અનેક ગ્રંથોમાં સ્વર્ગ અને નરક વિશેની રોચક જાણકારીઓ વાંચવા મળે છે. પુરાણો અનુસાર સ્વર્ગએ સ્થાન છે. જ્યાં દેવોનો વાસ છે. ખરાબ કર્મો કરનાર વ્યક્તિને નરકમાં મોકલવામાં આવે છે. જ્યાં તેમના કર્મો મુજબ સજા નક્કી કરવામાં આવતી હોય છે. મૃત્યુ પછીની એવી ઘણી સજાઓ છે જેના વિશે ઘણા ખરાં લોકો જાણતા હોતા નથી. તો ચાલો જાણીએ ગરુડ પુરાણમાં વર્ણવેલી સજાઓ વિશે.
1.મહાવટ – જે મૃત્યુ પહેલા છોકરીઓને વેચવાનું કામ કરે છે. તેવા વ્યક્તિઓ અહીં આવે છે અને નર્કમાં મડદા-કિડાઓથી જે જગ્યા ભરેલી હોય છે. તેમાં રાખીને સજા આપવામાં આવે છે. 2.તામિસ્ર – જે લોકો બીજાની મિલકત ચોરી લે છે, ચોરી કરવી કે લૂંટ કરવી કહેવાય છે. તેમાં દંડ સ્વરૂપે માનવીને લોખંડની પટ્ટીઓથી માર મારવામાં આવે છે. વ્યક્તિ લોહી લુહાણ ન થઈ જાય અને બેભાન ન થઈ જાય ત્યાં સુધી તેને મારવામાં આવતો હોય છે.
3. અંબરિશ – સોના, ચાંદી કે આભૂષણોની ચોરી કરે છે અથવા ગેરફાયદો ઉઠાવે છે. બળપૂર્વક બીજાની સંપત્તિની ચોરી કરે. તેમને આ સજા આપવામાં આવે છે. તેમાં હાથ-પગ બાંધીને આગમાં શેકવામાં આવે છે. 4. વજ્રકુઠાર અહીં નર્ક વજ્રોથી ભરેલું હોય છે. જે લોકો ઝાડ કાપતા હોય અથવા તેને હાનિ પહોંચાડતા હોય છે. તેમને અહીં લાંબા સમય સુધી રાખી વજ્રોથી મારવામાં આવે છે.
5. કુંભીપાક- તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ જો કોઈની જમીન હડપી લેવામાં આવે તો તેમને નર્કમાં જવું પડે છે. અને અહીંની જમીન ગરમ કોલસાથી ભરેલી હોય છે. જેને આ પ્રકારની સજા અપાય છે. 6. તિલપાલ- ઘણા લોકોને બીજાને તડપાવામાં મજા આવતી હોય છે. જે લોકો બીજાને પીડા આપે છે. તેમને તલની જેમ પીસીને તેલ કાઢવામાં આવે છે. અને તે જ રીતે જીવને તડપાવામાં આવે છે.
7. મહાવિચી- આ સજા ખરાબમાં ખરાબ કહેવાય છે. જેણે ગાયની હત્યા કરી હોય તેમણે તો નર્કમાં જવું જ પડે છે. તેમના માટે લોખંડના કાંટા હોય છે. અને આખું નર્ક લોહીથી ભરેલું હોય છે. તે જગ્યા પર રાખવામાં આવે છે. 8. મહાતામિસ્ર – જે લોકો વગર વાંકે માતા-પિતા, ભાઈ, મિત્ર કે કોઈપણ સંબંધીની હત્યા કરે, તો તેને આ નર્ક જળુમાં જવું પડે છે. જે માણસનું લોહી સૂચે છે.
9.કુડ્મલ – ભગવાનનું નામ લેવું પણ જરૂરી છે. જે લોકો રોજ બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞનું અનુષ્ઠાન કરતા નથી તેમને અહીં લવાય છે અને સજા રૂપે મૂત્ર, પીબ અને ઉલ્ટીથી ભરેલી જગ્યા પર રાખવામાં આવે છે. 10. અપ્રતિષ્ઠ – પણા વડીલો કહેતા હોય છે કે બ્રાહ્મણ એટલે ભગવાન. તેમને ક્યારેય હેરાન ન કરવા જોઈએ કે અપશબ્દોનો પણ ઉચ્ચાર ન કરવો જોઈએ. પણ જે લોકો બ્રાહ્મણને હેરાન કરે છે તેમને મૂત્ર અને ઉલ્ટીથી ભરેલી જગ્યા પર રાખવામાં આવે છે. અને પીડા ભોગવે છે.
11. ક્રકચ- જે લોકોને એવી સ્ત્રી જોડે આડા સંબંધો હોય છે. તેમને અહીં તીક્ષ્ણ આરા વડે ચીરી નાખવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ એવી સ્ત્રીઓ સાથે સંબંધો રાખવાની ના પાડી છે. 12- મંજૂષ- જે લોકો પૃથ્વી પર હતા ત્યારે અપરાધ ન હોય તેવા લોકોને કેદમાં રાખતા હતા. તેમને બળ બળતી લોખંડ જેવી ધરતી વાળા નર્કમાં રાખવામાં આવે છે.
13-નિરુચ્છવાસ –ઘણા લોકો દાન આપતા હોય તેમાં કેટલાક લોકો એવા હોય છે કે તેમં વિઘ્ન નાખતા હોય છે. તેમને અહીં ફેંકવામાં આવે છે. આ નર્કમાં અંધારું હોય છે. અને વાયુ જરાય હોતો નથી. 14- રૌરવ- અમુક લોકોને ગવાહી આપવા માટે બોલાવામાં આવે છે. ત્યારે તે લોકો ખોટી ગવાહી આપતા હોય છે. તેમના માટે લોખંડના બળતા તીર રાખવામાં આવ્યા છે. અને તીર સાથે બાંધીને પીડા આપવામાં આવે છે.
15મહાજ્વાલ જે માણસો હંમેશાં પાપમાં રચ્યાપચ્યા રહે છે. તેમને આ નર્કમાં નાખવામાં આવે છે. અહીં ચારે તરફ બળબળતી આગ હોય છે. તેમને આ આગમાં નાખવામાં આવે છે. 16- મહાપ્રભુ – ઘણા લોકો એવા હોય છે કે પતિ-પત્ની વચ્ચે ઝગડા કરાવતા હોય છે. અને તેમને જુદા પાડી પોતે ખુશ થતા હોય છે. તેવા લોકો માટે લોખંડનું તીક્ષ્ણ તીર રાખવામાં આવ્યું છે. તેમાં લોકોને પરોવને પીડા અપાય છે.
17. કરમ્ભક બાલુકા – આમાં એક કૂવા જેવું બનાવેલું હોય છે. તેમાં ગરમ રેતી અને અંગારા ભરેલા હોય છે. જે લોકો બીજા જીવોને બાળતા હોય છે. તેમને આ કૂવામાં ધકેલી દેવામાં આવે છે. 18 -મહાભીમ – આપણા હિંદુ ધર્મમાં માંસ, મચ્છી જેવી વસ્તુ ન ખાવાનું કહેવામાં આવ્યું છે. તેમ છતાં જે લોકો ખાય છે. તેમના માટે ગંદા માંસ અને લોહીથી ભરેલા નર્કમાં નાખવામાં આવે છે. તેમને અસહ્ય પીડા અપાય છે.
19- દુર્ધર- અહીં જળુ અને વીંછી ભરેલા હોય છે. જે લોકો વ્યાજ વસૂલ કરતા હોય તેમને અસહ્ય પીડા અપાય છે. 20-શાલ્મલિ – જે સ્ત્રીઓ અન્ય કે અનેક પુરુષ સાતે સંબંધ રાખે છે. જે વ્યક્તિ હંમેશાં જૂઠુ બોલતો હોય છે, અથવા બીજા કોઇના ધન અને સ્ત્રી પર નજર બગાડતા હોય તેવા લોકો ને અહીં લવાય છે. એટલું જ નહીં વૃદ્ધની હત્યા કરે છે અથવા પુત્રવધૂ, બહેન, પુત્રી વગેરે સાથે અનૈતિક સંબંધ રાખે છે. તેમને બળતા કાંટાથી ભરેલા નર્કમાં લાવવામાં આવે છે. યાતના પણ ખૂબ અપાય છે.
21- અસિપત્રવન – જે લોકો મિત્રોને દગો આપતા હોય છે. તેમને આ નર્કમાં નાખવામાં આવે છે. જંગલ જેવા નર્કમાં ઝાડ ઉપર પાનની જગ્યાએ તીક્ષ્ણ તલવારો હોય છે. તેમને આ સજા અપાય છે. 22 -વજ્રમહાપિંડ – પ્રાણીઓની હત્યા કરીને ખાય, આસન, પથારી, વસ્ત્રો ચોરે છે. તેમને આ પ્રકારનું નર્ક મળે છે. જે લોકો ધર્મમાં નથી માનતા તેમને પણ અહીં લાવવામાં આવે છે.
23 – તૈલપાક- આ નર્કમાં જે લોકો મિત્રો અને શણાગતોની હત્યા કરે છે. તેમને બળબળતા તેલમાં નાખીને પીડા આપવામાં આવે છે. 24- ક્ષુરધાર- જે લોકોએ બ્રાહ્મણોની જમીન હડપી લીધી છે. તેમને અહીં અસ્તરાઓથી ભરેલા નર્કમાં રાખવામાં આવે છે. તેમને અહીં કાપી નાખવામાં આવે છે. 25-ઉગ્રગંધ- આ નર્કમાં લાળ, ઉલ્ટી, મૂત્ર અને ઘણી ગંદકી હોય છે. જે લોકો પિતૃઓનું પિંડદાન કરતા હોતા નથી તેમને અહીં નાખવામાં આવે છે.
26- ગુડપાક- ચારેય તરફ ગુડના કુંડ હોય છે. જે લોકો સમાજમાં વર્ણ સંકરતા ફેલાવતા હોય છે. તેમને આ કુંડમાં નાખીને યાતના અપાય છે. 27-વિલેપાક- બ્રાહ્મણોને ભગવાન સમાન ગણવામાં આવે છે, પરંતુ જે બ્રાહ્મણ દારૂ પીવે છે. તેમને આ નર્કમાં આગની જ્વાળાઓમાં બાળવામાં આવે છે. 28-મહાભૈરવ- જે લોકો બીજાના ઘર, ખેતરો, ગોડાઉન વગેરે જેવી જગ્યા પર આગ લગાવે છે. તેમને ચારેબાજુ આગ ફેલાયેલી હોય તેવા નર્કમાં નાખવામાં આવે છે. જેમને બાળીને સજા આપવામાં આવે છે.
29- કાકોલ- જેમને એકલા એકલા અને છુપાઈને ખાવાની ટેવ હોય છે. તેમને પીબ અને કીડાથી ભરેલા નર્કમાં નાખવામાં આવે છે. 30- મહાપાયી- જે લોકો ખોટું બોલે છે. તેમને ઉંધા માથે લટાકાવામાં આવે છે. આ નર્ક ગંદકીથી ભરેલુ હોય છે. 31- અંગારોપચ્ય –જે લોકો દાન આપવાની લાલચ આપે છે. અને દાન આપતા હોતા નથી તેવા લોકોને અંગારાથી ભરેલા નર્કમાં ધકેલી દેવામાં આવે છે.
32- જયંતી- જે લોકો બીજાની સ્ત્રીઓ સાથે સંબંધો રાખે છે. તેમને અહીં લાવવામાં આવે છે. તેમને સજા રૂપે લોખંડની ચટ્ટાનની વચ્ચે દબાવીને તડપાવી તડપાવી મારવામાં આવે છે. 33-કાળસૂત્ર- જે માણસો બીજાની ખેતીને નષ્ટ કરે છે. તેમને તે વજ્ર સમાન સૂતથી બનેલું હોવાથી સજા આપવામાં આવે છે. 34-કશ્મલ- ઘણા લોકો એવા હોય છે કે જેમને માંસાહાર ખાવામાં વધારે રસ હોય છે. તેમને આ નાક અને મોંથી ભરેલી ગંદકીમાં રાખવામાં આવે છે.
35- પરિતાપ- મધની ચોરી કરવા પર પણ સજા આપવામાં આવે છે. જે લોકો બીજાને ઝેર આપે છે. તેમને આ નર્કમાં બાળવામાં આવે છે. આ નર્કમાં બળ બળતી જ્વાળાઓ હોય છે. 36. વજ્ર કપાટ – અહી વ્રજથી ભરેલું નર્ક હોય છે, જે ગાયોને વાછરડાને ભૂખ્યા રાખીને તેનું દૂધ વેંચી નાખે છે તેને આમાં પ્રતાડીત કરે છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.