ડાયાબિટીસ આજના સમયની સૌથી મોટી બીમારી બની ગઈ છે. આ બીમારી અત્યારે લોકોમાં વધારે જોવા મળી રહી છે. શરીરમાં ડાયાબિટીસ આવવાથી માણસ ડરવા લાગે છે અને તે બીમારીથી ડરીને દવાઓ ઉપર જીવન ચાલુ રાખે છે. પણ આપણાં આયુર્વેદમાં ડાયાબિટીસના રોગ માટે ખુબજ અસર કારક ઔષધિ જાણવામાં આવી છે. તેના વિષે થોડી માહિતી તમને આજે અમે આ આર્ટીકલ દ્વારા જણાવીશું. આ માહિતી તમને ઓછા લોકો પાસેથી સાંભળવા મળશે તેનું કારણ છે, અત્યારે કોઈ પણ વ્યક્તિને આયુર્વેદમાં રસ નથી રહ્યો અને વિદેશી દવા તરફ જતો રહ્યો છે. જે વિદેશી દવાથી લોકો થોડા દિવસ માટે સારા રહે છે અને ફરી પાછા બીમારી તરફ જતાં રહે છે.
આજે તમને એવી આયુર્વેદિક ઔષધિ વિષે જણાવીશું જેનો ઉપયોગ તમે તમારા રોજિંદા જીવનમાં કરતાં રહ્યા છો પણ તેના ગુણ વિષે તમને ખબર નથી. તે ઔષધિ છે, મેથી. હા દોસ્તો મેથી એક એવી ઔષધિ છે જેના ઉપયોગથી ડાયાબિટીસ જેવા રોગને જડથી કાઢવાની ક્ષમતા રહેલી છે. જાણીએ મેથીમાં રહેલા ગુણ અને તેને ઉપયોગ કરવાની રીત વિષે.
નિયમિત મેથીનું સેવન કરવાથી ડાયાબિટીસમા રાહત થાય છે પણ દિવસભર કેટલી મેથીનું સેવન સ્વાસ્થ્ય માટે સારી છે તેની માહિતી પણ જાણવી જરૂરી છે. પહેલા જાણીએ મેથીના ગુણ અને તેને કઈ રીતે ઉપયોગ કરવી તે અને છેલ્લે જણાવીશું મેથી કેટલી માત્રામાં લેવી જેથી શરીરમાં નુકસાન ના થાય.
- મેથીના ગુણ.
ડોકટરો દ્વારા મેથી ઉપર ઘણી શોધ કરવામાં આવી છે અને તેમાં જાણવા મળ્યું છે કે, મેથીની અંદર રહેલા તત્વો ખરાબ કોલોસ્ટ્રોલ કાઢવામાં મદદ કરે છે અને લોહીમાં રહેલી વધારાની શુગર કાઢી શકે છે. મેથીમાં અલ્ક્લોઇડસ વધારે રહેલું છે જેથી ઇન્સ્યુલન્સની માત્રાને નિયંત્રણ રાખે છે. મેથી ડાયાબિટીસના રાગી માટે સૌથી કારગર ઔષધિ છે. નિયમિત 10 થી 15 ગ્રામ મેથીનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યામાં જલ્દીથી રાહત અપાવે છે.
મેથીમાં રહેલું ફાઈબર અને ગુકોમોનાસના રેસા આંતરડાની અંદર રહેલી શુગર કાઢી અને ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે. મેથીના સેવનથી ગ્લાયકેમિકના સ્તરમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ મેથીને ઉપયોગ કરવાની રીત. આર્ટીકલમાં કહ્યા પ્રમાણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલા તેની અંદર રહેલી કોઈ વસ્તુની તમને એલર્જી રહેલી હોય તો તેનો ઉપયોગ કરવો નહીં. બધા લોકોની તાસીર એક સરખી હોતી નથી તેથી ડોકટરની સલાહ લેવી જરૂરી છે.
- મેથીનો પાવડર.
મેથીના દાણાનો પાવડર બનાવી તેનું સેવન કરવામાં આવે તો પણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક રહે છે. 100 ગ્રામ મેથીનો પાવડર બનાવી ડાયાબિટીસના દર્દીને બપોરે અને રાત્રે જમ્યા પછી એક ચમચી લેવો. શુગર લેવલ અને કોલોસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે. નિયમિત એક ચમચી પાવડર લેવાથી ડાયાબિટીસની સમસ્યામાં રાહત થવા લાગશે.
- મેથી ટી. (મેથીની ચા)
તમે ક્યારે પણ મેથી ટી વિષે નહીં સંભાળ્યું હોય. આજે તમને મેથી ટી બનાવવાની રીતે અને તેના ફાયદાઓ વિષે. મેથી ટી પીવાથી શરીરમાં રહેલી શુગર અને કોલોસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ચા બનાવવા માટે સૌથી પહેલા બે કપ પાણી લેવું તેની અંદર 10 થી 12 નેથીના દાણા નાખવા અને 10 મિનિટ સુધી ઉકાળવા. આ ચા બનાવી નિયમિત સવારે ભૂખ્યા પેટે પીવી લોહીમાં રહેલી શુગર ઘટવા લાગશે. (નીચે મેથીની ચા નો કલર રેડ ટાઈપનો છે, પણ તમે ચા બનાવો ત્યારે તમારે પણ રેડ થાય તે જરૂરી નથી.. )
- મેથી પલાળી તેનું સેવન.
પલાળેલી મેથીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દી માટે અને પેટના દર્દી માટે પણ ફાયદાવાળું રહે છે. આ ઉપાય માટે નિયમિત સવારે ગરમ પાણી કરી તેની અંદર 5 થી 7 ગ્રામ મેથીના દાણા નાખી 5 થી 10 મિનિટ રહેવા દેવા અને પછી તે દાણા કાઢી તેનું સેવન કરવું. આ દાણાનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ અને ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાથી થોડા દિવસમાં રાહત મળવા લાગશે.
- મેથી અને દહી.
દહી શરીરમાં થતી બળતરા કંટ્રોલ કરી શકે છે સાથે મેથીમાં પણ આ ગુણધર્મ રહેલો છે. આ બંને સાથે મિક્સ કરી લેવાથી શરીરમાં રહેલી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. અર્ધો કપ દહી અને તેની અંદર એક અથવા દોઢ ચમચી મેથીનો પાવડર મિક્સ કરી નિયમિત સવારે ડાયાબિટીસના દર્દીને ખાવું જોઈએ તેનાથી શરીરમાં રહેલી શુગર અને કોલોસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
- દિવસમાં કેટલી મેથી ઉપયોગમાં લેવી.
દિવસભર 25 ગ્રામથી વધારે મેથીનું સેવન કરવું યોગ્ય નથી અને જો વધારે સેવન કરવું જ છે તો પહેલા તમારી આજુબાજુ કોઈ ડોક્ટર હોય તો તેની સલાહ જરૂર લેવી જોઈએ. વધારે મેથીનું સેવન નુકસાન પણ કરી શકે છે. અમારી જાણકારી મુજબ દિવસમાં 25 ગ્રામથી વધારે સેવન કરવું નહીં.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.