કે ખોરાક લેવામાં ફેરફાર કરે છે. બની શકે કે તેના કારણે તમારા શરીરને પુરતા પોષક તત્વો ન મળતા હોય અને તેના કારણે તેની સીધી અસર તમારા વાળ પર પડતી હોય. આમ કરવાથી તમે તમારા શરીરને ફાયદો કરવા જતા નુકસાન જ કરી રહ્યા છો. તો હવે તમે કહેશો કે તો શું અમારે ડાયટીંગ ન કરવુ ? તેનો સરળ ઉપાય એ છે કે, તમે ડાયટીંગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો. જેથી તમારામાં પોષક તત્વોની કમી પણ ન થાય અને તમારા વાળ પર તેની અસર પણ ન થાય.
- મોનોપોઝ પણ ખરતા વાળનું કારણ બની શકે છે :
મોનોપોઝ સમયે પણ સ્ત્રીઓની વાળ ખરવાની ફરીયાદ આવતી હોય છે કારણ કે મોનોપોઝ દરમીયાન શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ આવે છે જેની સીધી અસર વાળ પર પડે છે. તેના માટે તમે મોનોપોઝના લક્ષણોમાંથી બહાર આવવાની કોશીષ કરીને સ્ટ્રેસ ફ્રી લાઇફ જીવવાનું શરૂ કરશો તો તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે અને તમને આ સમસ્યામાંથી મુક્તિ મળી જશે.
- થાઇરોઇડ પણ હોઈ શકે છે કારણ :
થાઇરોઇડની સમસ્યા એવી છે કે જેનાથી આજ કાલ ઘણી સ્ત્રીઓ પીડાઈ રહી છે. થાઇરોઇડની ગ્રંથી શરીરની મહત્વની ગ્રંથી છે. તેમાં અસંતુલન થવાથી પણ વાળ ખરી શકે છે. માટે જો તમારો થાઇરોઇડનો ટેસ્ટ પોઝીટીવ આવે તો તુરન્ત ડૉક્ટરની સલાહ લો અને વાળને ખરતા અટકાવો જેથી તમારા વાળને નુકસાન થતુ અટકાવી શકાય.
- હેર સ્ટાઇલીંગ :
જો તમે હેર સ્ટાઇલ કરવાના શોખીન છો અને તમારા વાળમાં સ્ટ્રેટનીંગ, આઇનીંગ કે પમીંગ કરો છો તો તેનાથી તમારા વાળ પર નકારાત્મક અસર પહોંચી શકે છે અને એક સમય પછી તમારા વાળ ખરવા લાગે છે. આ ઉપરાંત તમે લોભામણી જાહેરાતોમાં આવીને સતત કેમીકલયુક્ત તેલ કે શેમ્પૂનો ઉપયોગ કરો છો તો પણ તમારા વાળ ખરી શકે છે. જો તમે આ ઉત્પાદનોનો જરૂર કરતા વધુ ઉપયોગ કરો છો તો તમારે તેનો ઉપયોગ બંધ કરવો જોઈએ.
- સગર્ભાવસ્થા :
દરમીયાન શરીરમાં કેટલાક ફેરફાર આવે છે. માટે વાળ ખરવા લાગે છે. પરંતુ એક સારી સલાહ એ છે કે જો આ સમય દરમીયાન તમે પોષણયુક્ત ખોરાક ખાઓ છો તો તમારા વાળ ખરવાનું બંધ થઈ શકે છે અને નવા વાળ પણ ઝડપથી આવી શકે છે. ગર્ભનીરોધક ગોળીઓના વધુ પડતા સેવનથી પણ વાળ ખરી શકે છે.
- વાળને ખરતા કઈ રીતે અટકાવી શકશો ?
તમારા વાળના સ્વાસ્થ્ય માટે અને વાળને ખરતા અટકાવવા માટે આ ઉપાયો કરવા જરૂરી છે: પોષણયુક્ત આહારનું સેવન કરો. બેબી શેમ્પૂનો ઉપયોગ કરો. તમારા સ્કલ્પમાં હળવા હાથે મસાજ કરો ઘરેલુ હેર સ્પાનો ઉપયોગ કરો. બહારની પ્રોડક્ટનો મર્યાદીત ઉપયોગ કરો. ભીના વાળમાં દાંતીયોનો ઉપયોગ ન કરો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.