👧વડીલોને ઘણી વાર કહેતા સાંભળ્યા છે કે જે નસીબદાર હોય તે બાપના ઘરે જ દીકરી જન્મે. દીકરી એટલે બાપ માટે વ્હાલનો દરિયો. દીકરીને મોટી થતી જોવી અને તેને હસતી-રમતી જોવી તે પણ એક લ્હાવો હોય છે. પરંતુ તે સાસરે જ શોભે છે. દીકરીના લગ્ન થાય ત્યારે ઘરમાં સૌથી વધારે કોઈ દુખી થતું હોય તે તેના પિતા છે. કઠણ કાળજુ પણ તે વખતે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે.
👧જ્યારે પણ ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીનો જન્મ થયો. દીકરીને મહા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. દીકરીના જન્મ પછી ઘણા લોકોના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી હોય છે. માટે દીકરીને લક્ષ્મી ગણવામાં આવે છે. દીકરીને ઘરની દીવડી જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ, અને ઉત્સાહનો ઉજાસ પાથરતી હોય છે..
👧દીકરી આપણી એવી પૂંજી છે કે તે ભલે પારકી થાપણ હોય પરંતુ તે ક્યારેય મા-બાપનો પ્રેમ અને તેમના પ્રત્યેનું પોતાનું કર્તવ્ય ભૂલતી નથી. તેની અંદર એટલું સાહસ અને આત્મીયતા હોય છે કે સાસરે જઈને પણ પતિના માતા-પિતાને તે સાચવી લેતી હોય છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જવલિત રાખતી જ્યોત એટલે દીકરી.
👧હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં પણ દીકરીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ખૂબ જ પૂજનીય મનાય છે. એટલે જ જ્યારે પણ ઘરે દીકરી જન્મે ત્યારે માતા લક્ષ્મી ઘરે પધાર્યા છે. એમ કહીએ છીએ.
👧ક્યારેક એવું પણ બને છે કે જે મહિનામાં છોકરીનો જન્મ થયો હોય તે મહિનો ઘરવાળા માટે ખૂબ જ સારો સાબિત થાય છે. શાસ્ત્રો મુજબ અમુક વિશિષ્ટ મહિનામં જન્મેલી યુવતીઓ તેના પતિ, પિયર તથા સાસરિયા પક્ષ માટે ખૂબ જ ફળદાયી સાબિત થતી હોય છે.
👧તે બંને પરિવાર માટે ભાગ્યશાળી હોય છે.જો આ મહિનાઓમાં કોઈપણ છોકરીનો જન્મ થાય તો અતિ શુભ માનવામાં આવે છે. ચાલો તે મહિનાના નામ વિશે જાણીએ.
👧ફેબ્રુઆરી- ફેબ્રુઆરી મહિનામાં જન્મ લેનારી દીકરી પરિવાર માટે ભાગ્યશાળી હોય છે. તે શાંત સ્વભાવની હોય છે. સાથે ખૂબ જ બુદ્ધિશાળી પણ હોય છે. તેનું મગજ બીજા કરતાં વધારે તેજ ચાલતું હોય છે. આ મહિનામાં જન્મ લેનારી દીકરીને સાસરું પણ ખૂબ જ સરસ મળતું હોય છે. આ દીકરી બધા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.
👧જૂન- આમ તો જૂન માસમાં જન્મ લેનારી છોકરીઓને કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. કહેવાય છે કે જૂન માસ બાળકો માટે સારો હોતો નથી કારણ કે સ્કૂલમાં એડમિશન લેવા માટે તે 6 મહિના ઉંમર કરતાં નાનુ ગણાતું હોય છે. પરંતુ આ મહિનામાં જ પણ છોકરી જન્મે છે તે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. તેને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
👧એપ્રિલ- એપ્રિલ માસમાં જન્મનારી દીકરીઓ માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એપ્રિલ મહિનામાં જન્મ લેનારી દીકરીની ગ્રહ ચાલ ખૂબ જ સારી હોય છે. તે સફળતા ઝડપથી પ્રાપ્ત કરે છે. આ છોકરીના જીવનમાં ક્યારેય ગરીબી આવતી હોતી નથી. તેના લગ્ન પણ જે વ્યક્તિ સાથે થાય છે તેનું ભાગ્ય ચમકી જતું હોય છે.
👧સપ્ટેમ્બર- આ મહિનામાં જન્મ લેનારી છોકરીઓ ખૂબ જ ધનવાન હોય છે. તે માગે તે મળતું હોય છે. તેની કુંડળીમાં પણ ચંદ્ર, બુધ અને શુક્ર આ ત્રણેય ગ્રહોનું મિલન હોય છે. તેના લગ્ન જે ઘરમાં થાય તે લોકો પણ પૈસાદાર હોય છે. તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી હોતી નથી.
👧આ રીતે આ મહિનામાં જન્મ લેનારી છોકરીઓ ખૂબ સુખી કરનારી હોય છે. આમ તો દરેક છોકરી મા-બાપને સુખ જ આપતી હોય છે.
જો આવી જન્મના મહિના વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.