💸કોઈ પણ વ્યક્તિ હોય તેની ઉંમર થાય એટલે તે પોતાની વૃદ્ધાવસ્થાનો વિચાર કરતો જ હોય છે. મોટાભાગના લોકો તેનું પાછળનું જીવન શાંતિથી પસાર થાય તે માટે ઘણા ખરાં પૈસાની બચત કરે છે. અથવા તો એવી કોઈ યોજનામાં પૈસા રોકતા હોય કે જેનાથી તેમને ઘડપણમાં કામ આવે. એવું નથી કે માત્ર ઘરડા લોકો જ પૈસા બચાવતા હોય છે. અત્યારે યુવાનો પણ તેમની લાઈફ સિક્યોર કરતાં હોય છે. તેના માટે નવી નવી યોજનાના પ્લાન લેતા હોય છે.
💸તમને આજે એલઆઈસીનો એવો જ એક પ્લાન જણાવીશું જેનાથી તમને મહિને 9,000 રૂપિયાનું અથવા તેનાથી પણ વધારે વળતર મળી શકે તેમ છે. આ યોજનાનો લાભ તમે અત્યારથી શરૂ કરશો તો ગર્વમેન્ટની જેમ પેન્શન શરૂ થઈ જશે. અને તમારું જીવન શાંતિમય રીતે પસાર થશે. તો તમને વધારે માહિતી આ સ્કિમ વિશે આપીશું.
💸-આ યોજનાનું નામ છે જીવન શાંતિ યોજના. તેમાં તમારે 5 કે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેના બદલામાં તમને વર્ષે એક લાખ કે બે લાખ રૂપિયા સુધીનું પેન્શન મળી શકે તેમ છે. LIC એ એક ભરોસાપાત્ર કંપની છે. જેમાં તમારા પૈસા ક્યાંય ડૂબી જવાનો ભય રહેતો નથી.
💸- અત્યારે શેરબજાર અને બેંકોમાં થોડા સમયમાં વ્યાજનો દર તેજી મંદીના કારણે વધતો ઘટતો રહેતો હોય છે. જેના કારણે આપણને રકમમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે. તેની પર વ્યાજ ઘણી વખત વધારે ઓછું આવવા લાગે છે. પરંતુ આ યોજના બજાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતી હોતી નથી. તો તમારા પૈસા એક ફિક્સ થઈ ગયા હોય તેમ સમજવું.
💸-આ સ્કીમમાં એવો લાભ છે કે તમે રોકાણ કરો એ વર્ષે જ પેન્શન મળવાનું શરૂ થઈ જશે. અને જો પેન્શન તાત્કાલિક ન જોઈતું હોય તો પાંચ વર્ષ પછી કે તેનાથી લેટ એટલે કે 10, 15, 20 વર્ષ પછી શરૂ કરાવી શકો છો. તેનાથી તમને વધારે ફાયદો થશે. તે પણ જાણીએ.
💸-આ પોલીસી તમારા ભાઈ-બહેન કે જોબ કરતાં માતા-પિતાને પણ જણાવી શકો છો. જેથી તે લાભ લઈ શકે. પરંતુ જો આ પોલીસીમાં તમે 35 વર્ષની ઉંમરે જોડાવ છો. તો કોઈ તરત પેન્શનનો લાભ મળશે નહીં, થોડા વર્ષો બાદ તમને આ સ્કીમનો લાભ શરૂ થશે. મોડા પણ લાભ જરૂર મળશે.
💸-જો તમે આ યોજનાનું લાભ 5 અથવા 20 વર્ષ પછી લેવાનું શરૂ કરશો તો તમે જે પૈસા રોકેલા હશે તેમાં 8.79% તેનાથી વધારે 21.6% સુધીનું વ્યાજ મળી રહેશે.
💸-આ યોજનાના લાભ તમે જીવશો ત્યાં સુધી મળશે. આ એક બેનિફિટ સારો છે. તેમાં પૈસા પણ 3 મહિને, 6 મહિને અથવા વર્ષે પણ લઈ શકો છો. તમારી ઇચ્છા હોય એ રીતે પૈસા લઈ શકો.
💸-જેમ કે આ યોજનામાં તમારે ઓછામાં 1.5 લાખ સુધીનું રોકાણ કરવાનું રહેશે તેનાથી વધારે કરશો તો તમને જ લાભ થવાનો છે. સાથે પોલીસી 30ની ઉંમર હોય ત્યાં સુધી તો 85 વર્ષની ઉંમર હશે તો પણ મળશે. તેમાં તમને ઇન્કમટેક્સ બાદ પણ મળશે.
💸-આ યોજનામાં તમે નોમિનીનું નામ પણ લખાવી શકો છો. તે સિવાય પૈસાની ભવિષ્યમાં જરૂર પડી તો તેમાંથી લોન પણ મળી શકશે.
💸-ઘણા લોકોની ઇન્કમ વધારે હોય તો 5 લાખથીનું રોકાણ કરે દર વર્ષે અને તેનો લાભ તરત ન લેવાનો શરૂ કરે અને 20 વર્ષ પછીનો રાખે તો તેનું રિટર્ન તમને 21.6% મળશે તે પણ દર વર્ષે. તેની ગણતરી કરો તો વર્ષે તમને 1,08,000 રૂપિયા ઘરે બેઠા વ્યાજ મળે.
💸-તેમાં આ રકમ એક સાથે જોઈતી હોય તો આટલા રૂપિયા મળશે, બાકી દર મહિને જોઈએ તો 9000 રૂપિયા તમને આજીવન મળશે.
💸-તેમાં 20 લાખની પોલીસી ખોલાવશો તો એ રીતે લાભ મળશે. તેમાં દર મહિને 17,500 અને વર્ષે 2,10,000 મળશે. વધારે માહિતી માટે તેની વેબસાઈટ કે નજીકના કોઈ એજન્ટને પૂછી શકો છો.
જો licની પોલિસી વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.