અત્યારના સમયમાં પેટની ઘણી તકલીફ માણસોમાં રહેતી હોય છે. ગેસ, એસિડિટી, અપચો જેની બીમારી સમાન્ય રીતે ઘણા માણસોમાં જોવા મળે છે તેની માટે ઘણી અલગ અલગ દવાઓ લોકો કરતાં હોય છે પણ તે બીમારી ક્યારે શરીર છોડતી નથી અને આખી જિંદગી આ બીમારી શરીર માટે શ્રાપ બની રહે છે.
આજે આ બીમારીઓ વિષે આર્ટીકલ લખી રહ્યા છીએ જેમાં આ બધી બીમારીઓને દૂર કરવા અને જડથી કાઢવા માટેના ઉપાયો લખેલા છે તે ઉપાયો આપણાં વડીલો કરતાં આવ્યા છે આજે તે ઉપાય વિષે તમે પણ જાણો અને ઘરેજ આ બીમારીઓને દૂર કરવા માટે આ ઉપાય અપનાવો. નીચે ગેસ અને કબજિયાત દુર કરવા માટે ના 3 ઉપાય જણાવ્યા છે તે ધ્યાનથી વાંચજો.. તે પહેલા કહેલી અમુક શરત પર પણ ધ્યાન આપજો.
આજના સમયમાં ખાવા પીવામાં લોકોને કંટ્રોલ રહેતો નથી અને પેટની સમસ્યાના શિકાર બની રહ્યા છે. માણસ ગમે તે ખાઈ રહ્યો છે ફાસ્ટફૂડ, પીઝા, બર્ગર, મેગી જેવા ફૂડ જે ક્યારેય શરીર માટે હેલ્દી નથી રહેતા છતાં લોકો તેને આરામથી ખાય છે અને પેટને ખરાબ કરે છે. આ બધી વસ્તુ સાથે લોકોને ચા, કોફી જેવા પણ ઘણા ખરાબ વ્યસનો રહેલા છે જે પેટને ખરાબ કરવા માટે સૌથી વધારે મદદ કરે છે. ફાસ્ટફૂડ સાથે ચા અને કોફીનું વ્યસન જલ્દીથી પેટને ખરાબ કરવા લાગે છે અને ધીરે ધીરે ગેસ અને એસિડિટી જેવી સમસ્યા ઊભી કરે છે.
આ પ્રોબ્લેમ વધારે બેઠી જિંદગી જીવતા લોકોમાં જોવા મળે છે. જે લોકોને બેઠા બેઠા કામ કરવાનું છે અને સાથે સાથે ખાવા પીવામાં કંટ્રોલ નથી રહેતો તેને પેટની તકલીફ વધારે થાય છે. આજે જે વસ્તુ વિષે જણાવીશું તે આવા લોકો માટે વધારે ઉપયોગી બનશે. ખાસ આ તેવા વ્યક્તિઓ સુધી પહોચાડો જેમને બેઠા બેઠા કામ કરવાની આદત છે અને પેટની સમસ્યાથી પરેશાન છે.
સૌથી પહેલી વસ્તુ છે કે, બેઠા બેઠા કામ કરતાં લોકોને બહારનું ફૂડ ઓછું ખાવાનું કરવું જેનાથી પેટની ઘણી સમસ્યા દૂર થવા લાગશે. તળેલું, તીખું, ખાટુ વધારે માત્રામાં ના ખાવું જોઈએ. વધારે માસ, મટન, અડદ દાળનું સેવન પણ ટાળવું જોઈએ. આ બધી વસ્તુ વધારે ગેસની સમસ્યા થતી હોય તેની માટે નુકસાન કરે છે. હવે જાણીએ આ સમસ્યા વધારે થાય છે તેની માટે દેશી ઉપાય શું કરવો.
વધારે ગેસની સમસ્યા વાળા લોકોને સવારે ઉઠાની સાથે 2 અથવા 3 લસણની કળીઓ ખૂબ ચાવીને ખાવી અને ઉપર એક ગ્લાસ જેટલું હુફાળું ગરમ પાણી પીવું તેનાથી ગેસની સાથે કબજિયાત વાળા લોકોને પણ રાહત મળશે નિયમિત આ વસ્તુ કરવાથી ધીરે ધીરે ગેસની સમસ્યા દૂર થઈ જશે. બધાજ લોકોને આ કાર્ય કરવાથી રાહત નથી તેથી તેની માટે બીજો ઉપાય પણ કારગર સાબિત થાય છે.
કાયમી ગેસ રહેતો હોય તેવા વ્યક્તિઓ માટે બીજો સરળ ઉપાય છે, વરિયાળી અને એલચીનો. સૌથી પહેલા 40 ગ્રામ જેટલી વરિયાળી લેવી અને સાથે 5 થી 10 ગ્રામ જેટલી નાની દેખાતી એલચી લેવી. બંને બરબાર મિક્સ કરી પીસી લો. પીસીની ચૂર્ણ જેવુ બનાવી લો. પછી તે ચૂર્ણને સવારે અર્ધી ચમચી લેવું અને બપોર પછી અર્ધી ચમચી લેવું દિવસમાં આમ બે વાર કરવાથી ગેસની સમસ્યા જલ્દીથી નીકળી જશે.
કાયમી ગેસની સમસ્યા રહેતી હોય તેવા વ્યક્તિ માટે ત્રીજો ઉપાય છે. અજમા અને જીરુનો. 45 ગ્રામ જેટલા અજમા લેવા તેની સાથે 45 ગ્રામ જેટલું જીરું લેવું. આખો દિવસ તડકો આવતો હોય તેવી જગ્યાએ એક દિવસ રાખો. બીજા દિવસે તેને મિક્સ કરો અને પીસી લો. આ પીસેલા ચૂર્ણને સવારના નાસ્તા પછી, બપોરના ભોજન પછી અને સાંજે પણ ભોજન કરીને 15 મિનિટ પછી અર્ધા ગ્લાસ પાણીમાં અર્ધી ચમચી મિક્સ કરીને પીવું. આ વસ્તુ કાયમી ઉપયોગ કરવાથી ગેસની સમસ્યા જડથી નીકળી જશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.