🦶 ઘણી વાર કોઈ કાર્ય કરતી વખતે આપણા હાથ-પગ મરડાઈ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. આ સમસ્યા તો સામાન્ય છે. પરંતુ તેનાથી થતો દુખાવો અસહ્ય હોય છે. જેથી લોકો આ દુખાવાને ઓછો કરવા અને સોજાને ઉતારવા અનેક પ્રયાસો કરતાં હોય છે. ઘણી વાર દવાઓનો સહારો પણ લેવો પડે છે છતાં આસાનીથી આ દુખાવો જતો નથી.
🦶 મિત્રો, આજે અમે તમારા માટે આ આર્ટીકલમાં એવી ટિપ્સ લઈને આવ્યા છીએ. કે, જેના ઉપયોગથી હાથ-પગમાં આવેલી મચકોડ આરામથી દૂર થઈ જશે. આ પ્રયોગ તમે ઘરમાં કરી શકો છો. તેના માટે તમારે કોઈ પણ દવાઓનો સહારો નહીં લેવો પડે. ઘરમાં રહેલી વસ્તુના ઉપયોગથી થોડા જ સમયમાં તમારી સમસ્યા દૂર થઈ જશે અને દુખાવો પણ નહીં થાય. તો આવો જાણીએ આ ઉપાય વિશે.
👉 ઉપાય કરવા માટે જરૂરી વસ્તુઓ :– મચકોડની સમસ્યાને દૂર કરવા માટે તમારે માત્ર 2 જ વસ્તુનો ઉપયોગ કરવા નો રહેશે, 1) હળદર 2) ચુનો. હવે આપણે સૌપ્રથમ જાણીશું આ બંને વસ્તુના ફાયદા વિશે.
👉 હળદરથી થતાં ફાયદાઓ :- આપણા આયુર્વેદમાં હળદર વિશે ઘણા ફાયદાઓ જણાવામાં આવ્યા છે ઉપરાંત આધુનિક વિજ્ઞાન પણ હળદરને ઘણી ફાયદાકારક વસ્તુ દર્શાવે છે. જેમાં એન્ટિથ્રોમ્બોસાયટીક અને એન્ટિઓક્સિડેન્ટ ગુણો રહેલા હોય છે. જેનાથી હાથ-પગમાં મચકોડને કારણે થયેલ સોજો અને દુખાવો હળદર લગાવવાથી મટી જાય છે.
👉 જ્યારે પણ હાથ-પગમાં સોજો આવે ત્યારે તેને ગરમ શેકની જરૂર હોય છે. હળદરની પ્રકૃતિ ગરમ હોય છે તેને સોજા આવેલ ભાગ પર લગાવવાથી સોજો ઝડપી ઉતરી જાય છે. હળદરમાં કરક્યુંમીન નામનું તત્વ હોય છે. જેને મચકોડ આવેલ જગ્યાએ લગાવવાથી અસહ્ય દુખાવાથી રાહત મળે છે.
👉 ચુનાનાં ફાયદા :- ચુનામાં સૌથી વધારે માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જેનાથી આપણા હાડકાં અને દાંત મજબૂત થાય છે. ચૂનાનો ઉપયોગ જો હળદર સાથે મિક્સ કરીને મચકોડને દૂર કરવા માટે કરીએ તો ખૂબ ફાયદો થાય છે અને ઝડપથી મચકોડ મટી જાય છે. ચુનાને કેલ્શિયમ કાર્બોનેટના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જાણીશું કે, કઈ રીતે હળદર અને ચુનાની પ્રોસેસ બાદ બનેલ મિશ્રણને મચકોડ પર લગાવવાથી સોજો અને દુખાવો દૂર થઈ શકે.
👉 હળદર અને ચુનાનો ઉપાય :- આ ઉપાય કરવો સરળ અને 100% કારગર છે. જેના ઉપયોગથી મચકોડ દૂર થઈ જશે. તે માટે તમારે સૌપ્રથમ 1 ચમચી હળદર અને 1 ચમચી ચૂનો લેવાનો રહેશે. આ બંનેને એક પાત્રમાં મિક્સ કરી તેમાં 1 ચમચી પાણી એડ કરો ત્યાર બાદ તેને ગેસ પર ગરમ કરી લેવું. થોડી વાર ગરમ થઈ ગયા બાદ પેસ્ટ તૈયાર થઈ જશે.
👉 તૈયાર થયેલા પેસ્ટને થોડી વાર ઠરવા દેવું. ત્યાર બાદ હળવું ગરમ હોય ત્યારે આ પેસ્ટને તમારે મચકોડ આવેલ ભાગ પર લગાવવું અને 2-3 કલાક સુધી રહેવા દેવું. ત્યાર બાદ નવશેકા પાણીથી પગને સાફ કરવો. આ પ્રયોગ 3-4 દિવસ સુધી કરવાથી તમારી મચકોડથી આવેલ સોજો ઉતરી જશે અને દુખાવો પણ દૂર થઈ જશે.
👉 ખાસ ધ્યાનમાં રાખવાનની બાબત :- આ પ્રયોગ તમે એક રૂપિયાના ખર્ચ વગર ઘરમાં રહેલી વસ્તુથી કરી શકો છો. તેથી તમારે મોંઘી દવાઓનો સહારો લેવો પડતો નથી. પરંતુ જો સોજો વધારે સમયથી ઊતરતો ન હોય અને અસહ્ય દુખાવો થતો હોય તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ.
જો મચકોડ મટાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.