👨🦱પહેલાના સમયમાં મોટાભાગના લોકો એરેન્જ મેરેજ કરતાં હતા, અત્યારે જે રીતે છુટછાટ આપવામાં આવી રહી છે. તે સમયે લવ મેરેજ કરવાની આટલી છૂટ નહોતી. બંનેના પરિવાર હંમેશાં વિરોધ નોંધાવતા હતા. જેમાં અત્યારે કેટલાક અંશે ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમ છતાં ઘણાં પરિવાર એવા હોય છે, જેમને છોકરી કે છોકરો લવ મેરેજ કરે તે પસંદ નથી હોતું.
👨🦱તેમની સંમતિ વગર લગ્ન કરવાને બદલે માતા-પિતા લગ્ન માટે રાજી થાય તેવા પ્રયત્નો કરતાં હોય છે. તો તેમની સાથે પહેલી જ મુલાકાતમાં શાંતિથી વાત કરવી તે સિવાય બીજી પણ કેટલીક બાબતો છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે તમને આજે જણાવીશું. જો તમે આટલી વાતોનું ધ્યાન રાખશો તો બને શકે તમારા લવ મેરેજ માટે હા પાડે શકે.
👨🦱આટલી વાતો પર ધ્યાન આપો- અમુક છોકરા પોતાને હીરો માનીને છોકરીના માતા-પિતાની સાથે પહેલી મુલાકાતમાં તેમની પર ઇમ્પ્રેશન પાડવા માટે ન કરવાનું કરી બેસતા હોય છે અને સંબંધ સુધરવાને બદલે બગડતા હોય છે.
👨🦱પહેલી વખત મળો ત્યારે ગિફ્ટ લઈ જવી-પહેલી વખત છોકરીના માતા-પિતાને મળો ત્યારે કોઈ ગીફ્ટ લઈને અચૂક જવું. જેથી તમારી છાપ ત્યાં સારી પડશે. તમને પ્રભાવિત કરવામાં તે મદદરૂપ થશે. ત્યાર બાદની મુલાકાત કરો ત્યારે નાની મોટી મીઠાઈનું બોક્સ લઈને જાવ તો ચાલશે.
👨🦱સંસ્કારી બનવું- જો તમે જીવનસાથીના માતા-પિતાને પહેલી વખત મળવા જાવ ત્યારે પગે લાગતા કે નમસ્કાર કરતાં ખચકાવું ન જોઈએ. તમે જેટલા વિનમ્ર અને સંસ્કારી બનશો તેટલું તમારા માટે જ સારું રહેશે. કદાચ એવું પણ બને કે તમારો વિનમ્ર સ્વભાવ તમારા જીવનસાથીને વધારે પસંદ આવે. ભલે તમે તેના માતા-પિતાની સાથે ફોન પર મિત્રતાની વાત કરી હોય, પરંતુ પહેલી મુલાકાતમાં થોડા સંસ્કારી અને નમ્ર સ્વભાવ વાળા બનશો તો વાંધો નહીં આવે.
👨🦱પૂરેપૂરો સમય આપો- પહેલી વખત મળો ત્યારે વધારે સમય તમારા પાર્ટનરના ઘરે બેસાય તે રીતે જવું. કારણ કે પહેલી મુલાકાતમાં ઘણી બધી વાતનો ખુલાસો થઈ તે સારું. જો તમે ઉતાવળમાં મળીને નીકળી જશો તો તેમને સમજવામાં સમય લાગશે. તેથી જેટલો વધારે સમય બેસાય એ રીતે મીટીંગ કરવી. એક વાતનું ત્યાં ખાસ ધ્યાન રાખવું કે જીવનસાથીના માતા-પિતા ગમે તે બોલે તમારે મીટીંગનો અંત સારું બોલી લાવવાનો રહેશે. છેલ્લે જ્યારે ઉભા થાવ ત્યારે ચરણ સ્પર્શ જરૂર કરવા.
👨🦱કપડાં આ રીતે પહેરવા- અમુકને જાણ થાય કે માતા-પિતા સાથે મુલાકાત કરવાની છે તો થોડા નર્વસ થઈ જાય અને જે કપડાં પહેર્યા હોય તે પહેરી જતા રહેતા હોય છે. એવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. શાંતિથી વ્યવસ્થિત કપડાં પહેરીને જ જવું. તમારી પહેલી મીટિંગ અને કપડાં પરથી ઘણા લોકો વ્યક્તિત્વ કેવું હશે તે જાણી લેતા હોય છે. તેથી ડ્રેસિંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જે તમને સફળ બનાવી શકે છે.
👨🦱વાત-ચીતમાં ધ્યાન આપો- તમે જ્યારે પણ તેમના માતા-પિતાને મળો ત્યારે વ્યવસ્થિત વાતચીત કરવી જોઈએ. તે સિવાય તમારી જે પણ ખોટી આદત હોય તેની પર ખાસ ધ્યાન રાખવું, જેમ કે વારંવાર મોબાઈલ જોવો, પગ હલાવવા, બેસવાની રીત, જેવી કેટલીક આદતો પર ખાસ ધ્યાન આપવું. તમને જે પણ પૂછે તેનો આરામથી, વિવેક કરી પૂરેપૂરો જવાબ આપવો. આ જણાવેલ પોઈન્ટ છોકરા અને છોકરી બંને માટે જરૂરી છે.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.