માનવ સેવા એ જ પ્રભુ સેવા! કહેવાય છે ને કે જગતમાં એવા ઘણાય લોકો હોય છે જે માનવ સેવા માટે અનેક કાર્યો કરતા હોય છે. ઘણી વાર આપણી સાથે અથવા કોઈ બીજા સાથે એવી વસ્તુ બની જતી હોય છે કે આક્સ્મિક ખર્ચ આવી જતા હોય છે. એમાંય જો પરિવારમાં ઉંમરલાયક વ્યક્તિ હોય તો આ ચિંતા વધુ સતાવતી હોય છે. અહીં કોઈ મેડિક્લેમ કે અન્ય કોઈ સ્કીમની વાત નથી કરવાની.
આજે અમે તમને એવી અનોખી હોસ્પિટલ વિશે જણાવિશું જ્યાં લાખો રૂપિયાના ઓપરેશન એકદમ ફ્રીમાં કરવામાં આવે છે. ચાલો અમે આપને આ હોસ્પિટલ વિશે સંપૂર્ણ માહિતી આપીએ, જેથી જરૂરિયાતમંદ વ્યકિત અને જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવા દર્દીઓ પોતાના મોંઘા ઓપરેશન અથવા કોઈ પણ બીમારીની સારવાર અહીં કરાવી શકે.
આ એવી હોસ્પિટલ છે, જ્યાં દરેક સારવાર અને ઓપરેશન ફ્રીમાં થાય અને તે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા. બીજી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે દર્દીની સાથે તેના સ્વજનોને પણ ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ આપવામાં આવે છે. આ હોસ્પિટલ ભાવનગરના ઉમરાળા તાલુકાના ટીંબા ગામમાં આવેલી છે.
- આ પ્રકારની સારવાર તમને મફત મળે છે- આટલા ઓપરેશન પણ થશે મફતમાં..
આપણે વિચારતા હોઈએ કે કોઈ નાની-મોટી સારવાર મફત થતી હશે. પરંતુ એવું નથી ભાવનગર નજીક આવેલી આ હોસ્પિટલમાં ઓપીડીથી લઈને, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરીમાં થતા તમામ ટેસ્ટ સાવ મફતમાં થાય છે. અને દવાઓનો પણ કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમાં સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, આંતરડાના ઓપરેશન, જનરલ સર્જરી, ડેન્ટલ ફિઝિયોથેરાપી જેવી ઘણી બધી સારવાર માટે કોઈ પણ પ્રકારની ફ્રી વસુલવામાં આવતી નથી. ઘણા એવા પણ ઓપરેશન કરવામાં આવતા હોય છે જેનો ખર્ચ લાખો રૂપિયા થાય તેમ છતાં દર્દી પાસેથી કોઈ ચાર્જ લેવાતો નથી.
એટલું જ નહીં આ હોસ્પિટલમાં કોઈ મહિલાએ બાળકને જન્મ એટલે કે ડિલિવરી સમયે તેનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે અને પ્રસૂતિ બાદ એક કિટ આપવામાં આવે છે. જેમાં ચોખ્ખુ ઘી, ગોળ અને લોટ તેમજ શીરે કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ પણ ત્યાં ઉપલબ્ધ હોય છે. જેથી પ્રસૂતાને હોસ્પિટલમાં ગરમ શીરો બનાવી ખવડાવી શકાય. આ ઉપરાંત પ્રસૂતાને રજા આપતી વખતે શુદ્ધ ઘીની ઔષધિવાળી દોઢ કિલો સુખડી આપવામાં આવે છે.
માનવ સેવા દ્વારા ચલાવામાં આવતી આ હોસ્પિટલમાં સેવા માટે સર્જન અને સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ વિઝિટમાં આવે છે. આ ઉપરાંત ફિઝિશિયન, રેડિયોલોજીસ્ટ, પેથોલોજિસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો, આયુર્વેદિક, ઓડિયો મેટી જેવી વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ સેવા આપે છે. જેથી કોઈ વ્યક્તિનું પૈસાના અભાવે બીમારીના કારણે મૃત્યુ ન થાય. આશ્ચર્યની વાત એ છે કે 2011થી એટલે કે છેલ્લા 9-10 વર્ષથી આ હોસ્પિટલ આવી જ રીતે ચાલે છે.
કેવી રીતે શરૂ થઈ આ હોસ્પિટલ? એક સંત હતા શ્રી નીર્દોષાનંદ સરસ્વતી. જે આ વિસ્તારના દરેક આશ્રમમાં વિહાર કરતા હતા. અને વિહાર કરતા એવી ઇચ્છા જાગૃત થઈ કે આવી કોઈ સેવા શરૂ કરીએ. જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સારી સારવાર મેળવી પોતાનો જીવ બચાવી શકે. અને તેમના આદેશથી હોસ્પિટલનો પાયો નંખાયો. તેમના નામ પરથી હોસ્પિટલનું નામ ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા’ આપવામાં આવ્યું છે. આજે સ્થિતિ એવી છે કે દિવસના 700થી 800 દર્દી આ હોસ્પિટલમાં સારવાર મેળવે છે. સાજા થયા બાદ બદલામાં આશીર્વાદ આપતા જાય છે. ખરેખર આ હોસ્પિટલમાં માનવસેવાનો હેતુ સાર્થક થાય છે, ત્યારે ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે.
આ હોસ્પિટલ બનાવવાનો તે વખતે 2011 ની સાલમાં અંદાજીત ખર્ચ 5 -6 કરોડ રૂ. કરતા વધુ થયેલો, હાલમાં પણ દર મહીને 50-60 લાખ રૂ. જેવો દર મહીને હોસ્પિટલ ચલાવવાનો ખર્ચ પણ થાય છે. પણ તેની સામે 40,000 થી વધુ ઓપરેશનો કરાયા છે. તેમજ અંદાજીત 7000 જેટલી પ્રસૃતિ અને અંદાજે 7500 જેટલા આંખોના ઓપરેશન પણ કરાયા છે. બીજા નાનામોટા ઓપરેશનો વળી અલગ.. અને કુલ 21 લાખ થી વધુ લોકોને અહીં ભોજન લીધેલું છે.
હોસ્પીટલ કેવી રીતે અને ક્યાંથી જશો. (એડ્રેસ) – આ હોસ્પિટલ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગમે આવેલી છે. અહી તમે પ્રથમ ભાવનગરથી અથવા અમેરેલી સાઈડથી ધોળા જંકશન સુધી ટ્રેનથી આવો ત્યાર બાદ ફક્ત નજીવા અંતરે રીક્ષાથી આ હોસ્પિટલ જી શકશો. અથવા બાઈ રોડ તમે અમરેલી સાઈડથી ધોળા આવી શકો, ભાવનગર સાઈડથી પણ ધોળા આવી શકો અને બોટાદ જીલ્લા સાઈડથી તમે આ હોસ્પીટલે આવી શકો. જો બોટાદ અથવા અહમદાવાદ સાઈડથી આવતા હોવ તો પહેલા આ હોસ્પિટલ આવશે અને ત્યાર બાદ ધોળા શહેર આવશે.
તમે પણ દાન આપી શકો- આપણે વાતો કરતા હોઈએ છીએ કે કળયુગ છે, માનવતા નથી રહી. પરંતુ આવી હોસ્પિટલ હજી પણ માનવતાનો ધર્મ નિભાવી રહી છે. આ હોસ્પિટલમાં એવા દાતા છે જે દર મહિને 5 લાખ રૂપિયા આપે છે. અને 13 એવા દાતાઓ છે જે દર મહિને 1 લાખ રૂપિયા આપે છે. સાથે બીજા પણ ખાના દાતાઓ છે. બીજી એક માહિતી અનુસાર એ જાણવા મળ્યું કે, આ હોસ્પીટલમાં ભોજનાલય બન્યું ત્યારે જે 4 કરોડ જેટલો બીજો ખર્ચ થયેલો તે ધનસુખભાઈ દેવાણીએ ઉપાડી લીધો હતો. (આ તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર)
ઉનાળાના સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારો છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. જે લોકોના આરોગ્યનું રક્ષણ કરે છે. અને શિયાળામાં ઉકાળાનું કેન્દ્ર ચલાવાય છે. ખરેખર આ હોસ્પિટલ માનવસેવનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ હોસ્પિટલમાં તમે પણ દાન દઈ શકો છો, જેની માહિતી ત્યાં મેનેજમેન્ટ તરફથી મળી જશે..
બીજી એક ખાસ વાત. – અહી હોસ્પીટલમાં ઘણા લોકોએ જોયેલું કે, અહીં રસોડા વિભાગમાં ઘણી આજુબાજુ માં રહેતી સ્ત્રીઓ પણ પોતાની સેવા આપવા માટે આવે છે. તો એક ધન્યવાદ એ સ્ત્રીઓને પણ આપવો પડે કે, જે પોતાની સેવા દર્દીઓને આપે છે. સાથે સાથે ઘણા પુરુષો પણ સ્વયં સેવાનું કાર્ય આ હોસ્પીટલમાં ઘણા વર્ષોથી કરે છે. સાથે સાથે આ હોસ્પીટલના તમામ સંચાલકો અને ડોકટરોનો પણ એક વખત દિલથી અમે આભાર માનીએ છીએ કે..
આ માહિતી બીજા લોકો સાથે જરૂર શેર કરજો. જેથી બીજા જરૂરિયાત મંદ લોકો આ હોસ્પીટલનો લાભ લઇ શકે. ધન્યવાદ. તમને આ લેખ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો. તેમજ કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઉપરની તમામ માહિતી ઈન્ટરનેટ આધારીત છે જેમાં થોડો ફેરફાર હોઈ શકે છે. . તેમજ વધુ આવી માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.