કોઈપણ વ્યક્તિ હોય લગ્નની પરંપરામાંથી બાકાત નથી. તેમના રીત-રિવાજો થોડા અલગ હશે, પરંતુ લગ્ન તો કરશે જ. જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે મોટાભાગના લોકો છોકરી જોવા જાય ત્યારે છોકરી મોટી હોય તો ના પાડી દેતા હોય છે. તે સૌથી મોટી ભૂલ કરે છે તેમ કહી શકીએ આપણે કેમ કે લગ્ન માટે હંમેશાં મોટી ઉંમરની છોકરી પસંદ કરવી જોઈએ. કારણ કે,
મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા બાબતે મહાન વ્યક્તિઓએ પણ જણાવ્યું છે, ચાણક્યનીતિમાં આ વિશે વિસ્તૃત માહિતી આપી છે અને કહે છે કે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાના જીવનમાં અનેક ફાયદા થાય છે. ઓશોએ પણ ચાણક્યની જેમ મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાની સલાહ આપેલી છે. ચાલો હવે જાણીએ તેના ફાયદા વિશે.
સંબંધો પ્રત્યે વધુ ઇમાનદાર- એક અભ્યાસ મુજબ જો ઉંમરમાં તમારાથી મોટી છોકરી હોય તો તે સંબંધો પ્રત્યે વધુ ઇમાનદાર હોય છે. કારણ કે તેના પાછળનું કારણ એ રહેલું હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે કાળજી પણ વધુ રાખતી હોય છે. તે પોતાના પતિને હંમેશાં પોતાનો બનાવીને રાખે છે. પરિવારના સંબંધો પણ સારી રીતે સમજી નીભાવતી હોય છે.
સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી દૂર- કદાચ જો તમે ઉંમરમાં નાની છોકરી સાથે લગ્ન કરો અને તે શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન હોય તો તેના કારણે પણ લગ્ન જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધોમાં પણ તકલીફ આવી શકતી હોય છે. જો તમારા લગ્ન મોટી ઉંમરની છોકરી સાથે કરવામાં આવશે તો આવી બીમારીઓનો સામનો નહીં કરવો પડે.
ભરપૂર પ્રેમ કરશે- મોટી ઉંમરની છોકરી પ્રેમથી બધાને બાંધી રાખતી હોય છે. તે પતિ અને પરિવારજનોને સાચવામાં માહિર હોય છે. પોતાના પુરુષની માનસિક સ્થિતિ સમજીને કેવી રીતે ખુશ રાખવા તેની પણ આવડત સારી હોય છે. મોટી ઉંમરની છોકરીઓ આ વાત સારી રીતે સમજી શકે છે. ક્યારેક ઉંમરમાં વધુ નાની ઉંમરની છોકરી આ બધું વધારે સમજી શકે તેમ નથી હોતી.
જવાબદારી સારી રીતે સંભાળે- આચાર્ય ચાણક્યના મતે પતિથી મોટી ઉંમરની છોકરીઓ પોતાની આત્મસુઝથી ઉંમરમાં નાની છોકરીઓ કરતાં જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે, કેમ કે તે વધુ પરિપક્વ હોય છે. જો ઉંમરમાં નાની છોકરી હોય તો હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે. પણ ઉંમરમાં મોટી છોકરી પતિ સાથે ખભેખભો મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.
નિર્ભર ન રહે- જો તમે આટલી ઉંમરની છોકરી સાથે લગ્ન કરશો તો પોતાની રીતે નિર્ભર થવાનું વધારે પસંદ કરશે. તે પરિવારને પણ જરૂરિયાત અનુસાર મદદ કરે છે. તેનાથી પતિને પણ થોડો જવાબદારીમાંથી આરામ મળી શકે છે. અને પોતાના બિઝનેસમાં વધુ ધ્યાન આપી શકે. જો નોકરી હોય તો આરામથી કરી શકે છે. આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે આજે સારું ઉદાહરણ છે.
નસીબ ખુલી જાય- આચાર્ય ચાણક્ય કહે છે કે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવામાં આવે તો પતિનું નસીબ ખૂલી જતું હોય છે. કિસ્મત પણ બદલાય જાય છે. આ પ્રકારની વહૂ ઘરમાં આવે તો પતિમાં તેમજ તેના ઘરમાં પણ ફેરફાર આવી શકે અથવા લાવતી હોય છે. તમને થોડા સમયમાં હકારાત્મક પરિણામ દેખાવા લાગશે.
દરેક પુરુષને ગમે છે- મોંઘવારીના સમયમાં દરેક પુરુષને એવી સ્ત્રી પસંદ હોય છે. જે થોડી ટેલેન્ટેડ હોય તેમજ સામાજિક રીતે પણ હોશિયાર હોય અને થોડી ઘણી રીતે પૈસા પણ કમાઈ શક્તિ હોય. અને જો છોકરી મોટી ઉંમરની હોય તો તે પોતાની રીતે નોકરી કરી કે કોઈ પણ રીતે આર્થિક મદદ કરી શકે છે. અને પતિ તેમજ તેના પરિવારને ખુશ રાખી શકે છે.
ઓશોએ મોટી ઉંમરની સ્ત્રી વિષે કહ્યું છે આવું. – ઓશોનું કહેવું છે કે, સ્ત્રી પુરુષ કરતાં વધારે મજબૂત છે. પુરુષોનો એક ભ્રમ હોય છે કે, તે સ્ત્રી કરતાં વધારે મજબૂત હોય છે. પણ કુદરતને ખ્યાલ જ છે કે સ્ત્રીઓ વધુ મજબૂત છે. કારણ કે, એવરેજ જોવા જઈએ તો પુરુષ કરતાં સ્ત્રી 5 વર્ષ વધુ જીવે છે. જ્યારે પુરુષ 70 વર્ષ જીવે ત્યારે સ્ત્રી 75 વર્ષ જીવે છે. અને વળી પુરુષ બીજી ભૂલ એ કરે છે કે જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે 5 વર્ષ છોકરી નાની શોધે છે. એટલે સ્ત્રી પુરુષની ઉંમર વચ્ચે 10 વર્ષનું અંતર બની જાય છે.
પણ ઓશો વધુ માં કહે છે કે, જ્યારે વિજ્ઞાનિક ઢબે લોકો વિચારતા થશે ત્યારે જરૂર મોટી સ્ત્રી સાથે લગ્ન કરવામાં પુરુષ શરમ નહીં અનુભવે. અને તેનાથી સમાજ અને કુટુંબને પણ ફાયદો થશે. અને તેનાથી વધુ સારું સંતાન પણ જન્મ લેશે.
ઓશોની વાત આજના સમયમાં સાચી પડી રહી છે. ઘણા એવા કપલ છે જે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરી રહ્યા છે. અને તેમનું લગ્ન જીવન સારી રીતે પસાર થઈ રહ્યું છે. પહેલાના સેબેબ્રિટીની પણ વાત કરી તો અભિશેક બચ્ચન અને ઐશ્વર્યા રાય. બીજી તરફ સચિન તેંડુલકર અને અંજલી. આ કપલમાં પુરુષ સ્ત્રી કરતાં નાની ઉંમરનો છે.
જરૂરી બાબત- આ વાત પરથી એમ જરા પણ સાબિત નથી થતું કે, વાર કરતાં કન્યા નાની ઉંમરની હોય તો ઠીક ના કહેવાય. સમાજમાં 90% થી વધુ કપલમાં કન્યા નાની જ હોય છે. અને સુખેથી જ જીવે છે. પણ આ મોટી કન્યા વિષેના અમુક મુદ્દાની વાત છે જેની સૌએ નોંધ લેવી. – ધન્યવાદ.
તમને આ લેખ કેવો લાગ્યો, જો સરસ લાગ્યો હોય તો કોમેન્ટમાં “સરસ” તેમ લખો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.