પહેલાના સમયમાં ઘરના આંગણે ઘણાં ફૂલ છોડ ઉગાડવામાં આવતાં હતાં. હવે દરેક વ્યક્તિ ફ્લેટની બાલ્કનીમાં નાના મોટા કુંડા લાવીને છોડની માવજત કરતાં હોય છે. તેમાં પણ ખાસ કરીને દરેકના ઘરમાં તો તમને તુલસીનો છોડ જોવા મળશે. કેમ કે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણી ઉપયોગી છે. કોઈપણ છોડ હોય તે પર્યાવરણને લાભ તો પહોંચાડે છે. સાથે આપણા ઘરમાં પણ સકારાત્મક ઉર્જા લાવે છે. ભલે તે છોડ નાનો જ કેમ ન હોય.
પરંતુ ઘરમાં રહેલા છોડની અમુક સમયે કાળજી રાખવી પડતી હોય છે. જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો તેમાં જીવ-જંતુ થવા લાગે છે. જેના કારણે છોડ મોટો થતો નથી અથવા સૂકાવા લાગે છે. તો તમને એવી વસ્તુનો ઉપયોગ બતાવીશું જેનાથી તમારો છોડ ક્યારેય સુકાશે નહીં અને લીલોછમ રહેશે.
દીવાસળીની સળી- દીવાસળીની સળી આપણે કોઈપણ અનાજના ડબ્બાની આજુબાજુ મૂકવામાં આવે તો તેની આસપાસ જીવાણું થતાં નથી એવી જ રીતે છોડમાં રાખવાથી તેમાં કીડા કે બેક્ટેરિયા પડતાં નથી. જેથી છોડ સારી રીતે ગ્રો થઈ શકે છે.
કેમ કે કાળા રંગની દીવાસળીમાં પોટેશિયમ ક્લોરેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફેરિક એસિડ જેવા તત્વો હોય છે. લાલ રંગની પણ દીવાસળી આવતી હોય છે. તેમાં ફોસ્ફરસની માત્રા હોય છે. જે વધારે જ્વલનશીલ હોય છે. એટલે દીવાસળીમાં વધારે પ્રમાણમાં જંતુનાશક ગુણ રહેલા હોવાથી તે છોડમાં જંતુનાશક તરીકે કામ કરે છે.
દીવાસળીમાં જે ફોસ્ફરસ હોય છે તે છોડને મજબૂત બનાવે છે. તે સિવાય સલ્ફર પણ દીવાસળીમાં હોય છે. તો તેનાથી છોડનો સારો વિકાસ થાય છે. તેથી છોડમાં તમે 10 કે 15 દીવાસળી રાખશો તો છોડ લીલોછમ હંમેશાં રહેશે.
ખાતર તરીકે દીવાસળી- જો તમે દીવાસળી છોડમાં લગાવી લેશો તો ખાતરની નજરૂર પડશે નહીં. કેમ કે દીવાસળી છોડમાં રહેલા કીટકને દૂર કરે છે. તેથી તે રસાયણોનું પણ કામ કરે છે.
દીવાસળીમાં રહેલા ગુણ- છોડના મૂળ સુધી દીવાસળી પહોંચે તે રીતે રાખવાની હોય છે. જેથી તેના રસાયણ સારી રીતે દીવાસળીમાં ભળી જાય. હવે જ્યારે પણ તમે છોડમાં પાણી રેડશો તો દીવાસળીમાં જે રસાયણ હોય છે. તે મૂળમાં ધીમેધીમે પહોંચવા લાગશે.
એક વાત ખાસ યાદ રાખવી કે દીવાસળી ઉંધી ભરાવવી અને તેને એક વખત લગાવ્યા બાદ છોડમાં એક અઠવાડિયા પછી ફરી લગાવવી. જેથી તેનું નવું રસાયણ જંતુઓને દૂર રાખે. થોડા સમય મૂકી પછી દીવાસળી નહીં મૂકો તો ફરી છોડ બગડવા લાગશે, તેથી તમારે દર વખતે આ કામ અચૂક કરવું. જેથી તમારો છોડ સચવાશે અને હંમેશાં લીલો રહેશે.
જો છોડ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.