💁દોસ્તો, આજના સમયમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેઓને ક્યારેય કોઈ પણ દવા જ ના લેવી પડી હોય. આજે લોકોને કોઈને કોઈ સામાન્ય તકલીફ થતી જ રહે છે. તેમાંથી ફરી સાજા થવા માટે તે દવાનો સહારો લે જ છે. આજના નવજાત શિશુ પણ દવાથી બચી શક્યા નથી તે એક ખૂબ જ મોટી દુખની વાત કહીએ તો કઈ ખોટું નથી.
💁તમને દવાની સ્ત્રીપમાં મુખ્યત્વે બે વસ્તુ ખાસ જોવા મળશે. 1. દરેક ટેબ્લેટ વચ્ચે જગ્યા હોય છે. અને 2. કેટલીક વાર અમુક ટેબ્લેટની જગ્યા ખાલી પણ હોય છે. હકીકતમાં આ કોઈ મેડિકલી ભૂલ નથી હોતી પરંતુ તેના પાછળ પણ એક ચોક્કસ કારણ હોય છે. આ બાબતને લઈને કદાચ તમારા લોકોના મનમાં વારંવાર સવાલો ઉઠતાં હશે. તો દોસ્તો, તમારા એ સવાલોનો જવાબ અમે લઈને આવ્યા છીએ તો આર્ટિકલને પૂરો ચોક્કસ વાંચો.
દવાઓ વચ્ચે જગ્યા રાખવાના કારણો :
💁1. દવાઓની વચ્ચે જે ખાલી જગ્યા હોય છે તેના કારણે દવાઓના કેમિકલને એકસાથે ભળતા અટકાવે છે. અને તે જ કારણ છે કે દવા બગડતી નથી. દવાના પેકિંગમાં આ જે સ્પેસ હોય છે તેના કારણે જ કોઈપણ પ્રકારના રીએક્શન થવાનો ડર રહેતો નથી. દવાઓને લોંગ ટાઈમ સાચવવા માટે આ રીત એકદમ યોગ્ય છે. ઘણીવાર આ સ્પેસ સ્ટ્રીપ કાપવા માટે પણ રાખવામાં આવે છે. આ રીત ગાદી જેવુ કામ કરે છે જેના કારણે દવાઓ એક સાથે ભળતી પણ નથી. અને તેને એક સાથે લઈ જાવામાં સરળતા રહે છે. આ પધ્ધતિના કારણે જ દવાઓ પેકેજિંગ મશીનની અંદર ક્યાંય પણ અટકતી નથી.
💁2. દવાઓને ઉચ્ચ દબાણથી બચાવવા પણ ખાલી જગ્યા રખાય છે. આના સિવાય એક જગ્યાએ એક પ્લાન્ટમાં બનતી દવાને આપણા દેશના સિવાય અન્ય દેશમાં પણ મોકલવાની હોય છે અને તેથી દવાને ઉચ્ચ દબાણથી બચાવવા માટે અને તેને ઘસારાથી સુરક્ષીત રાખવા માટે અમુક વાર વધારે જગ્યા મૂકવામાં આવે છે, તો ઘણી વાર એમ જ ખાલી શેલ પણ મૂકવામાં આવતા હોય છે. કદાચ કોઈ કારણો સાર ક્યારેક દવાના પત્તા પર વધારે દબાણ સર્જાય તો તેવા સંજોગોમાં નુકશાન દવાને પણ ખાલી શેલને જ થાય છે.
💁 3. ઘણી વખત તમે એમ પણ જોશો કે દવાની પૂરી સ્ત્રીપમાં માત્ર અને માત્ર એક જ ગોળી હોય છે. તો તેના માટે એવું કારણ છે કે ડૉક્ટર ઘણી વખત ડોઝનો ખાસ ખ્યાલ રહે તેવી દવા લખતા હોય છે. અને જો સ્ટ્રીપમાં એક જ ગોળી હોય તો તેને ગણવી વધુ સરળ થઈ જાય છે અને કોઈ પણ કન્ફ્યુઝન થતું નથી.
💁 4. આના સિવાય પણ વિશેષ સ્પેસ નું એક કારણ છે કે પ્રિન્ટ એરિયા આનાથી વધારી શકાય છે. આપણે ઘણી વાર જોયું હોય તો દવાના આખા પાનાંમાં માત્ર એક જ દવા હોય છે. તો આ રીતે પેકિંગ કરવાનું કારણ માત્ર એ જ છે કે કાર્ડમાં પાછળના ભાગમાં પ્રિન્ટિંગ તારીખ, દાવમાં ઉપયોગમાં લેવાયેલ સામગ્રી, એક્સપાયરી ડેટ વગેરે જેવી માહિતી છાપવા માટે જગ્યાની જરૂર પડે છે. તો આ માટે જ તેમાં સ્પેસ મૂકવામાં આવે છે.
જો આવી જનરલનોલેજ વિષેની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.