👉 ઘણી વખત એવું બને છે કે અડધી રાત્રે અચાનક જાગી જવાય અને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે. તે સમયે બરાબર આપણી ઉંઘ પણ પૂરી થતી હોતી નથી. પેશાબ જવાથી આપણા શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થ બહાર નીકળે છે. તે સારી બાબત છે. પરંતુ વધારે પડતો પેશાબ પણ કેટલીક બીમારીના સંકેત હોઈ શકે છે.
👉 અમુક સમયે રાત્રે ઉજાગરા જેવી પરિસ્થિતિ સર્જાય તો ગંભીર બીમારીના સંકેત હોય શકે છે. કેટલીક વખત આપણે બહારગામ જઈએ ત્યારે શરમજનક પરિસ્થિતિ લાગતી હોય છે. પરંતુ આ તકલીફને કેટલાક લોકો અવગણતા હોય છે. જોઈએ તેટલી ગંભીરતાથી લેતા હોતા નથી. અંતે ભયંકર બીમારીનો સામનો કરવો પડતો હોય છે. તો આજે જણાવીએ વારંવાર પેશાબ આવવાના કારણો વિશે…
👉 પ્રોસ્ટેટની તકલીફ- પ્રોસ્ટેટ એ ગોલ્ફ-બોલના કદની ગ્રંથિ છે. જે સ્ખલન દરમિયાન બહાર નીકળતું પ્રવાહી બનાવે છે. તમારું પ્રોસ્ટેટ શરીરની સાથે સાથે વધે છે, પરંતુ તેનો કદમાં વધારો થાય તો તકલીફનું કારણ બની શકે છે. મોટું પ્રોસ્ટેટ પેશાબની સિસ્ટમ પર દબાણ લાવે અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે.
👉 ડાયાબિટીસ- હકીકતમાં શરીરમાં વધારે રક્ત શર્કરાને બહાર કાઢવાનું કામ પેશાબ દ્વારા થાય છે. જો તમને આ તકલીફ રહેતી હોય તો એક વખત જરૂર ડાયાબિટીસનો ચેકઅપ કરાવી લેવો જોઈએ.
👉 યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન- ઘણી વખત અમુક વ્યક્તિ પેશાબ આવે તો તેને રોકી રાખતા હોય છે. તે પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તેનાથી યુરિન ઇન્ફેક્શન થઈ શકે છે અને તેના કારણે બળતરા થવા લાગતી હોય છે. તેના લીધે અમુક સમયે તમને વારંવાર પેશાબ આવી શકે છે.
👉 અસંતુલિત હોર્મોન્સ- શરીરમાં એન્ટી ડાયયુરેટીક હોર્મોનની ઉણપના કારણે તમારે રાત્રે વારંવાર યુરીન જવું પડતું હોય છે. આ હોર્મોન દ્રવના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ હોય છે. જો શરીરમાં તેની ઉણપ વર્તાય તો પેશાબ જવું પડે છે.
👉 બ્લેડર પ્રોલેપ્સ- કેટલીક સ્ત્રીઓને વારંવાર પેશાબ જવું પડતું હોય છે. અને આ તકલીફ ખાસ કરીને ડિલીવરી પછી વધારે જોવા મળતી હોય છે. તો તેનું કારણ છે નબળું મૂત્રાશય. જેને લઈ ડૉક્ટરની ખાસ સલાહ લેવી જોઈએ.
👉 ગર્ભાશયનું કેન્સર– તમારા અંડાશયમાં સીસ્ટ, ગર્ભાશય કેન્સર અને અન્ય સ્થિતિઓમાં તેનો આકાર વધી જવાના કારણે મૂત્રાશય પર દબાણ આવતું હોય છે. જેના લીધે પણ વારંવાર પેશાબ જવું પડે છે.
👉 વધારે પ્રવાહીનું સેવન- કેટલાક લોકો વધારે પડતાં પ્રવાહીનું સેવન કરતાં હોય છે. તેના લીધે પેશાબ જવું પડે છે. પાણી અમુક માપ કરતાં વધારે પીવામાં આવે તો પણ આ તકલીફ થતી હોય છે. તો રાત્રે સૂવાના 2 કલાક પહેલા પાણી ઓછું પીવાનું શરૂ કરવું જોઈએ.
👉 પગમાં સોજા- ઘણાના પગ હંમેશાં સોજાવાળા રહેતા હોય છે. તો તે ગંભીર નિશાની હોઈ શકે છે. તેને એડિમા કહે છે. જેના લીધે વારંવાર યુરિન આવે છે. તેના માટે થોડી મિનિટ પગ ઉપર રાખવા, જેથી શરીરના અમુક ભાગમાં દ્રવ સમાનરૂપમાં વિપરિત થઈ જશે. અને તકલીફ ઓછી થશે.
👉 ઓલ્કોહોલનું સેવન- રાત્રે સૂતા પહેલાં આલ્કોહોલનું સેવન પણ પડી શકે છે ભારે. જો તમે આલ્કોહોલનું સેવન કરો છો તો 3 કલાક પછી સૂવું જોઈએ. જેથી રાત્રે વારંવાર યુરિન જવાની સમસ્યા ન રહે.
👉 આમ, કોઈપણ જાતની યુરિનની તકલીફ તમને ગંભીર બીમારી નોતરી શકે છે. એટલે ક્યારેય પણ પેશાબની સમસ્યા રહે તો તેનો સમયસર ઇલાજ કરાવી દેવો જોઈએ.
જો રાત્રે વારંવાર પેશાબ જવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.