🛌 ઘણા લોકોને આદત હોય છે કે રાત્રે મોડા સુધી જાગવું અને સવારે મોડા ઉઠવું. તેમાં કોઇક દિવસ તહેવાર હોય કે કોઇ ગેસ્ટ આવ્યા હોય અથવા ફંક્શન હોય ત્યારે રાત્રે મોડા સૂવાનું થાય એ વાત અલગ છે પરંતુ રોજ રાત્રે મોડા સુધી જાગવાની આદત માણસને કેટલીક વખત નુકશાન પહોંચાડતી હોય છે.
🛌 આપણી આસપાસ ઘણા લોકો એવા હોય છે કે જે રોજ રાત્રે કામ વગર 12 વાગ્યા સુધી જાગે અને પછી સવારે નોકરી ધંધે જવાનું હોવાથી સવારે વહેલા ઉઠતા હોય. તેમાં પણ કેટલાક લોકોને તો રોજની આદત પડી ગઇ હોય છે કે સવારે 10 વાગે ઉઠે, પરંતુ આ બધી ટેવો તમારુ શરીર ખરાબ કરી શકે છે. તેમાં વૈજ્ઞાનિકોએ જે લોકો 12 વાગ્યા સુધી જાગતા હોય તેમના માટે કેટલાક તારણો કાઢ્યા છે. તેવા લોકોની જીવન પર કેવી અસર પડે છે. તેમની બુદ્ધિ કેવી રીતે કામ કરે છે તે જાણીએ.
🛌 – આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ બંનેમાં કહ્યું છે કે જે વ્યક્તિ રોજ સવારે વહેલો ઉઠે તેની બળ, બુદ્ધિ, અને ધનમાં વધારો થાય છે. પરંતુ તે નિયમો અત્યારની પેઢીએ બદલી નાંખ્યો છે. સવારે વહેલા ઉઠવાથી આપણું શરીર સ્ફૂર્તિલુ અને ઉર્જાવાન રહે છે. મગજ પણ ફ્રેશનેસ અનુભવે છે જેના ઘણા કારણો છે.
🛌 – જે માણસ વહેલા સવારે ઉઠે છે તેને સૂર્યના કિરણોની વધારે સારી અસર થતી જોવા મળે છે. કેમ કે તે વહેલા ઉઠી કસરત કરે વોકિંગ કરે. જેનાથી તેમના મગજમાં રહેલ પ્રી ફ્રન્ટલ કોન્ટેક્સ સવારે વધારે એક્ટિવ રહેતુ હોય છે. જે રીતે મગજ પ્લાનિંગ કરે છે તે રીતે જ તેમની ઇચ્છાશક્તિમાં વધારો થાય છે. તે જે કોઇ નિર્ણયો લે તેમાં પ્રોત્સાહન મળતુ રહે છે. તે સિવાય પણ તેમનું શરીર વાતાવરણ સાથે જલ્દી સેટ થઇ જાય છે માટે બને ત્યાં સુધી સવારે વહેલા ઉઠી જવું જોઇએ.
🛌 -પરંતુ જે લોકો રાત્રે મોડા સુવે છે તે લોકો આળસુ હોય છે તેવુ બધા લોકો કહેતા હોય છે. પરંતુ તમને વાત માનવામાં નહીં આવે તેમની બૌદ્ધિક ક્ષમતા ઘણી વધારે હોય છે. એક વાત છે કે તે લોકો સમાજ સાથે જોડાઇ શક્તા નથી. કેમ કે દરેક કામમાં મોડા ઉઠતા હોવાથી વહેલા ઉઠી શક્તા નથી. બધા કરતાં દરેક કામમાં તે પાછળ પડી જતા હોય છે.
🛌 – ઘણા લોકો એવા હોય છે કે રાત્રે 3 વાગે સૂવે અને સવારે 11 કે 12 વાગ્યે ઉઠતા હોય છે. તેવા લોકોની ઉંઘ પૂરી થતી હોતી નથી જેના કારણે એમના મગજ પર અસર પડતી હોય છે. મગજમાં જે ફંક્શનીંગ હોય છે તેના પર ખાસ કરીને અસર પડતી હોય છે. જેનાથી શારીરિક અસર પણ જોવા મળે છે. આપણા મગજમાં રહેલા વ્હાઇટ મેટલ પણ ઘણી વખત ઘટવા લાગે છે. જેનાથી હોર્મોન્સનો પ્રોબ્લેમ થાય છે.
🛌 – આપણા મગજમાં કેટલાક ખુશ રાખનાર હોર્મોન્સ હોય છે તેનું નામ ડોપામાઇન, સિરોટોનીન. તેના પર અસર થાય છે તેમની ઇચ્છાશક્તિ નબળી પડતી જાય છે. જેના લીધે મગજ પર તણાવ વધતો જાય છે. માણસ ઘણી વખત તેના કારણે ચીડિયા સ્વભાવવાળું, આળસુ, વજનમાં વધારો વગેરે જેવા કારણો થઇ શકે છે.
🛌 – બીજી વાત એ પણ છે કે જે લોકોને મગજ પર સ્ટ્રેસ વધારે હોય તો તે કોઇ પણ પરિસ્થિતિમાં રિસ્ક ઉઠાવવા તૈયાર હોય છે. જેના કારણે નવી નવી તક ઉભી કરતા રહે છે અને જેના લીધે તે લોકો સર્જનાત્મક બનતા રહે છે. જેથી તેમનો આર્થિક વિકાસ થતો જોવા મળે છે. તેમની સમજવાની શક્તિમાં પણ વધારો થાય છે તે ઉપરાંત બૌદ્ધિક ક્ષમતા વધે છે. આ રીતે મોડા સૂવાના કેટલાક ફાયદા છે પરંતુ વધારે નુકશાન છે.
જો આ મોડા ઊઠવાની આદત વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.