આપના દેશમાં લસણનું સેવન બધીજ ખાવાની સામગ્રીમાં થાય છે. તેવું નથી કે ભારતમાંજ થાય છે. બીજા પણ દેશોમાં લગભગ બધીજ ખાવાની વસ્તુમાં લસણનો ઉપયોગ થતો હોય છે. લગભગ બધાજ ઘરમાં લસણનો ઉપયોગ શાકના સ્વાદ વધારવા માટે કરતાં હોય છે. લસણ ઘણા રોગોમાં ઉપયોગી બને છે. લસણથી પેટની સમસ્યા પણ દૂર રહે છે. અપચો જેવી સમસ્યા વધારે થતી હોય તેની માટે લસણ એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
આ બધી વસ્તુ એક સમાન્ય માણસ માટે ઉપયોગી છે. પણ અમુક એવી સ્તિથિમાં માણસને લસણનું સેવન મુશ્કેલી વાળું બની શકે છે. જ્યારે તેવી પરિસ્થિતીમાં લોકો માટે લસણ ઝેર સમાન થાય છે તો આજે જણાવીશું કે, ક્યારે ક્યારે લસણનું સેવન કરવું ભયંકર થાય છે.
જે પણ વ્યક્તિએ તાજું ઓપરેશન કરાવેલું હોય તેની માટે લસણનું સેવન ખુબજ ખતરનાક માનવામાં આવે છે. કારણકે જ્યારે પણ શરીરની કોઈ સર્જરી કે, ઓપરેશન થાય છે ત્યારે વ્યક્તિનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં હોતું નથી અને લસણના સેવનથી બ્લડપ્રેશર ઉપર થાય છે અને તે વ્યક્તિ માટે સમસ્યા ઊભી કરી શકે છે. તે માટે લગભગ 10 દિવસ સુધી લસણનું સેવન ટાળવું જોઈએ.
જે પણ લોકોને લોહીની કમી હોય છે એટલેકે, એનેમિયા જે લોહીના ટકા ઘટાડે છે. તે રોગ દરમિયાન લસણનું સેવન મુશ્કેલી ઊભી કરી શકે છે. લસણથી લોહીમાં રહેતા ફેટ ઓછા કરે છે. એનેમિયાના રોગોને લોહીના પોષકતત્વો વધારવાની જરૂર હોય છે. જે લસણના સેવનથી ઓછા થાય છે. તેથી લસણનું સેવન લોહીના દર્દી માટે મુશ્કેલી ઊભી કરે છે.
જ્યારે પણ મહિલાઓ પ્રેગનેંટ હોય છે ત્યારે તેની માટે લસણનું સેવન હાનિકારક થઈ શકે છે. ઘણી મોટી ઉમરની મહિલાઓ લસણના સેવન કરવાની વાત કરતી હોય છે. પણ લસણનું સેવન ના કરવું જોઈએ તેની માટે ઘણા કારણ છે ચાલો જાણીએ તે કારણ. લસણ આમતો ગરમ માનવામાં આવે છે તો સમજવું જોઈએ કે, ગરમ વસ્તુ પ્રેગનેંટ મહિલાને ખાવાની મનાઈ હોય છે. ડોકટરો પપૈયું ખાવાની પણ મનાઈ કરતાં હોય છે. તો લસણ પણ ગરમ હોય છે તેનું સેવન પણ ટાળવું જોઈએ.
જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે તેને લસણનું સેવન ના કરવજોઈએ તેનું કારણ છે. લસણના ગરમ સ્વભાવના કારણે લોહીનું સર્ક્યુલેશન વધારે થાય છે. તેનાથી બ્લડ પ્રેશર હોય તેનાથી ઘટે છે. આ સમસ્યાથી વધારે તકલીફ ઊભી થાય છે તેથી વધારે તે લોકોને લસણનું સેવન કરવું ના જોઈએ.
ત્યાર બાદ જો તમને વધુ લસણ ખાવાની ટેવ છે, તો તમે પણ જાની લેજો કે, આયુર્વેદમાં કહ્યું છે કે જે વસ્તુ હદથી વધુ ખાવામાં આવે તે એક રીતે શરીર માટે હાનીકારક સાબિત થાય છે. જો તમને લસણ ખાવાની કોઈ ના નથી પણ આયુર્વેદના જાણકાર હોય તેવા વ્યક્તિની મંજુરી લઈને તેનું સેવન કરો જેથી ક્યારે લસણ ખાવું અને ક્યારે અટકવું તેવું તે માણસ તમને જણાવી શકે.
આ બધી સમસ્યા લોકોને સમાન્ય હોય છે. પણ આ સમસ્યાથી વધારે ના ઊભી થાય તે માટે સમજી વિચારીને લસણનું સેવન કરવું જોઈએ. ઉપર લખેલી સમસ્યા વાળા લોકોને આ વાત ખાસ ધ્યાન રાખવી જરૂરી છે તે માટે બીજાને પણ આ આર્ટીકલ વાંચવાનું કહો અને આ સમસ્યા હોય તેને લસણનું સેવન કરતાં અટકાવો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.