fસંસારનો નિયમ છે કે છોકરા અને છોકરીને ઉંમર થાય એટલે તેના લગ્ન માટે છોકરો કે છોકરી શોધવા લાગતા હોય છે. અને તે જોડી પહેલાથી જ ભગવાન બનાવીને મોકલતા હોય છે. તેને શોધવા માટે બસ આપણે થોડી મહેનત કરવી પડતી હોય છે. અને તેમનો સંબંધ જ્યારે નક્કી કરી લેતા હોય છે. ત્યારે એક છોકરી જ્યારે લગ્ન કરીને સાસરે જાય તે વખતે તેના મનમાં ઘણા પ્રશ્નો લઈને જતી હોય છે. અને તેમાં ખાસ કરીને આખી જિંદગી એક અજાણ વ્યક્તિ સાથે પસાર કરવાની હોય છે તે….
શરૂઆતમાં જે તે વ્યક્તિને ઓળખતા થોડી વાર લાગે છે. ત્યારે કોઈપણ યુવતીને પોતાના પતિના સાથની ખાસ જરૂર હોય છે. નવા નવા લગ્ન થયા હોય તે દિવસોમાં અને પછીના દિવસોમાં પતિએ એવી કેટલીક વસ્તુનું અથવા વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. જે એક સ્ત્રી તેની પાસે અપેક્ષા રાખતી હોય છે. તેનાથી જ કોઈપણ પતિ સ્ત્રીને પોતાની પત્ની તન અને મનથી બનાવી શકશે. તો આજે જોઈશું એવી કેટલીક વાતો જેનાથી કોઈપણ સ્ત્રીને સરળતાથી તમે પોતાની બનાવી શકશો લગ્ન પછી.
બંને વચ્ચે વાતોની શરૂઆત- મોટાભાગના પુરુષ આ પ્રકારની ભૂલ કરતા હોય છે. જેવા બેડરૂમમાં પ્રવેશ કરે કે અંગત પળોની શરૂઆત કરી લેતા હોય છે. તેમાં જાણવાની કોશિશ નથી કરતા કે પત્નીને થાક લાગ્યો હશે કોઈ વાત કહેવી હોય. તેની શું ઇચ્છા છે ઘણું બધું… કોઈ પણ પુરુષ હોય તેને પહેલા રૂમમાં વાતચીત શરૂ કરવી પછી ધીમેધીમે કિસ કરી પછી અંગત સંબંધ તરફ આગળ વધવું.
તરત વાત બંધ કરવી– મોટાભાગના નહીં પણ દરેક પુરુષ આ ભૂલ કરતા હોય છે કે અંગત સંબંધ પછી પત્ની જોડે કોઈપણ પ્રકારની વાતચીત કરતા નથી તે પડખું ફરીને સૂઈ જતા હોય છે. જ્યારે એક સ્ત્રીને અંગત પળો પછી પણ પતિની હૂંફની જરૂર હોય છે. તેને આ પ્રકારનું વર્તન ગમતું હોતું નથી. તેના મનમાં અણગમો થવા લાગે છે. તેને લાગે છે કે પતિ મને પૂરતો સમય આપતા નથી. કોઈપણ પુરુષે આ ભૂલ ન કરવી જોઈએ.
કોઈપણ શરૂઆત આ રીતે કરવી- અત્યારે દરેક પુરુષને ટેન્શન હોય છે. જોબ કરતો હોય તો સરે આપેલા કામનું અને બિઝનેસ હોય તો તેને કેવી રીતે આગળ વધારી શકાય તેનું. સાંજે તમે જ્યારે પણ ઘરે આવો ત્યારે બધું જ ટેન્શન બાજુ પર મૂકી દેવું જોઈએ. જરાપણ ટેન્શન રૂમમાં કે ઘરમાં લઈ જવું નહીં. તેમાં ખાસ કરીને રૂમમાં જાવ ત્યારે બિઝનેસ કે જોબની વાત હોય ન જ કરવી જોઈએ. પ્રેમથી પત્ની સાથે વાતો કરવી અને પછી સહશયન તરફ આગળ વધવું. જેથી પત્નીને પણ તમારા પ્રત્યે થોડું આકર્ષણ વધે. બધા જ ટેન્શન મનમાંથી તે સમય પૂરતા કાઢી નાખવા જોઈએ. તો જ તમે આનંદ મેળવી શકશો.
બળજબરી- કોઈપણ પુરુષે તેની પત્ની હોય કે અન્ય સ્ત્રી તેની સાથે ક્યારેય બળજબરી ન કરવી જોઈએ. એક સ્ત્રીને પુરુષનો પ્રેમ ભર્યો સ્પર્શ જોઈતો હોય છે. આ વાત પુરુષ સમજતો હોતો નથી. તે હંમેશાં પોતાની માલિકી સમજી તેની સાથે જબરજસ્તી કરતો હોય છે. કોઈપણ સ્ત્રી હોય તેને પ્રેમથી વાત કરશો તો વધારે ગમશે.
લાગણી અને શારીરિક સુખ- આપણા સમાજમાં દરેક લોકો શારીરિક સંબંધને ખરાબ નજરથી જોતા હોય છે. પરંતુ તે એક કુદરતી ક્રિયા છે. પતિ-પત્નીના સંબંધમાં શારીરિક સુખ જીવનનો એક ભાગ છે. પરંતુ પુરુષ સ્ત્રીને એ જ નજરથી જોવે છે. અને એમ માને છે કે દરેક સ્ત્રીને પુરુષ પાસેથી શરીર સુખ જોઇતું હોય છે. તે આપ્યું એટલે બધું આવી ગયુ. આ વાત તદ્દન ખોટી છે.
સ્ત્રીને શારીરિક સુખ સિવાય એક પ્રેમની જરૂર હોય છે. તેનો પતિ દરેક વસ્તુમાં તેનો સાથ આપે, થોડી વાર તેની સાથે પ્રેમ ભરી વાતો કરે, એક બીજાની મજાક ઉડાવે, પરિવારમાં કંઈ તકલીફ હોય તો સમજીને નિર્ણય લે. જેવી ઘણી જગ્યા પર એક પતિ તરીકે ખભે ખભો મિલાવીને ઉભો રહે તેવું ઇચ્છતી હોય છે. કદાચ તમને ખબર નહીં હોય કે તમારા પ્રેમભર્યા બે શબ્દો સ્ત્રીને આખા દિવસનો થાક ઉતારી નાખે છે.
લગ્ન પછી- સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમયગાળો હોય છે. તેમાં બંને જણા હરવા-ફરવા જાય, સમાજમાં નાના મોટા ફંક્શન હોય તેમાં મળે. એવી રીતે ઘણી બધી વખત મળતા હોય છે. ત્યારે તમે થનારી પત્નીએ જે કપડાં, ઘરેણાં, હેરસ્ટાઈલ, રસોઈ જેવી કોઈપણ વસ્તુ હોય તેની પર કોમેન્ટ કરતા હોય છે. તું વધારે સુંદર દેખાય છે, આ કલર તારા પર સારો લાગે છે. જેવી ઘણી વાતો. લગ્ન પછી આ પ્રકારની કોઈ વાત જ પુરુષ કરતો હોતો નથી. આ દરેક સ્ત્રીની ફરિયાદ હોય છે. લગ્ન પછી પણ તમે પત્નીને એટલો જ પ્રેમ કરો. જેથી સંબંધ વધારે મજબૂત બને.
આટલા વહેમ ન રાખો- પુરુષને એવું હોય છે કે સ્ત્રીને માત્ર શરીરસુખ જોઈએ છે. તેને શરીર સુખ સિવાય તમારી સાથે સમય વિતાવવો વધારે ગમશે. લગ્ન પછી પણ તમે કેન્ડલ લાઈટ ડિનર કે રોમેન્ટિક જગ્યા પર માત્ર બેસવા કે ફરવા લઈ જશો અથવા લોન્ગ ડ્રાઈવ પર જશો તો તેને વધારે ગમશે.
આટલી વાતોની મનમાં ગાંઠ બાંધી લેશો તો તમારું લગ્નજીવન સફળ બની જશે. અને ક્યારેય બંને વચ્ચે મનભેદ કે મતભેદ થશે નહીં. કોઈપણ પુરુષ સ્ત્રીને આ રીતે થોડો સાથ આપે તો તેના જીવનમાં ખુશીઓ વધી જશે. તેમનો સંબંધમાં ઝઘડા, કે વિશ્વાસઘાત જેવી કોઈ વસ્તુનું નામ જ નહીં હોય….
જો પતિ અને પત્ની વચ્ચેની સમસ્યાઓ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.