🐕દોસ્તો કુતરાઓ તો એક પાલતુ પ્રાણી છે. તે મનુષ્યોની વચ્ચે જ રહીને પોતાનું જીવન જીવતા હોય છે. આ કુતરાઓ એક વફાદાર છે. તે માણસનો સારો એવો મિત્ર પણ બનતો હોય છે. પરંતુ આ કુતરાઓમાં એવી ઘણી જ આદતો હોય છે. જે આપણને ઘણી અજુગતી લાગે છે. જેમ કે રોડ-રસ્તા પર આમ તેમ સૂંઘવાની ટેવ, અજાણી વ્યક્તિને જોતાં જ તેને ભસવાની ટેવ. આ બધી તો તેની સાવ સામાન્ય આદત થઈ. જે દરેક કૂતરામાં હોય છે. પરંતુ તમે નોટિસ કર્યું હશે કે કોઈક કુતરાઓને ગાડીઓની પાછળ ભાગવાની કઈક નવી જ આદત હોય છે.
🐕દોસ્તો કુતરાઓ માત્ર આ ગાડીઓની પાછળ ભાગતા નથી પરંતુ તે એ ગાડીનું જાણે કતલ કરી નાખવા માંગતા હોય તેવા જોશ અને જુસ્સાથી તેની પાછળ દોટ લગાવે છે. અને ઘણી વાર તો તે બાઈકના સવારને ઇજા પણ પહોંચાડે છે. તો આ કુતરાઓ આવું શા માટે કરતાં હોય છે. તેની પાછળ 4-5 અલગ અલગ કારણ છે તે આપણે આજના આ આર્ટીકલના માધ્યમથી જોઈશું..
🐕(1) દોસ્તો આ કુતરાઓ જ્યારે ગાડીની નીચે સૂતા હોય છે ત્યારે ઘણી વાર અજાણતા જ તેની સાથે અકસ્માત થતો હોય છે. ક્યારેક તે પોતે અને ક્યારેક તેના નાના-નાના કુરકુરિયા આ ગાડીની નીચે આવીને કચડાઈ જતાં હોય છે. આવું થવાથી કુતરાઓને આ ગાડીઓ પ્રત્યે જાણે નફરત થઈ ગઈ હોય તેમ અને પોતાના બચ્ચાંને મારનારની સાથે જાણે બદલો લેવાની ભાવના હોય તેમ તે એવી જ દેખાતી ગાડીઓની પાછળ ખૂબ જ તેજ ગતિથી ભાગતા હોય છે. જાણે તે ગાડીને મારી નાખવાનો ઇરાદો હોય તેટલો જુસ્સો આ સમયે જોવા મળે છે.
🐕(2) આ કુતરાઓ માત્ર ફોરવિલની પાછળ જ નથી દોડતા પરંતુ તે બાઇકની પાછળ પણ ખૂબ જ તેજ ભાગે છે. હકીકતમાં કૂતરાની આ આદત તેના શિકારી સ્વભાવના કારણે હોય છે. કૂતરો ખોરાકે મિશ્રાહારી છે. આથી તેને આમ ગાડીઓની પાછળ ભાગવાનું ગમે છે. કૂતરાંનો સ્વભાવ થોડો મસ્તી ખોર પણ હોય છે. તમે ઘણી વાર જોયું હશે કે આપણો પાળેલો ડોગ આપણે બોલથી રમતા હોઈએ ત્યારે તે ખૂબ જ દૂર ગયેલા બોલને દોડીને મોંમાં લઈને આવે છે.
🐕(3) તમે જોયું હશે કે કુતરાઓને એક ખાસ આદત હોય છે. કે વાહનોના ટાયરો પર સુસુ કરી દે છે. આવું કરવાનું કારણ છે કે તે આના પર પોતાની માલિકી જણાવે છે. જેમ કે તમે એક વિસ્તારમાં રહો છો અને બીજા વિસ્તારમાં તમે જોબ કરો છો તે જોબની જગ્યાએ કોઈ કૂતરો તેના પર સુસુ કરે છે તો આ ઘરના વિસ્તારના કૂતરાને તે સૂંઘીને તેની જાણ થાય છે. આમ પણ પોતાની માલિકી છીનવવાથી પણ તે વાહન પર ચિડાય છે. તેને પોતાના વિસ્તારમાં બીજાની માલિકી પસંદ નથી.
🐕 (4) દોસ્તો તમે જોતાં જ હશો કે આ રખડતાં કુતરાઓ બહાર પડેલી ફોરવિલની નીચે જ સુવાનું પસંદ કરતાં હોય છે. અને જ્યારે આ ગાડી ત્યાંથી જતી રહે ત્યારે તેને પોતાનું ઘર તેનાથી છીનવાય રહ્યું હોય તેવું લાગે છે. અને તેથી જ તે ખૂબ જ ગુસ્સાથી જાણે રસ્તા પર ચાલનારી ગાડીઓની પાછળ જોડતા હોય છે.
🐕દોસ્તો હવે તમે જાણી ચૂક્યા હશો કે આ કુતરાઓ ગાડીઓની પાછળ શા માટે દોડતા હોય છે. તે પાછળ આવા કારણો મહદ અંશે જોવા મળે છે, આશા છે કે આ આર્ટીકલથી તમને જરૂર નવી માહિતી મળી હશે.
જો કુતરાઓ રાખવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.