ભારત દેશમાં લોકો અવનવી માનતા રાખતા હોય છે. કોઈ શ્રી ફળ વધેરવાની, માતાજીની ચુંદડી કે સાડી ચઢાવવાની માનતા માનતા હોય છે. તે સિવાય કેટલીક જગ્યા એવી છે જ્યાં કોઈ વસ્તુની માનતા માનીએ તો ઇચ્છા પૂરી થતી હોય છે. જેમ કે કોઈ જગ્યાએ લાલ દોરા બાંધવા, તાળા લગાવવા, રૂપિયો ચોંટાડવો વગેરે જેવી અલગ અલગ પ્રકારની લોકો માનતા રાખતા હોય છે.
પરંતુ આ દુનિયાનું એવું સ્થળ છે જ્યાં મહિલા પોતાના અન્ડરગારમેન્ટ્સ લટકાવીને જાય છે. જે મહિલા અહીં આવે છે. પોતાના અન્ડરગારમેન્ટ્સ લટકાવીને જતી હોય છે. આ વાત જાણીને નવાઈ લાગશે કે ક્યા કારણથી મહિલાઓ અહીં બ્રા લટકાવતી હશે? તો માહિતી આપીએ.
ન્યુઝિલેન્ડમાં એક નાનકડી જગ્યા સમગ્ર દુનિયાના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. બ્રા ફેન્સ નામથી જાણીતી બનેલી આ જગ્યાએ જોવા માટે દુનિયાભરના ટુરિસ્ટ અહીં આવે છે. કાર્ડોના બ્રા ફેન્સ નામની આ જગ્યાએ તમને દરેક શેપ, સાઈઝ અને પેટર્નની બ્રા જોવા મળશે.
-ઓટાગોમાં આવેલી આ જગ્યાનો એક ભૂતકાળ છે જે 1999ના વર્ષમાં શરૂ થયો હતો. એ વર્ષોમાં જ્યારે કેટલાક લોકો આ વાડ પાસે રહેતા હતા ત્યારે તેમને કોઈ મહિલાના 4 અન્ડર ગારમેન્ટ્સ અહીં મળી આવ્યા હતા.
એક બીજી પણ અહીં પ્રખ્યાત માન્યતા છે કે, છોકરીઓ પોતાનો મનપસંદ સાથી મેળવવા અથવા કોઈ મન્નત માંગવા માટે અહી પોતાના અંડર ગારમેન્ટ લટકાવી જાય છે, પણ આ વાત ના લીધે આ જગ્યા ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે અને તેનાથી અહીં અસંખ્ય લોકો આવીને આ જગ્યાની વિઝિટ કરે છે..
– અંદર ગારમેન્ટ લટકાવવાનું જેવું શરૂ થયું તેના થોડા દિવસમાં રાત્રે ચોર અંડર ગારમેન્ટ ચોરી જતા હતા. પછી આ જગ્યા ચર્ચાનો વિષય બની ગઈ હતી. જેટલી બ્રા અહીંથી ચોરવામાં આવતી હતી તેના કરતાં વધારે લોકો અહીં આવીને લટકાવી જતા હતા. લોકોને અહીં બ્રા લટકાવતા જોવા માટે લોકોની ભીડ જામવા લાગી અને આ ભીડના કારણે ટ્રાફિક જામ થવા લાગ્યો.
-ટ્રાફિક જામની સમસ્યાને રોકવા માટે તેને થોડી દૂર લઈ જવામાં આવી હતી. આ જગ્યાનો 2015માં બ્રેસ્ટ કેન્સર ફન્ડરાઈઝર ઇવેન્ટ દ્વારા બ્રેડ્રોના નામ મળ્યું છે. અને આ કાર્યક્રમથી 30,000 ડોલર લોકોએ દાન પેટે આપ્યા છે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.