આપણા શરીર મન અને ઉર્જામાં સંપૂર્ણતા હોય ત્યારે જ આપણે સ્વસ્થ રહીએ છીએ. જયારે આ ત્રણેય વસ્તુ પ્રકૃતિના તાલમેલ સાથે મેચ થાય છે ત્યારે જ સવારે આપણે વ્યવસ્થિત કોઈ પણ આળસ વગર ઉઠી શકીએ છીએ
ઘણા લોકો સવારે વહેલા ઉઠવા માંગતા હોય છે પરંતુ ઉઠી નથી શકતા અથવા તો પરાણે પરાણે વહેલા ઉઠતા હોય છે. સવારમાં ઉઠીને આંખ ખુલતી ન હોય અને એકદમ આળસનો અનુભવ થતો હોય છે. આ વસ્તુની પાછળ એક ખાસ વસ્તુ જવાબદાર છે અને એ છે આપણું ભોજન.
જે રીતે કોઈ પણ મશીનને સારી રીતે ચલાવવા યોગ્ય ઇંધણની જરૂરત હોય છે તેવી જ રીતે આપણા શરીરને પણ યોગ્ય રીતે સ્વસ્થ અને કાર્યરત રાખવા માટે યોગ્ય ઇંધણની જરૂરત પડે છે. ઇંધણ એટલે ભોજન. જો શરીરમાં યોગ્ય અને સારું ભોજન હશે તો શરીર સારી રીતે ચાલશે નહિ તો પછી ચાલશે તો ખરા પરંતુ તમારે તેને પરાણે પરાણે ધક્કા મારીને કોઈ પણ કાર્ય કરાવવું પડશે.
સામાન્ય રીતે લોકો રાંધેલો ખોરાક ખાતા હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભોજનમાં અમુક એન્જાઈમ રહેલા હોય છે. પરંતુ તેને રાંધવામાં આવે તો તેના તે એન્જાઈમ નષ્ટ પામે છે. અને તે એન્જાઈમ શરીરે ઉત્પન્ન કરવા પડે છે. તેના માટે ભોજન પચવામાં વાર લાગે છે અને શરીરની 1 થી 2 કલાક તે ભોજનને પચાવવામાં વેડફાય જાય છે. અને તે પચ્યા બાદ શરીરને ધીમે ધીમે ઉર્જા મળવાનું શરુ થાય છે. તેથી સવારમાં ઉઠતાની સાથે આળસ આવવા લાગે છે તેમજ આંખો બરાબર ન ખુલે તેવું બનતું હોય છે.
પરંતુ જો તમે તમારા ભોજનમાં 40 થી 50% જીવંત ભોજન એટલે કે કાચા ભોજનનો સમાવેશ કરશો તો તમારે આ કોઈ મુશ્કેલીઓ આવશે નહિ. જીવંત ભોજન એટલે કે કોઈ શાકભાજી જેવા કે ટામેટા, કાકડી, કોબીજ અથવા કોઈ પણ ફળ અથવા તો તમે અંકુરિત કઠોળ પણ લઇ શકો છો.
આ રીતે આ પ્રમાણેનું જીવંત ભોજન ખાવામાં આવે તો તેનાથી તમારું શરીર પણ જીવંત રહેશે. જ્યારે તમે પકવેલું કે રાંધેલું ભોજન ખાવ છો તો તે મૃત ભોજન સમાન છે અને એ ભોજન ખાધા બાદ સવારે તમારે કોઈ મડદાને ઉઠાવવાનું છે તેથી તમારે ઉઠવામાં મુશ્કેલીઓ થાય છે.
95% લોકો આ વાત નથી જાણતા તેથી તેઓને સવારમાં ઉઠવામાં મુશ્કેલી આવે છે. જો તમને આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો તમે એક દિવસ આ પ્રયોગ કરીને જુઓ એક દિવસ તમે કોઈ ફળ, કાચું શાકભાજી અથવા તો અંકુરિત કઠોળ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ખાઈને સુઈ જજો. પછી સવારે તમારી ઊંઘ આપો આપ અલાર્મ વગર ઉડી જશે. અને ઉઠતાની સાથે જ તમારું શરીર એકદમ સતર્ક બની જશે.
આ રીતે ભોજનમાં 40 થી 50 % જીવંત ભોજનનો સમાવેશ કરશો તો સવારે વહેલા તો ઉઠી જ જશો પરંતુ તેની સાથે સાથે શરીર પણ સ્વસ્થ અને નીરોગી રહેશે તેમજ દિવસ દરમિયાન તમે ઉર્જાવાન અનુભવશો. તમારું શરીર હવાની જેમ હળવું લાગશે તેથી કોઈ પણ કાર્ય શરીર પાસેથી ધક્કા મારીને નહિ કરાવવું પડે પરંતુ શરીર પોતે ખુબ જ ઉર્જાવાન રહીને ફટાફટ બધા કાર્યો કરવા લાગશે.