🏠 ઘણા બધા લોકોનું સપનું હોય છે કે તેઓ પોતાનું એક ઘર બનાવે તે પછી બંગલો હોય કે પછી ફ્લેટ. પરંતુ દરેક વ્યક્તિ વિચારતા હોય છે કે આપણું પણ પોતાનું એક ઘર હોવું જોઈએ અને તેના જ આધારે દરેક વ્યક્તિ ઘર જોવા માટે ઘણી બધી જગ્યાએ ફરતો હોય છે.અને ઘણા બધા ઘર જોયા પછી તેમને અમુક બંગલા અથવા તો ફ્લેટ ખૂબ જ પસંદ આવતા હોય છે. અને ત્યારબાદ જ્યારે તેઓને પોતાનો ફ્લેટ પસંદ આવી જાય છે ત્યારે તેઓ તેને ખરીદવા માટે આગળની પ્રોસેસ હાથ ધરતા હોય છે.
🏠 પોતાનો ફ્લેટ કે રો-હાઉસ લેવા માટે વ્યક્તિ પોતાના વર્ષોની કમાણીને પણ તેમાં નાખી દેતા હોય છે. બિલ્ડર તમને કહે છે કે, તમને 12 મહિનામાં પજેશન મળી જશે. પરંતુ તે લોકો તમને 12 મહિના 2 વર્ષ, કે 3 વર્ષ પછી પણ જો તમને તમારું ઘરનું પજેશન ન આપે તો તેવી પરિસ્થિતિમાં તમે શું કરશો? આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તેની માહિતી અમે તમને આ લેખમાં આપીશું.
- સૌ પ્રથમ RERA(રેરા)માં કમ્પ્લેન બુક કરાવી જોઈએ
🏠 રેરા એટલે શું તમે જાણો છો? રેરા એટલે “રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ.” જેને 2016 માં લાવવામાં આવ્યો હતો અને તેને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. શું તમે જાણો છો કે દરેક રિયલ એસ્ટેટ વાળાએ પોતાના પ્રોજેક્ટ RERA માં રજીસ્ટર કરવા ખૂબ જ જરૂરી છે. જેને તમે RERA ની વેબસાઈટ પર સર્ચ પણ કરી શકો છો તેમાં તમારા પ્રોજેક્ટની તમામ જાણકારી જાણી શકો છો. તેમાં તમારે તમારા જિલ્લાનું નામ દાખલ કરવાનું રહેશે, ત્યારબાદ તમારું જેણે ઘર લીધું છે તે માં જેનું નામ છે તેનું નામ દાખલ કરો, ત્યારબાદ પ્રોજેક્ટ નામ દાખલ કરીને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
🏠 ત્યાં તમને તમારા પ્રોજેક્ટની દરેક ડિટેલ મળી જશે. તેમાં પ્રોજેક્ટ શરૂ થયાની તારીખ અને પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે તેની તારીખ પણ લખેલી જોવા મળશે. તેમજ પ્રોજેક્ટના સમયે-સમયે થયેલા અપડેટ એટલે કામ કયા પહોંચ્યું તે પણ જોવા મળશે. જો તમને પઝેશન મળવામાં મોડું થાય છે તો તમે રેરામાં તમે કમ્પ્લેન પણ દાખલ કરી શકો છો.
🏠 તેમાં તમને જો તમે સાચા સાબિત થાવ તો તમારી જે મૂડી હોય તેના પર ઇન્ટરેસ્ટ (વ્યાજ) પણ પ્રાપ્ત થાય છે. જો તમે RERA કોઈ કમ્પ્લેન નોંધાવો છો તો અંદાજિત 6 મહિનામાં જ તમને ડિસિઝન પણ આપી દે છે. પણ સાચી તકલીફ હવે શરૂ થાય છે તે જાણો નીચે..
- 🏠 RERA (રેરા) માં કમ્પ્લેન કર્યા પછી મોટી તકલીફ કયા ઊભી થાય છે તે જાણી લો..👇🏠
🏠 તમે ફરિયાદ કરી દીધી ત્યાં સુધી તો બધુ બરાબર છે પરંતુ તકલીફ ત્યાં ઉભી થાય છે કે, RERA (રેરા) રિકવરી ઓર્ડર તો પાસ કરી શકે છે. મતલબ તમે સાચા છો તેમ RERA (રેરા)એ કહી દીધું પરંતુ RERA (રેરા) પાસે કોઈ જ્યુડિશિયલ પાવર નથી જેનાથી તે તમને તમારા પૈસા રિકવર કરવી શકે.
🏠 તમારે પૈસાની રિકવરી કરવા માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે જવું પડશે ત્યારબાદ સિવિલ કોર્ટમાં ત્યારબાદ હાઇકોર્ટમાં જવું પડશે વગેરે વગેરે.. અને તેમાં તમારો સમય અને રૂપિયા જરૂરથી ખર્ચ થઈ જશે. અને તે પછી પણ તમને તેનું વળતર મળશે કે નહીં તે પણ કઈ નક્કી નહી. તો ફ્લેટ બુક કરાવતા પહેલા શું કરવું તે જાણો નીચે. 👇
- 🏠 ફ્લેટ બુક કરતાં પહેલા તમારે શું કરવું જોઈએ તે જાણી લો-
🏠 જ્યારે પણ ઘર કે ફ્લેટ કારીદવાનું વિચારો ત્યારે જે બિલ્ડર પસંદ કરો છો તેનું પરફોર્મન્સ અને ભૂતકાળમાં કેટલા પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂરા કર્યા છે તે જુઓ, બીજા લોકોને પૂછો. જ્યાં પ્રોજેક્ટ ચાલતો હોય ત્યાં કેટલા ફ્લેટ્સનું સેલિંગ કે બુકિંગ થયેલું છે તે જાણો ત્યાર બાદ બધા શરતો અને નિયમો ધ્યાનથી વાંચો. અને ફટાફટ બુક ના કરો અમુક દિવસોનો સમય લઈને વિચારીને પછી ફ્લેટ કે ઘર બુકિંગ કરાવો.
🏠 તમને આ લેખ કેવો લાગ્યો, જો સરસ લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર “સરસ” તેમ લખો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ આધારિત છે, નિયમોમાં ચેન્જ આવ્યા હોય તો, માહિતી થોડી અલગ હોય શકે છે. – ધન્યવાદ.