નવી વહુ ઘરમાં આવે ત્યારે આપણે હાથની છાપ અને કંકુ પગલાં કરાવતા હોય છે. તેના પગલાં ઘરમાં પડે તે શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કો પગલાં પરથી તમારો સ્વભાવ કેવો હશે તે જાણી શકાય છે. કંકુ પાછળ પણ આ પ્રકારનું લોજીક રહેલું હશે. તે વ્યક્તિનું ભાગ્ય અને ભવિષ્ય કેવું રહેશે તેની પણ જાણકારી આપણે મેળવી શકીએ છીએ.
એવું આપણે કહીએ તો એ વાત ખોટી નથી. કેમ કે વ્યક્તિના પગની છાપ કેવી પડે છે. તેની પરથી સારી રીતે તારણ કાઢી શકાય છે કે માણસ કેવો હશે. તો ચાલો જાણીએ અલગ અલગ પગની છાપ વિશે.
આખા પગની છાપ- જે વ્યક્તિના પગની છાપ આખી પડતી હોય બહુ ભાગ્યશાળી હોય છે. જો કોઈના પગ આખો દિવસ ભીના થાય અને ઘરમાં કે બહાર તેના પગલાં આખા જમીન પર પડતા હોય તો માનવું કે તેના મનમાં કોઈપણ પ્રકારનું પાપ નથી તે સાફ મનના અને ઇમાનદાર હોય છે.
આ વ્યક્તિ ભણવામાં પણ ઘણા હોશિયાર હોય છે. કારણ કે તેની વિચારશક્તિ બધાથી અલગ હોય છે. તેમનું જીવન સામાન્ય હોય છે. સાથે આવા લોકોની કેટલીક ખામીઓ પણ રહેલી હોય છે. તે થોડા આળસું હોય છે.
તે કોઈપણ કાર્ય કરવામાં મોડું કરતા હોય છે. આજનું કામ કાલ પર છોડે છે અને કાલનું થશે ત્યારે એવો આળસું સ્વભાવ હોય છે. તેમના જીવનમાં પરફેક્શન જેવું કંઈક હોતું નથી. કોઈનું કહ્યું સાંભળતા નથી. મરજીના માલિક હોય છે. પણ જે ધારે તે કરીને જંપે છે.
લગ્નજીવન પછી આવા લોકોનું ભાગ્ય ખુલી જાય છે. જે કામમાં ક્યારેય સફળતા ન મળી હોય તેવી સફળતા લગ્ન પછી તેમને મળે છે. શરૂઆતમાં મુશ્કેલી પડે છે. પછી તે ધીમેધીમે 34માં વર્ષે તે પ્રવેશે ત્યારે તેમનો ભાગ્યોદય સારો થઈ જાય છે.
માત્ર પંજાની છાપ- જે લોકોના પગનો માત્ર આગળનો પંજો અને વચ્ચેના ભાગના પગલાં પડતાં હોય છે. તેમને શાસ્ત્રોમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકોને સમાજમાં પણ માન પ્રાપ્ત થાય છે. સારી પ્રતિષ્ઠા, ખ્યાતી મેળવે છે. આવા લોકો જે કોઈ કાર્ય કરે છે. તેમાં સફળતા મળે છે. સારી એવી શાન અને ભૌતિક સુખ મેળવે છે.
તેમ પોતાના સ્વભાવથી લોકોના દિલ જીતી લે છે. બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. જે આમ માણસ સપનાં જોતો હોય છે તે જ્ઞાન અને તાકાતથી હાંસલ કરે છે. આ લોકો આર્થિક રીતે સારા એવા સક્ષમ હોય છે. અને બીજું કે પોતાના બળ પર તે ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકે છે.
આંગળીના પાછળનો ભાગ- જે લોકોના પગની છાપ આંગળીની પાછળની બાજુ વચ્ચે થોડી જગ્યા અને પછી આખી એડીની છાપ પડે તેવા લોકો કર્મનિષ્ઠ હોય છે. આ પ્રકારના લોકોને સમયની કદર ક્યારેય હોતી નથી. જીવનમાં સ્વભાવે પણ આળસુ હોય છે. પરંતુ તેમાં કેટલાક લોકો એવા પણ હોય છે. જે આળસ છોડી પોતાના કામને મહત્ત્વ આપે છે.
જો એક વખત આળસ છોડીને કામમાં મન લગાવે તો ધારે તેવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેમની મહેનત પ્રમાણે ફળ મેળવે છે. જીવનમાં બધા ભૌતિક સુખ મળી રહે છે. તે સિવાય પણ કર્મના કારણે આગળ વધે છે. તેમનો ભાગ્યોદય 28 વર્ષ પછી થાય છે.
પગની છાપની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.