આપણે ત્યાં કોઈપણ પ્રસંગ હોય, તહેવાર હોય, ઉત્સવ હોય, શુભ પ્રસંગ હોય ત્યારે ભગવાનની પૂજા કરાવતા હોઈએ છીએ. તે વખત આપણે દીવો કરતાં હોઈએ છીએ. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ઘરમાં દીવો કરીને કરતા હોઈએ છીએ. શાસ્ત્રોમાં પણ દીવાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
ધર્મ અને હિન્દુ શાસ્ત્ર અનુસાર અગ્નિએ પૃથ્વી ઉપર ભગવાન સૂર્યદેવું બદલાયેલું સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી માનીને કોઈપણ કાર્ય કરીએ તો સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે કોઈપણ કાર્ય કરીએ તે પહેલા દીવો પ્રગટાવીએ છીએ. આપણે ઘરમાં પણ સવાર સાંજ દીવો કરતા હોઈએ છીએ.
નિયમિત દીવો કરવાથી સ્વાસ્થ્ય તેમજ આયુર્વેદિક તેમજ શાસ્ત્રોક્ત રીતે ઘણા લાભ જોવા મળે છે. આજે અમે તમને દીવો પ્રગટાવાથી થતા શારીરિક ફાયદા વિશે જણાવીશું. વિજ્ઞાનમાં પણ કહેવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી ઘણા લાભ થાય છે.
ગાયના શુધ્ધ ઘીનો દીવો કરવાથી થતાં લાભ-
-ગાયના શુધ્ધ ઘીનો દીવો કરવાથી આખા ઘરમાં તેની સુગંધ ફેલાયેલી રહે છે. જેથી કોઈ માણસ જો પૂજા કે સાંજ અથવા સવારે દીવો કરીએ ત્યારે હાજર ન હોય તો પણ લાભ થાય છે. તેમાં રહેલું ઘી અને ધુમાડો તે વાતાવરણમાં ભળીને ઘરને પવિત્ર કરવાનું કામ કરે છે.
-સૌ કોઈ જાણે છે કે માણસને ઓક્સિજનની વધારે જરૂર હોય છે. અને તે આપણને વનસ્પતિમાંથી મળે છે. અને બીજું ગાયના ઘીમાંથી મળે છે. માટે જો તમે ઘરમાં ગાયના ઘીનો દીવો કરશો તો ઘરમાં ઓક્સિજનની માત્રા વધારવાનું કામ કરશે.
-આખી ધરતી પર આ એક જ ધુમાડો છે જે ઓક્સિજન બનાવે છે. માટે સવાર-સાંજ દરેક વ્યક્તિએ ઘી અથવા તો સરસવના તેલનો દીવો કરવો જોઈએ. જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
-પારંપરિક રીતે માત્ર માટીના જ દીવો પ્રગટાવવામાં આવે છે, પરંતુ હવે લોકો પોતાના ઘરમાં ધાતુના દીવા પણ કરે છે. દીપક પ્રગટાવવા પાછળ ઘરના વડીલો તર્ક આપે છે કે તેનાથી ઘરમાં અંધકાર દૂર થાય છે. પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે. ઘી અને સરસવના તેલનો દીવો પ્રગટાવાથી ઘરમાં ઉડતો ધુમાડો પ્યુરીફાયરનું કામ કરે છે. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણો બહાર કાઢી દે છે. સાથે જ દીવાના તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતાને દૂર કરવામાં મદદ કરે છે.
-કોઈપણ દીવો અડધા કલાક પછી બુઝાઈ જતો હોય છે. તો પણ તે વાતાવરણને શુદ્ધ અને સાત્વિક બનાવી રાખવાનું કામ કરે છે. તેની મહેક ચાર કલાક સુધી વાતાવરણમાં રહેતી હોય છે. જેનાથી અસ્થમાનો વ્યક્તિ હોય તો તકલીફ દૂર થાય થે. તે સિવાય પણ જો ઘરમાં ચામડીનો કોઈપણ પ્રકારનો રોગ હોય તો દૂર કરવાનું કામ કરે છે.
-જો ઘરમાં નાની-મોટી બીમારી રહ્યા કરતી હોય તો તેને દૂર કરવાનું કામ કરે છે આ દીવો. જો તમે દીવો સળગાવતી વખતે એક લવિંગ નાખશો તો વધારે અસરકારક બનશે. ગાયનું દેશી ઘી ચામડીના રોગને દૂર કરે છે. દીવાનો ધુમાડો તમારા શરીરને સ્પર્શે છે. જેનાથી તમારી ચામડી સ્વસ્થ રહેશે.
-જો તમે આર્થિક રીતે પ્રગતિ કરવા ઇચ્છતા હોવ તો પૂજાના સમયે ગાયના ઘીમાંથી દીવો કરવો જોઈએ. તે ઉપરાંત દિવાળીના દિવસે તથા દિવાળીના કોઈપણ શુભ તહેવારના દિવસે ગાયના ઘીના દીવાની સાથે તેલનો દીવો પણ કરવો જોઈએ.
-તેલના દીવાની જ્યોત પ્રગટાવી રાખવી જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓના ખૂબ જ સારા આર્શીવાદ પ્રાપ્ત થાય છે. – તે સિવાય ઘરમાં અનેક રોગો દૂર થાય છે. સાથે સાથે ઘરમાં રહેલું પ્રદૂષણ પણ દૂર થાય છે. જ્યારે દીવમાં નાખેલું ઘી આગના સંપર્કમાં આવે છે, ત્યારે વાતાવરણને પવિત્ર બનાવવાનું કામ કરે છે.
શબ્દો વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.