👉જે લાઈફસ્ટાઈલ વિદેશમાં લોકો જીવી રહ્યા છે. તે લાઈફ હવે ધીમેધીમે આપણા ભારત દેશમાં મોટાભાગના લોકો જીવતાં થઈ ગયા છે. જેના કારણે શરીર પ્રત્યે જરાપણ ધ્યાન આપી શકતાં નથી. દિવસેને દિવસે વજન એટલું વધતું જાય છે કે અંતે ડાયેટ પણ કામ આપતું હોતું નથી.
👉તેનું મુખ્ય કારણ છે બહારનું ફાસ્ટફુડ, રાત્રિ ઉજાગરા, પાર્ટી કરવી, રાત્રે મોડા જમવું, ઑફિસનો સ્ટ્રેસ..વગેરે જેવા કારણને લીધે આજકાલ લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. અને જિમ કે કસરતનો સાથે અભાવ જોવા મળતો હોવાથી પણ શરીર પર મેદસ્વિતા વધતી જાય છે. પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે તમે રોજ સવારે ઉઠીને માત્ર એક કામ કરશો અને વજન ઘટવા લાગશે. તેના કેટલાક ઉપાય જણાવીએ.
👉-સવારે વહેલા ઉઠીને ઘણા લોકો ગરમ પાણી પીતા હોય છે. તો આ ઉપાય ચાલું રાખવાનો છે. તેનાથી તમારા શરીરને જરૂર ફાયદો મળશે, શરીરમાં રહેલા ટોક્સીન બહાર નીકળી જશે અને જે મોટાબોલિઝમ છે તે મજબૂત બને છે. હેલ્થ એક્સપર્ટ પણ ખાલી પેટે પાણી પીવાનું કહે છે કેમ કે આપણા શરીરમાં મેટાબોલિઝમ ઝડપથી કામ કરવા લાગે છે. જેના કારણે વધેલું વજન ઘટવા લાગે છે.
👉-જે લોકોને બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તેમણે મીઠા લીમડાના પાનને ગરમ કરી અવશ્ય સવારે પાણી પીવું, જો તમે ચાવીને ખાઈ જાવ અને સાથે ગરમ પાણી પીશો તો પણ ચાલશે. તેનાથી ટોક્સીન બહાર નીકળી જશે અને વજન ઘટવા લાગશે. આ ઉપાય સવારે વહેલા ઉઠી ખાલી પેટે કરવો.
👉-ઘણા લોકોનું વજન વધારે પડતાં સ્ટ્રેસ રહેવાના કારણે પણ વધતું હોય છે. તો તેનાથી બને તેટલું દૂર રહેવું સ્ટ્રેસ ન લેવો અને જો થઈ શકે તો યોગ અને મેડિટેશન અવશ્ય કરવા. જેથી સ્ટ્રેસ ઓછો થશે અને વજન પણ ઘટવા લાગશે.
👉-રોજ સવારે જીરાવાળું થોડું હુંફાળું પાણી પણ તમને ફાયદો આપશે. તેના માટે રોજ રાત્રે પાણીમાં જીરું પલાળી સવારે તે જ પાણી ગરમ કરી પી જવું તેમાં થોડું લીંબુનો રસ નાખવો. તેનાથી પોટેશિયમ અને મેગ્નેશિયમ મેટાબોલિઝમ જે હોય છે. તેને ઘણો લાભ આપે છે.
👉-આખી રાત આપણું પેટ ખાલી હોવાના કારણે ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે. તેના માટે રોજ સવારે ઉઠી પહેલા બે ગ્લાસ પાણી પીવું ગરમ પીવો તો વધારે ફાયદાકારક સાબિત થશે. તેનાથી તમારા શરીરમાં જે પણ કચરો જમા થયેલો હશે તે મળ કે મૂત્ર માર્ગે બહાર નીકળી જશે. અને તમે હંમેશાં સ્વસ્થ રહેશો. તમારું વજન પણ નહીં વધે.
👉-મોટાભાગની મહિલા જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોવાથી પોતાના શરીર પર પૂરતું ધ્યાન આપી શકતી નથી અથવા જોબ કરતી હોય તો સવારે કલાક જેટલો સમય કાઢી ન શકતી હોવાથી, રોજ સવારે માત્ર 10 મિનિટ મેડિટેશન કરવું જોઈએ. જેથી મગજનો સ્ટ્રેસ અને વજન પણ ઘટવા લાગશે.
👉-જો તમે થોડા ગરમ પાણીમાં લીંબુ, મધ, એક ચમચી તજનો પાઉડર મિક્સ કરીને રોજ સવારે પીશો તો ઘણો ફાયદો થશે. આ બધામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે. જે મેટાબોલિઝમને મજબૂત કરે છે. એટલે રોજ સવારે ઉઠીને ખાલી પેટે આટલી વસ્તુ મિક્સ કરીને પીવાથી વજન ઉતરશે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.