લસણ વિષે ઘણું જાણતા હશો પણ આજે આપણે લસણની છાલ વિષે વાત કરીશું. લસણ વિષે આયુર્વેદમાં ઘણું કહેલું તેના ઘણા ફાયદાઓ શરીરમાં અલગ અલગ બીમારીમાં રાહત અપાવે છે. પણ તમે ક્યારે તેની ઉપર રહેલી છાલ વિષે સમભાળ્યું છે. તેમાં પણ ઘણા ગુણ રહેલા હોય છે. સમાન્ય રીતે લસણની છાલ આપણે કચરામાં નાખી દેતા હોઈએ છીએ પણ આજે આ આર્ટીકલ વાંચીને તમે તેવી ભૂલ કરવાનું બંધ કરી દેશો અને લસણની છાલનો ઉપયોગ કરવા લાગશો.
લસણમાં જેટલા ગુણો રહેલા છે. તેમજ તેની છાલમાં પણ ઘણા ગુણો રહેલા છે. લસણની છાલમાં એન્ટિબેકટિરિયલ, એન્ટિફંગસ અને એન્ટિવાઇરલ જેવા ગુણો રહેલા છે. ચામડીને બહારી કીટાણુથી બચાવવામાં મદદ કરે છે. આજે જાણીશું લસણની છાલ શરીરમાં કેટલી જગ્યાએ ઉપયોગી સાબિત થાય છે.
સૌથી પહેલા લસણની છાલને તમે ભોજનનો સ્વાદ વધારવા કરી શકો છો. લસણની છાલને પીસી ભુક્કો કરી સૂપની અંદર મિક્સ કરી શકો છો તેનાથી સ્વાદમાં વધારો થશે. ચિકનસ્કૂટની અંદર પણ લસણની છાલને પીસી ભુક્કો કરી ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય કરવાથી ભોજનમાં અલગ સ્વાદ મેળવી શકો છો. ઘરે બનાવવામાં આવેલા સૂપ અથવા ચીકનની વસ્તુને લસણની છાલ વધારે સ્વાદિષ્ટ બનાવી શકે છે.
લસણની છાલથી શરીરમાં કેટલા અદ્ભુત ચમત્કાર થાય છે તે જાણીએ. લસણની છાલ ખીલ કાઢવામાં મદદ કરે છે. સૌથી પહેલા લસણની છાલને પીસીને ભુક્કો કરો સાવ થોડું પાણી મિક્સ કરી મોઢા પર રહેલા ખીલ ઉપર લગાવો. તેની અંદર રહેલા એન્ટિબેકટિરિયલ ગુણ ખીલ કાઢવામાં મદદ કરશે. આ ઉપાય રાત્રે સુતા પહેલા કરવો એટલે સવારે ઠંડા પાણીથી મોઢું સાફ થઈ શકે. આ ઉપાય બે દિવસે એક વાર કરવો. અઠવાડિયામાં ત્રણ વાર કરવો વધારે નહીં. લસણની તાસીર ગરમ હોય છે, તેથી વધારે ઉપયોગ હાનિકારક રહશે.
બીજો ઉપાય છે તાવ અને શરદી માટે. તાવ અને શરદી રહેલા વ્યક્તિને એક લસણની છાલને એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો, પાણી અર્ધુ થાય પછી તેને ગાળીને તે પાણીનું સેવન કરો. તાવ અને શરદીમાં જલ્દીથી રાહત મળશે. સાદો તાવ અથવા તાવની શરૂઆત થાય ત્યારે આ પ્રયોગ કરવો. વધારે શરીરમાં તાવ લાગે તો, ડોકટરની સલાહ અથવા દવા તરત લઈ લેવી.
વાળ માટે મહિલાઓ એક વાર આ ઉપાય ખાસ કરવો. સૌથી પહેલા 7 કે 8 લસણની છાલ કાઢો અને તેને અર્ધી ડોલ જેટલું પાણી લેવું અને તેની અંદર નાખો. પછી તે પાણીને બરાબર ઉકાળો પછી તેને ઠંડુ થવા દેવું. ઠંડુ થયા પછી તે પાણી થોડું થોડું માથામાં નાખો અને માલિશ કરતાં કરતાં વાળને તે પાણીથી ધોવો. વાળ ખરવાની સમસ્યા ઓછી થવા લાગશે મહિલાઓ આ ઉપાય એક વાર જરૂર કરવો જલ્દીથી ફરક દેખાવા લાગશે.
સ્વાસ ચડવાની સમસ્યા. એક લસણની છાલ કાઢી પીસી લો. તે પીસેલી છાલને બે સરખા ભાગ કરો પછી તેનો એક ભાગ સવારે એક ચમચી મધ સાથે મિક્સ કરી ચાટી જવો અને બીજો ભાગ રાત્રે સુતા પહેલા એક ચમચી મધ સાથે મિક્સ કરી ચાટી જવો. નિયમિત આ વસ્તુનું સેવન કરવાથી સ્વાસ ચડવાની સમસ્યા ઓછી થવા લાગશે.
પગનો દુખાવો. બે અથવા ત્રણ લસણની છાલ કાઢી તેને એક તપેલી પાણીમાં ઉકાળો પછી તેને ઉકાળી તેની અંદર પગને રાખો દુખાવો ઓછો થવા લાગશે. પગમાં સોજો ચડ્યો હશે તો પણ ઉતરી જશે. પગ અથવા હાથના દુખાવાને દૂર કરવા માટે લસણની છાલ દવા રૂપ કામ કરે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.