લસણ પોતાના લઝીઝ ટેસ્ટના કારણે ઓળખાય છે. લસણ પોતાના તેજ સ્વાદ અને સુગંધથી ભોજને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ લગભગ લોકો અજાણ છે કે લસણમાં ઘણા ઔષધીય ગુણો પણ રહેલા છે. જે ગુણો આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં ખુબ જ મદદ કરે છે.
પહેલા કાચું લસણ ખાવાથી શું ફાયદા થાય તે જાણો અને ત્યાર બાદ તે લસણ કઈ રીતે ખાવું તે જાણીશું.. લસણ ખાવાની રીત ધ્યાનથી વાંચજો, તેમાં જણાવ્યા અનુસાર સ્ટેપ અનુસરજો. અને અંતમાં આ લસણ ખાતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે ભૂલ્યા વગર વાંચજો.
બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખે છે
લસણ બ્લડ પ્રેસરને નિયંત્રણમાં લાવવામાં ખુબ જ મદદ કરે છે. માટે જે લોકો બ્લડ પ્રેસરના દર્દી છે તે લોકોએ યોગ્ય માત્રામાં લસણનું સેવન કરે તો તેમને બ્લડ પ્રેસર મેનેજ કરવામાં ખુબ જ સરળતા રહે છે. આજના સમયમાં બ્લડ પ્રેસરની સમસ્યા ખુબ જ સામાન્ય થઇ ગઈ છે. બ્લડ પ્રેસરના કારણે હૃદય રોગ જેવા કે હાર્ટ અટેક, સ્ટ્રોક વગેરે જેવી બીમારીઓનું જોખમ વધે છે. એવી પરિસ્થિતિમાં જો નિયમિત થોડું લસણનું સેવન કરવામાં આવે તો તે હ્રદય માટે ખુબ જ ફાયદાકારક નીવડે છે.
વજન ઘટાડવામાં લાભદાયી
મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે લસણ વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. લસણના સેવનથી શરીરમાં રહેલા ટોક્સીન બહાર નીકળી જાય છે. આ ઉપરાંત શરીરમાં રહેલી વધારાની ચરબી પણ ઓગળી જાય છે તેથી સરળતાથી વજન ઘટે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે તે લોકો નિયમિત લસણનું સેવન કરે તો ધીમે ધીમે સરળતાથી તેનું વજન ઘટવા લાગશે. લસણમાં થર્મોજેનેસિસ નામનું તત્વ રહેલું છે જે શરીરમાં ગરમી ઉત્પન કરે છે જેનાથી શરીરની વધારાની ચરબી ઓગળવામાં સહાય મળે છે. તેમજ પાચનતંત્ર પણ સુદ્રઢ બને છે જેથી મોટાપાની સમસ્યા દુર કરવામાં મદદ મળે છે.
ડાયાબીટીશ માટે
ડાયાબીટીશના દર્દીઓએ પોતાના દૈનિક આહારમાં લસણનો અવશ્ય સમાવેશ કરવો જોઈએ. જે લોકોને ટાઈપ- 2 ડાયાબીટીશ હોય છે તેમના શરીરમાં સુગરની માત્રા નિયંત્રિત કરે છે અને ડાયાબીટીશને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તેમાં એન્ટી ડાયાબીટીક ગુણ રહેલો છે તે ડાયાબીટીશના જોખમને ઘટાડે છે.
શરદી ઉધરસ અને તાવ – કોલેસ્ટ્રોલની સમસ્યા
ઘણી વખત લોકોને શરદી ઉધરસ કે તાવથી બચવા માટે લસણના સેવનની સલાહ આપવામાં આવે છે. એક અધ્યયન દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે લસણમાં અમુક એવા સપ્લીમેન્ટ છે જે શરદી ઉધરસથી વ્યક્તિને બચાવે છે. લસણ શરીરમાં રહેલા હાનિકારક કોલેસ્ટ્રોલને ઘટાડવામાં લાભદાયી સાબીત થાય છે. લસણમાં રહેલા એન્ટી હાઈપરલીપીડેમિયા ગુણ રહેલા છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
રોજે લસણનું સેવન કરીને તમે પોતે સ્વસ્થ રહી શકો છો. આ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી પરંતુ દુનિયામાં સૌથી વધારે લોકો હાર્ટ અટેક, સ્ટ્રોક, કેન્સર, બ્લડ પ્રેસર જેવી બીમારીઓથી મૃત્યુ પામે છે. એવામાં લસણનું સેવન કરવાથી આ બીમારીઓનું જોખમ ઘટી જાય છે.
આ રીતે કરવું લસણનું સેવન કરવું
મિત્રો તમે સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે અને ઘણા લોકો તો સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીતા પણ હશે. પરંતુ સવારે ખાલી પેટે પાણીની સાથે કાચું લસણ ખાવાથી તેના ફાયદા બમણા થઇ જાય છે. સવારમાં ઉઠ્યા બાદ ખાલી પેટે એક ગ્લાસ પાણી સાથે માત્ર બે કળી લસણ ખાવાથી ઘણા ફાયદા થાય છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખવું
મિત્રો જયારે પણ તમે સવારે કાચા લસણનું પાણી સાથે સેવન કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે લસણ તાજું હોવું જોઈએ. આ ઉપરાંત સવારે ખાલી પેટ તેમજ દિવસ દરમિયાન વધારે માત્રામાં લસણનું સેવન ન કરવું. કારણ કે જરૂરિયાત કરતા વધારે લસણનું સેવન કરવાથી શરીર પર તેના નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. જે લોકોને લસણની એલર્જી છે તેમણે કાચા લસણના સેવનથી બચવું જોઈએ. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ તેમજ જે લોકોને પેટમાં અલ્સરની સમસ્યા છે તે લોકોએ પણ લસણનું સેવન ના કરવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.